________________
૭ર ચાતુર્માસમાં એમણે ગુજરાતમાં પ૩, મહારાષ્ટ્રમાં ૯, રાજસ્થાનમાં ૫, ઉત્તરાંચલમાં ર, ઝારખંડમાં ૧, મધ્યપ્રદેશમાં ૧, કેન્દ્ર શાસિત પ્રદેશમાં ૧, આ પ્રમાણે ચાતુર્માસ કર્યા હતા. ગુજરાતમાં કરેલા ચાતુર્માસોમાં અમદાવાદમાં ૫, પાલીતાણામાં ૫, ઝીંઝુવાડામાં ૪, આદરિયાણામાં ૩, માંડલમાં ૩, લોલાડામાં ર, છાણીમાં ૨, ભુજમાં ૨, માંડવીમાં ૨, આસંબિયા ૨, કોડાયમાં ર આ ઉપરાંત નાકોડાતીર્થ ખાતે ૨ ચાતુર્માસ તથા અન્ય સ્થળોએ ૧-૧ ચાતુર્માસ કર્યા હતા.
વિવિધ ભાષાઓના જ્ઞાતા તરીકે જાણીતા મુનિશ્રી જંબૂવિજયજી મહારાજ માટે સંશોધનની પ્રક્રિયા સ્વશોધન અને સ્વબોધનની મંજિલ સુધી પહોંચાડનારી પગદંડી હતી તે માટે જ એઓ ક્યારેય લોકેષણા કે વિક્વેષણાના વમળમાં તણાયા ન હતા.
પરમાત્મા સાથેની એમની પ્રીતિ પ્રતીતિની પરિચાયક હતી. એમણે જીવદયાનાં કાર્યો દ્વારા મૂંગાં-અબોલ જીવોને શાતા – શીતળતા આપી. જિનવાણીના બહુમૂલ્ય પ્રાચીન વારસાને સંરક્ષણ અને સંવર્ધન પ્રદાન કર્યું. હજારો માઈલોની વિહારયાત્રા કરીને નાનાથી મોટા સહુને વિશાળતા, ઉદારતા અને પ્રેમાળતાનો પરિચય કરાવ્યો. સહુજન સુખાય, બહુજન હિતાય એમનું ઉમદા અને ઉન્નત જીવન પણ વિ.સં. ૨૦૬૬, કારતક વદ-૧૧, ૧૨-૧૧-૨૦૦૯ના નાકોડા (રાજ.) શ્રી જેસલમેર તરફ વિહાર કરતા બાયડુ ગામ પાસે વાહન દ્વારા અકસ્માતનો ભોગ બનીને સંકેલાઈ ગયું. આપણી પાસે એમની સ્મૃતિઓ શેષ બચી છે. આપણી વચ્ચે એમની કૃતિઓ સચવાઈ છે.
અંતમાં અતિ મહત્ત્વની અને ગંભીર વાતઃ પૂજ્યશ્રી જંબૂવિજયજી મહારાજે ૧૩-૪-૧૯૮૮ના રોજ ઘદાના ધામ પાલિતાણા ખાતે પોતાના શિષ્યો ઉપરના ભલામણ પત્રમાં લખ્યું હતું કે મારી પાછળ કોઈ મૂર્તિ, પાદુકા, જીવનચરિત્ર આદિ કરાવશો નહિ – લખાવશો નહિ. સંસારની સંસારના ભયંકર વિષયોની કલેશકારકતા જોઈને મને કશામાં રસ રહ્યો નથી. મોક્ષમાં અને આદીશ્વર દાદા તથા શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની સેવામાં લીન થવાની જ હવે મને ભાવના બળવાન બની છે." મુનિશ્રી જંબૂવિજયજી મહારાજ દ્વારા સંશોધિત-સંપાદિત ગ્રંથો. ૧. દ્વાદસાર નયચક્ર ભાગ ૧-૨-૩ ૨. આચારાંગસૂત્ર મૂલમાત્ર ૩. સૂત્રકૃતાંગસૂત્ર મૂલમાત્ર ૪. સ્થાનાંગ તથા સમવાયાંગસૂત્ર મૂલમાત્ર ૫. જ્ઞાતાધર્મકથાંગસૂત્ર મૂલમાત્ર ૬. અનુયોગદ્વાર સૂત્ર ચૂર્ણિ, હરિભદ્રી વૃત્તિ તથા મલધારી હેમચંદ્રસૂરિ વિરચિત
વૃત્તિ સહિત ભાગ ૧-૨ ૭. સ્થાનાંગસૂત્ર અભયદેવસૂરિ વિરચિત વૃત્તિ સહિત, ભાગ ૧-૨-૩ ૫૭૬ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો