________________ ડૉ. માલતીબહેન શાહ શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ એટલે જૈન ધર્મ અને જૈન સાહિત્યનું મોંઘું-અણમોલ ઝવેરાત. શબ્દમાં સત્ય અને તત્ત્વ. જીવનમાં ફકીરી. મુખ ઉપર સદાય સ્મિત અને જ્ઞાનની ઓરા. li મોરનાં ઈંડાંને ચિતરવા ન પડે, એમ માલતીબહેનને મળો એટલે એમના પિતા રતિલાલભાઈના જ્ઞાન અને સંસ્કારનું પાર્થ સંગીત આપણને અવશ્ય સંભળાય. પિતાના જ્ઞાન અને સંસ્કારનો વારસો તો મળ્યો, પણ પરિશ્રમથી એ ઊભર્યો. કૉલેજ સમયમાં મહર્ષિ અરવિંદની જીવનદૃષ્ટિ'ની એવી આંગળી પકડી કે તત્ત્વજ્ઞાનની યાત્રા આરંભાઈ. માલતીબહેન પિતા રતિભાઈ અને માતા મરઘાબહેન (મૃગાવતીબહેન)નું ત્રીજું સંતાન (નિરૂભાઈ, નીતીનભાઈ, માલતીબહેન, પ્રજ્ઞાબહેન). જન્મ, શાળા અને કૉલેજ અમદાવાદમાં જ. બે સુવર્ણચંદ્રક સાથે ૧૯૭૧માં બી.એ., ૧૯૭૩માં એમ.એ. અહીં પણ સુવર્ણચંદ્રક. છે અને તત્ત્વજ્ઞાનની આ યાત્રામાં એવું આરોહણ કર્યું કે ઉપાધ્યાય યશોવિજયજીના મહાન ગ્રંથ ‘જ્ઞાનસાર’ ઉપર અધ્યયન કરી દીર્ઘ શોધનિબંધ લખી પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી. બી.એડ.ની ઉપાધિ મેળવી થોડો સમય શિક્ષણજગતમાં પણ જઈ આવ્યાં. જ્ઞાનસારનું તત્ત્વદર્શન’, ‘નગરશેઠ શાંતિદાસ ઝવેરી’, ‘જ્ઞાનસાર' (11 હસ્તપ્રતો લઈને પ. પૂ. આચાર્યશ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિજી સાથે સંપાદન) અને પ્રેરણાની પાવનમૂર્તિ' (ડૉ. કુમારપાળ દેસાઈની સાથે) વગેરે પ્રકાશિત ગ્રંથો એમના નામખાતામાં છે અને સાથે આ નવો ગ્રંથ “જૈન સાહિત્યના અક્ષર-આરાધકો’ ઉમેરાય છે. ઉપરાંત અન્ય કેળવણી અને સામાજિક ક્ષેત્રે માલતીબહેન કાર્યરત છે. વર્તમાનમાં ભાવનગર સ્થિત ડૉ. માલતીબહેન સૌજન્યશીલ પતિ કિશોરભાઈ શાહ અને સંતાન આલોક સાથે વિદ્યા અને અધ્યયનમાં મગ્ન છે. ડો. માલતીબહેનને આ શ્રુતપૂજા અનેકવિધ ફળો. - ધનવંત શાહ 9l7 8 9 3 83 8 1 4 6 0 2 || 2 700