________________
કર્કશ નથી, અશ્રાવ્ય નથી. તેઓશ્રી સિદ્ધાંતનિષ્ઠ હતા. ન્યાયદર્શન શાસ્ત્રો
ન્યાયદર્શનમાં પ્રવેશ કરવાનો ગ્રંથ. તર્કશાસ્ત્ર ગ્રંથ કઠિન અને તેના અભ્યાસથી ન્યાયદર્શનનો પાયો સુદઢ થતો ન હતો. પૂજ્યશ્રીએ ન્યાયદર્શનનું થોડું ચિંતન, મનન અને પરિશીલન કરીને સરળ ભાષામાં છતાં તર્કસાગર ન્યાયભૂમિકારૂપ ગ્રંથ રચ્યો. જેના અભ્યાસથી ન્યાયદર્શનનો પાયો મજબૂત બની શકે છે. તત્ત્વો અને પદાર્થોને તો તર્કથી સિદ્ધ કરતાં, આચાર-અનુષ્ઠાનો, પ્રેરણાઓ આદિને પણ. તર્કથી પુષ્ટ કરીને મગજમાં સજ્જડ બેસાડી દેતા. તર્કના સહારે બુદ્ધિવાદીઓના, યુવાનોના દિલમાં પ્રભુ પરત્વે શાસન પ્રત્યેની અને શાસ્ત્રો કથિત તત્ત્વો પ્રત્યેની શ્રદ્ધા એવી જડબેસલાક રોપી દીધી છે, કે જેના ફળ આજે પણ તેમના શિષ્ય સમુદ્યય અને યુવાવર્ગમાં વ્યાપેલા ધર્મભાવમાં જોવા મળે છે. યોગદષ્ટિ સમુચ્ચય
પૂ.આ. શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજે યોગદષ્ટિ સમુચ્ચય ગ્રંથના ગહન રહસ્યોને છતાં કર્યા છે. પૂ.આ. શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજનો આ ગ્રંથ વાચનાગ્રંથ છે. વાચનદાતા વાચના દ્વારા દરેક પદાર્થ અને તત્ત્વને અલગ-અલગ રીતે સૂક્ષ્મતાથી વિસ્તારપૂર્વક સમજાવે છે. પ્રશ્ન કરે છે, જવાબ આપે છે. વાચનાની આ પદ્ધતિથી દરેક પદાર્થના નવા નવા અર્થ અને રહસ્ય સમજાય છે. યોગદષ્ટિ ગ્રંથ ઉપર મનનીય વાચનાઓ આપીને આચાર્ય મહારાજે મહત્ત્વનું કાર્ય કર્યું છે. ધૂળમાંથી સૂક્ષ્મમાં, સૂક્ષ્મતમમાં જવા આ ગ્રંથ ઉપયોગી બની રહેશે. નવપદ પ્રકાશ
શબ્દથી રહસ્યભણી યાત્રા, ભિન્નભિન્ન વિષયો ઉપર પૂજ્યશ્રીએ પોતાની કલમ ચલાવી છે. પ્રથમ ભાગમાં અરિહંત પદની વિવેચના છે, બીજામાં સિદ્ધપદની અને ત્રીજા ભાગમાં આચાર્ય તથા ઉપાધ્યાય પદનું વિવેચન છે. આ પુસ્તકો પૂજ્યશ્રીની સવારની વાચનાઓ છે. તેમાં ખાસ અમદાવાદથી પ્રો. લાલચંદભાઈ શ્રવણ કરવા આવતાં, તેઓએ પૂજ્યશ્રીની તમામ વાચનાઓનું અક્ષરશઃ અવતરણ કરેલું, તેમાં સુધારાવધારા પામીને આ પુસ્તકોનો જન્મ થયો. તેથી આ પુસ્તકો પૂજ્યશ્રીએ લખ્યાં કરતાં બોલ્યાં હતાં તેમ કહેવું ઉચિત જણાશે.
- પૂજ્યશ્રીએ આલેખિત પુસ્તકો જ્યારે વાંચવા મળે ત્યારે કોઈ અદ્ભુત અનોખી દુનિયામાં વિહરતા હોઈએ એવો આનંદ થાય છે. ચાંદનીના પ્રકાશમાં લખાયેલા લેખો, પુસ્તકોમાં ચાંદની જેવી જ શીતળતા, મોહકતા અને પ્રકાશ ભર્યા છે. પૂ. ગુરથી લેખનકળામાં એટલા માહિર જણાય છે કે કલમ પણ તેમનો સ્પર્શ પામીને ધન્ય બની ગઈ હશે. એમાં પણ સમરાદિત્ય ચરિત્ર ગ્રંથ પર પૂજ્યશ્રીએ કલમનો કસબ પાથર્યો છે, ત્યારે તો કમાલ કરી દીધી છે. વૈરાગ્ય રસથી નીતરતો. આ ગ્રંથ છે. ગુણસેન અને અગ્નિશમ, સિંહ રાજા અને આનંદકુમાર', જાલિની ૫૦૬ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો