________________
આ સવૈયામાં જીવનનું સાચું દિશાસૂચન કર્યું છે એમાં સાચું દર્શન છુપાયેલું છે. નાના નાના પદોમાં અને ઓછા શબ્દોમાં જીવનનો મર્મ સમજાવ્યો છે. 'Brevity is the soul of brave man ની જેમ સવૈયા ૨૭મા તેઓ જણાવે છે કે સજ્જનની સાથે દુર્જન થોડી વાર પણ રહે તો સજ્જનના સત્કર્મની સુવાસથી દુર્જનની કિંમત વધી જાય છે. જેમ તલના તેલને સુગંધી તેલમાં મેળવવામાં આવે કે લોખંડને પારસનો સ્પર્શ કરાવવામાં આવે તો તેની કિંમત અનેકગણી વધી જાય છે.
સવૈયામાં ફિલસૂફી દર્શાવતી ઊંડી બાબતોને સરળ અને સક્ષમ ઉદાહરણોથી માર્મિક બનાવ્યું છે.
સવૈયા ૫ ધન અરૂ ધામ સહુ પડ્યો હી રહેંગો નર ધારકે ધરામે તું તો ખાલી હાથ જાવેગો. દાન અરૂ પુણ્ય નિજ કરથી કર્યો ને કહ્યું, હોય કે જમાઈ કોઈ દુસરો હી ખાતેગો. પુન્ય વિના દુસરો ન હોયગો સખાઈ તવ, હાથ મલ મલ માખી જીમ પછતાવેગો.' કેવું સુંદર પદલાલિત્ય અને શબ્દલાલિત્ય. સવૈયા ૪. શિર પર શ્વેત કેશ ભયા તોહુ નાહિ ચેત, ફિરત અચેત ર્યું ધન હેત પરદેશમેં. મેરો મેરો કરત ન ધરત વિવેક હિયે, મોહ અતિરેક ધર પરત લેશમે. પડ્યો નાનાવિધ ભવભૂપમેં સતત દુઃખ મગન ભયો હે મધુબિંદુ લવલેશમેં.” સવૈયા ૭ ધરમ વિના, તો ઓર સફળ કુટુંબ મલી, જાનકે પરેતાં કોઈ સુપને ન જોવેગો. બટક સલામ કે સખાઈ વિના અંતસમે, નેણમાંહિ નીર ભર ભર અતી રોવેગો. જાનકે જગત એસો જ્ઞાની ન મગન હોત, અંબ ખાયા ચાહી તે તો બાઉલ ન બોવેગો.’ સવૈયા-૧૭ શુભ સંવર ભાવ સદા વરતે,
પ.પૂ. ચિદાનંદજી મ.સા. + ૪૧