________________
૧૮ 1
જીવન સાફલ્ય wumnununumomrnununun
જગતમાં બીજા સર્વ જીવોની અપેક્ષાએ મનુષ્યમાં વિશેષ બુદ્ધિ છે, સમ્યફ વિચાર કરવાની શક્તિ છે. પિતે નક્કી કરેલા વિચારને આચારમાં મૂકવાનું બળ છે. અનાદિકાળથી અન્ય પશુ-પક્ષીઓ જે રીતે જીવે છે તે રીતે આજે પણ જીવે છે, મનુષ્ય પિતાની જીવનકરણમાં ફેરફાર કરી શકે છે.
મનુષ્યની બુદ્ધિને સદુપયોગ ઉચ્ચ જીવન જીવવામાં છે. ઉચ્ચ જીવન એટલે માત્ર વિશેષ સાધન-સામગ્રી નહિ પણ અહિં સક જીવન, પવિત્ર જીવન-બીજા ને હાનિ ન થાય તે રીતે જીવવાનો પ્રયત્નઆ ઉચ્ચ જીવન છે. ૦ સુખને રાજમાર્ગ–અહિંસા ૦
ઋષિ-મહર્ષિઓએ આ મનુષ્ય જીવનના સર્વથી અધિક ગુણગાન એ માટે કર્યા છે કે આ મનુષ્ય શરીર દ્વારા જ અહિંસાનું શ્રેષ્ઠ પાલન થઈ શકે છે.
દે પણ મનુષ્ય શરીર ઝંખે છે. ચેારાસી લાખ જીવ યોનિમાં ભ્રમણ કરતાં મહાપુણ્યોદય વડે આત્મા આ માનવ દેહ પ્રાપ્ત કરે છે, આ દેવ દુર્લભ મનુષ્ય જન્મની ઉગ્રતા માનવતા તથા સાધુતા પ્રગટાવવાથી છે.
મનુષ્ય પાસે વિજ્ઞાનના સાધનો વધી રહ્યા છે. જેમ જેમ સાધન અને શક્તિ વધે તેમ તેમ અન્ય જીવ સૃષ્ટિના સંરક્ષણની જવાબદારી વધવી જોઈએ. એવું વિજ્ઞાન તારક બને, ત્યારે આજનું વિજ્ઞાન મારક બની રહ્યું છે. માનવદેહ અમૂલ્ય છે કારણ કે મનુષ્ય સર્વ જીવોનો ઉદ્ધારક બની શકે, આજે સંહારક બની રહ્યો છે.