________________
નિર્ભયતાને રાજમાર્ગ
[ ૧૫ wwwwww wwwwwwwww.
તમારા ભયને છુપાવ નહિ, છુપાવવાથી ભય વધે છે. કોઈ એકાદ સન્મિત્ર સાથે તમારી ચિંતા અને ભય સંબંધી વિચાર વિનિમય કરવાથી તમને પોતાને જ તમારી અનેક ચિંતાઓ અને ભય હાસ્યાસ્પદ કે નિરાધાર લાગશે. કહેવા માત્રથી ભય ઓછો થાય છે. તમારામાં આત્મવિશ્વાસ અને દઢતા અવશ્ય આવે છે.
જેની પાસે તમે કહી શકે એવા મિત્ર કે નેહીને, સદગુરુને શોધી કાઢે. જે ન જ મળે તે અરિસા સામે ઉભા રહીને તમારે જે કંઈ કહેવાનું છે તે વિરતારથી કહી નાખે. તેથી ભય અવશ્ય ઓછો થશે જ.
૨. “જે થાય છે તે સારા માટે જ થાય છે.” માટે જે કંઇ થશે તે સારું જ થશે. એવી ભાવના કેળવો. એ ભાવ દઢ કરો. શ્રદ્ધાપૂર્વક મનમાં આ સત્ય ઉતારવાને પ્રયત્ન કરો.
૩. સત્સંગ અને સદભાવનાની સહાયથી ભય દૂર થશે. વિવેકપૂર્વક ભયનાં કારણે વિચાર કરો. બરાબર તપાસતા જે કોઈ કારણ ન મળે તે જે કાર્યથી તમે ભય પામે છો તે કરો.
જે ભયની જડ અજ્ઞાત મનમાં ઉડી ગયેલી લાગે તે સદ્દભાવનાની આંતર સૂચના autosuggestions વારંવાર કરો.
૪. જ્યારે તમને એવું લાગે કે તમે ભય અથવા ચિંતામાં ડૂબી રહ્યા છે, ત્યારે કંઈક કામ કરવાનું શરૂ કરી દે. કાઈ