Book Title: Jain Sahityana Akshar Aradhako
Author(s): Malti Shah
Publisher: Virtattva Prakashak Mandal

View full book text
Previous | Next

Page 620
________________ નેમિનાથ ઉપાધ્યેના શુભ હસ્તે પ્રથમ ભાગનું વિમોચન કરવામાં આવ્યું હતું. બીજા ભાગના વિમોચનનો સમારોહ સંસ્થાના ઉપક્રમે મુંબઈમાં પાયધુની ગોડીજી જૈન ઉપાશ્રયમાં સંવત ૨૦૩૩માં તા. ૧૦-૧-૭૭ના રોજ પૂ. આચાર્ય વિજયધર્મસૂરિજીની નિશ્રામાં પૂજ્યશ્રી યશોવિજયજી (યશોદેવસૂરિજી)ના વરદ હસ્તે થયો હતો. ત્રીજો ભાગ ઈ. સ. ૧૯૮૮માં પ્રકાશિત થયો. નયચક્રના સંપાદનની યાત્રાનો પ્રારંભ સંવત ૨૦૦૩માં થયો અને પૂર્ણાહુતિ સંવત ૨૦૪૪માં થયો. કુલ ૪૧ વર્ષનું દીર્ઘકાલીન વિદ્યાતપ સાનંદ સંપન્ન થયું. ગ્રંથના પ્રારંભથી પૂર્ણાહુતિ સુધીનો ૪૧ વર્ષનો ઇતિહાસ એટલે પૂ. મુનિશ્રી જંબૂવિજ્યજી મ.સા.ની સંશોધનનિષ્ઠા અને ભગીરથ પુરુષાર્થનો ઇતિહાસ એમ કહીએ તોપણ જરાય અતિશયોક્તિ નહીં ગણાય. મુનિશ્રીના વિદ્યાતપને અંજલિ આપતા પંડિત સુખલાલજીએ કહ્યું હતું કે “આ ગ્રંથના સંપાદનમાં વિદ્વાન મુનિશ્રી જંબૂવિજ્યજીએ જે ધૈર્ય, ઉત્સાહ અને ઊંડી સમજણથી કામ કર્યું છે તે બાહ્ય તપના બધા જ પ્રકારોને આંબી જાય તેવું આત્યંતર તપ છે.” આ ગ્રંથનું સંપાદન આદર્શ સંપાદનની કોટિનું છે. આ અંગે પં. દલસુખભાઈ માલવણિયા નોંધે છે કે “નયચક્ર એ જેમ એક અને અતુલ્ય ગ્રંથ છે તેમ આ તેનું સંપાદન પણ જૈનદર્શનના અન્ય ગ્રંથોનાં જે કેટલાક ઉચ્ચ કોટિના સંપાદનો થયા છે તેમાં પણ અતુલ છે અને એક જ રહેવા સર્જાયું છે એમ નિઃશંક કહી શકાય. આવો પ્રયત્ન બીજા કોઈ ક૨શે કે કેમ એ કહેવું મુશ્કેલ છે. આ દૃષ્ટિએ પૂ. મુનિશ્રી જંબૂવિજયજીને આપણે જૈન ગ્રંથના અજોડ સંપાદક કહી શકીએ. આ ગ્રંથના સંપાદક માટે ભારતીય દર્શનોના અભ્યાસીઓ તેમના ચિકાળ ઋણી રહેવાના છે એ નિઃશંક છે." ગ્રંથના પ્રારંભથી તે પૂર્ણ થયો ત્યાં સુધીનો ૪૧ વર્ષનો ઇતિહાસ એટલે પૂ. મુનિશ્રી જંબૂવિજ્યજી મ.સા.ની સંશોધન નિષ્ઠા અને ભગીરથ પુરુષાર્થનો ઇતિહાસ એક કહીએ તો જરાય અતિશયોક્તિ નહીં ગણાય. સંયમ જીવનયાત્રા ૭૪ વર્ષના પોતાના દીક્ષાજીવન દરમિયાન હજારો કિલોમીટરનો પાદવિહાર કર્યો. બદ્રિનાથથી સમેતશિખરજીનો સેંકડો કિલોમીટરનો અવિસ્મરણીય વિહાર કર્યો અને નવ વખત તો સમેતશિખરજીની યાત્રા કરી. તેમ જ પાલિતાણામાં જેટલો સમય સ્થિરતા હોય તેટલા દિવસો અચૂક પગપાળા જાત્રા કરતા, જીવનની પ્રત્યેક પળ જિનશાસન અને પ્રાચીન જૈન સાહિત્યને સમર્પિત કરી. હિમાલયમાં બદ્રિકૈા૨ ૫૨ પૂજ્યશ્રીએ જિન મંદિરની પ્રતિષ્ઠા કરી અને પત્ર રૂપે લખાયેલું તેમનું મારી હિમાલયની પદયાત્રા' પુસ્તક પત્ર-પ્રવાસસાહિત્ય જગતનું અણમોલ નજરાણું છે. જાપાન, ઈંગ્લેન્ડ જર્મનીમાં પ્રાચીન ભારતીય શાસ્ત્રો વિશે સંશોધનકાર્ય કરનારા વિદ્વાનો અને સંશોધક વ્યક્તિઓ એમની પાસે આવતા અને દિવસોના શ્રુતવારિધિ મુનિ શ્રી જમ્બવિજયજી મહારાજ + ૫૭૧

Loading...

Page Navigation
1 ... 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642