Book Title: Jain Sahityana Akshar Aradhako
Author(s): Malti Shah
Publisher: Virtattva Prakashak Mandal

View full book text
Previous | Next

Page 619
________________ લુપ્ત થઈ ગયા હોવાથી તેમણે તિબેટીયન ભાષામાં ઉપલબ્ધ ગ્રંથો મંગાવી તેનો અભ્યાસ કર્યો. દ્વાદસારનયચક્રના પ્રથમ અરમાં જ દિગ્ગાગના પ્રમાણસમુચ્ચય ગ્રંથનો ઉપયોગ થયો હતો. આ ગ્રંથ માટે માત્ર ભારતના જ નહીં પરંતુ વિદેશના પણ અનેક વિદ્વાનો શોધખોળ કરી રહ્યા હતા, પરંતુ મૂળ ગ્રંથ મળતો ન હતો. ભોટ ભાષામાં તેનું ભાષાંતર પ્રાપ્ત થયું. તે ભાષાંતર મેળવી મુનિશ્રીએ તે ગ્રંથનો અભ્યાસ કર્યો અને તેનું પુનઃ સંસ્કૃત ભાષામાં ભાષાંતર કર્યું. દ્વાદસારનયચક્ર ગ્રંથનું સંશોધન-સંપાદન સર્વાગ સંપૂર્ણ બને તેટલા માટે મુનિશ્રીએ કોઈ પણ પ્રયાસ બાકી રાખ્યા ન હતા. તિબેટીયન ભાષામાં અનુવાદિત સંબંધ ધરાવતા ગ્રંથો તપાસ્યા પછી પણ તેઓશ્રીએ આ બાબતના જાણકાર પરદેશી વિદ્વાનો સાથે સંપર્ક સાધ્યો. ઓસ્ટ્રિયાના ડૉ. ઈ. ફલિનેર, ઈટલીના ડો. ટુચી, ઇંગ્લેન્ડના ડૉ. થોમ્પસન, યુનાઈટેડ સ્ટેટ્સના ડૉ. વોલ્ટર મૌટેર અને ડૉ. જ્યોર્જ બુર્સ, જાપાનના ડો. છેલ્લોકાનાકુરા વગેરે સાથે તેઓ સતત પત્રવ્યવહારથી સંપર્કમાં રહ્યા. દેશ-પરદેશના વિદ્વાનોનો સંપર્ક સાધી સંસ્કૃત, અર્ધમાગધી અંગ્રેજી ઉપરાંત ચીની, ફ્રેન્ચ વગેરે ભાષાઓમાં લખાયેલા સંબંધિત બૌદ્ધ અને બ્રાહ્મણ ગ્રંથોમાંથી સંદર્ભ મેળવી અથાગ પ્રયત્નોના અંતે સંપાદનનું આ મુશ્કેલ કાર્ય પાર પાડ્યું. કોઈ પણ મૂળ ગ્રંથ ઉપરથી એની ટીકા રચાય એ તો સહજ છે પરંતુ બૂવિજયજીએ તો ટીકા ઉપરથી મૂળ પાઠ નિર્ધારિત કર્યો, જે એક અપ્રતિમ ઉપલબ્ધિ હતી. આ શકવર્તી મહાન ગ્રંથના પ્રકાશનની પણ એક કહાણી છે. વિ.સં. ૧૯૫રના બીજા જેઠ સુદિ બીજ, તા. ૧૩-૬-૧૮૯૬ના રોજ ભાવનગરમાં તે સમયના મહાન જૈનાચાર્ય પરમ પૂજ્ય શ્રીમદ્ આત્મારામજી મહારાજના સ્વર્ગવાસ પછી બાવીસમા જ દિવસે જૈન આત્માનંદ સભાની સ્થાપના થઈ હતી, જેના ઉપર પૂજ્ય પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ, મુનિરત્નશ્રી ચતુરવિજયજી મહારાજ અને આગમ પ્રભાકર શ્રી પુણયવિજયજી મહારાજની અમીભરી દૃષ્ટિ હતી. આ સભાનો એક મુખ્ય હેતુ પૂર્વાચાર્યોએ રચેલ જૈન સાહિત્યના સંશોધન, પ્રકાશન અને પ્રચાર-પ્રસારનો હતો. તે કાર્યનો આરંભ કરવામાં અને તેને વેગવંતો કરી પ્રશસ્ત બનાવવામાં આ ગુરુ-શિષ્ય-પ્રશિષ્યની ત્રિપુટીનો પુરુષાર્થ અસાધારણ હતો. આ સંસ્થા દ્વારા એ વખતમાં સંશોધન-સંપાદનની દૃષ્ટિએ નમૂનેદાર અને ઉચ્ચકોટિના લેખી શકાય એવા ૨૦૦ જેટલા જૈન સાહિત્ય ગ્રંથોનું પ્રકાશન થયું હતું.'પૂજ્ય મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજના સ્વર્ગવાસ પછીથી આ સંસ્થાની પ્રકાશન-સંપાદન વગેરેની સઘળી જવાબદારી અંતિમ ક્ષણ સુધી મુનિશ્રી જંબૂવિજયજી મહારાજે ઉપાડી હતી. આ જ સંસ્થા દ્વારા સંવત ૨૦૨૨માં તા. ૩૦૪-૬૭ના રોજ આગમપ્રભાકર મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજ સાહેબની નિશ્રામાં સંમાનનીય શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈના પ્રમુખસ્થાને ડો. આદિનાથ પ૦૦ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો

Loading...

Page Navigation
1 ... 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642