________________
૧૨ ].
જીવન સાફલ્ય
mmmnunn
8 સંપાદકની નોંધ ?
* અરેબીયન નાઈટ્સને રાક્ષસ જ
ભૌતિક વિજ્ઞાન આજે કૂદકે અને ભૂસકે આગળ વધતું જાય છે. અરેબીયન નાઈટ્રની પેલી કથામાં આવે છે કે, માછીમારે માછલાં પકડવા સમુદ્રમાં જાળ નાખી અને એક બાટલો જાળમાં આવ્યા. બાટલાને બૂચ ઉઘાડતાં તેમાંથી ધૂમાડો બહાર નીકળ્યો અને એક રાક્ષસ પ્રગટ થયા. બહાર આવેલે રાક્ષસ માછીમારને કહે છે કે “મને કામ આપ, નહિ તે તને ખાઈશ.” માછીમાર ભયભીત બની ગયે.
ભૌતિક વિજ્ઞાનના રાક્ષસથી આજની દુનિયા ત્રાસી ગઈ છે, ભયભીત બની ગઈ છે. બે વિશ્વયુદ્ધોએ જીવનના મૂલ્યો Values in Life માટે માનવીને અસ્થિર બનાવી દીધું છે. અશાંતિના અંધકારમાં સમજુ લોકે પ્રકાશની એકાદ કિરણ માટે ઝંખે છે, કયાંકથી પ્રકાશ પ્રાપ્ત થાય ! આજનું હિંસક વિજ્ઞાન જગતને ભયભીત કરી રહ્યું છે.
જ્યાં હિંસા છે ત્યાં ભય અવશ્ય પ્રગટે છે, દુઃખ આવે છે. જે હિંસક છે તે નક્કી ભયભીત છે, તેને સંકટ જરૂર આવે છે. આ સનાતન નિયમ છે.
સંકટ એટલે સમતા, સુખ કપાઈ જવું, હિંસાથી જે બીજાના સુખને કાપે છે તેની સમતા કપાય છે, સુખ જાય છે, દુઃખ આવે છે,