________________
જ્ઞાનતપસ્વી, ઉદારચેતા, આગમોદ્ધારક,
સમદર્શી, આગમપ્રભાકર પૂ. મુનિ ન્યાયવિજયજી મહારાજ
-
કૈલાસ શાહ
ધિર્મ પ્રત્યે વિશેષ રુચિ ધરાવતા શ્રી કૈલાસબહેને પૂ. ન્યાયવિજયજીના જીવનના તથ્યોને સરળ ભાષામાં રજૂ કરીને ખૂબ ઉપયોગી માહિતી રજૂ કરી છે. – સં.]
'अध्यातम् आनन्दघनस्य चास्मिन, कवित्वमस्मि महाकविनाम्। आनन्दप्रकाश्च यशोगुरुणां, गुणत्रयी न्यायमुनी समासीत्। प्राकट्यमेषां मुनिराजरूपे,
नमामि तं न्यायमुनि प्रभाते। મુનિરાજ શ્રી ન્યાયવિજયજી મહારાજમાં આનંદઘનજીનો અધ્યાત્મ, મહાકવિ કાલીદાસ જેવું કવિત્વ અને ઉપાધ્યાયજી યશોવિજયજી જેવું જ્ઞાન એ ત્રણે ગુણો એક સરખા હતાં – જાણે એ ત્રણે મહાપુરુષોએ ભેગા મળીને મુનિ ન્યાયવિજયજીનાં રૂપમાં અવતાર લીધો હતો. એવા ન્યાયવિજયજીને આપણે પ્રભાતે પ્રણામ કરવા જોઈએ. જન્મ માંગલ્યમૂ:
વિ. સં. ૧૯૪૬ના કાર્તિક સુદિ ત્રીજના દિવસે માતા દિવાળીબાએ પુત્રરત્નને જન્મ આપ્યો. માંડલમાં છગનલાલ વખતચંદ ધર્મનિષ્ઠ ગૃહસ્થ હતાં. તેમની ધર્મપત્નીનું નામ દિવાળીબહેન હતું. ધર્મપસાથે સગભાં થયા ત્યારે તેમને ખબર નહોતી કે આવનાર પુરુષ (બાળપુષ્પ) કોઈ યોગભ્રષ્ટ આત્મા હશે. અને તેને પ્રભુના પૈગામ સંભળાવવા અને ધર્મઘોષની ઘોષણા કરવા પ્રભુના ચરણે ધરવો
ઉપર + ૧ભી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો