________________
અહિંસાની સાધના
[ ૨૧ wuuunnnuninn.
માંડવ્ય ઋષિના આત્માએ રબારીના ભવમાં એક જૂની હિંસા કરી પિતાના આ કૃત્યને સારૂ માન્યું, મનથી ખુશી મનાવી એવું તીવ્ર પાપકર્મ બાંધ્યું કે ૨૧ ભવ સુધી દરેક ભવમાં–પિતે ગુનેગાર ન હોય તે પણ ગૂનાને આરોપ આવે અને ફાંસીની સજા થાય.
તીક્ષણ કાંટામાં જૂને પરવી મનમાં ખુશી થતા તેના પ્રાણ લીધા હતાં તેથી ૨૧ ભવમાં-દરેક ભવે ફાંસીને માંચડે લટકવું પડયું.
૨૧ માં ભવમાં પેલા રબારીને જીવ માંડવ્ય ઋષિ થયો. તળાવના કાંઠે ઝુંપડી બાંધીને માંડવ્ય ઋષિ ભગવાનનું ભજન કરતાં નિર્દોષ જીવન જીવી રહ્યા છે.
તીવ્રપણે બાંધેલા કર્મનું ફળ અવશ્ય ભેગવવું પડે છે.
એક દિવસ નગરના રાજાના મહેલમાંથી એક ચોરે ઝવેરાતના ડબાની ચોરી કરી. ભાગી જતા ચેરને સિપાઈઓએ જે અને તેને પકડવા પાછળ પડ્યા, આગળ ચાર અને પાછળ સિપાઈઓ જઈ રહ્યા છે.
ચેરને લાગ્યું કે પોતે પકડાઈ જશે ત્યારે માંડવ્ય ઋષિ જ્યાં તપ કરતાં હતા ત્યાં તે આવી પહોંચે. બચવાને એક માત્ર ઉપાય હતો. ચારે ઋષિની બાજુમાં, ઋષિએ પોતે જ જાણે ઝવેરાતની પેટી સંતાડી હોય તે રીતે મૂકી દીધી અને પિતે નાસી ગયે.
ડીવારમાં સિપાઈએ આવી પહોંચ્યા. એક ઋષિને