Book Title: Jain Sahityana Akshar Aradhako
Author(s): Malti Shah
Publisher: Virtattva Prakashak Mandal

View full book text
Previous | Next

Page 618
________________ ભુવનવિજયજીના આશીર્વાદ અને પૂર્ણ સહકારથી આ અતિ કઠિન કાર્યનો આરંભ કર્યો. લુપ્ત થયેલા આ ગ્રંથના પુનરુદ્ધારનું કાર્ય અત્યંત કપરું, અતિ શ્રમ-સાધ્ય અને લગભગ અશક્ય કહી શકાય એવી કોટિનું હતું. પ્રખર પ્રતિભાવંત શ્રી મલ્લમુનિએ દશ હજાર શ્લોક પ્રમાણ નૂતન નયચક્ર ગ્રંથની રચના કરી. કાળના પરિબળે મૂળ નયચક્ર ગ્રંથ લુપ્ત થયેલો હોવાથી મળતો નહોતો. લગભગ સાતમી સદીમાં સિંહસૂરિ નામના આચાર્ય ભગવંતે એ મલવાદીના નયચક્ર પર વાયગમાનુસારિણી ટીકા રચી હતી. આ ન્યાયગમાનુસારિણી ટીકાની હસ્તપ્રતો અનેક ગ્રંથભંડારોમાં મળે છે. સમદર્શી આ. હરિભદ્રસૂરિ અને કલિકાલસર્વજ્ઞ આચાર્ય હેમચંદ્રસૂરિ પણ આ ગ્રંથ લુપ્ત થયાની વાત નોંધે છે. સત્તરમી સદીમાં તો આ ગ્રંથની હસ્તપ્રતની નકલો પણ દુર્લભ થઈ ગઈ હતી. મહામહોપાધ્યાય ન્યાયાચાર્ય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ સાહેબને દ્વાદસાર-નયચક્રની એક હસ્તપ્રત મળી હતી. તે હસ્તપ્રતને આધારે તેમણે તથા તેમના ગુરુ વગેરે સાત મુનિવરોએ માત્ર પંદર દિવસમાં નવી નકલ તૈયાર કરી હતી. આ હસ્તપ્રતમાં પંચાવનસો જેટલા શ્લોકો તો ખુદ ઉપાધ્યાય યશોવિજયજીએ પોતાના હાથે જ લખ્યા છે. આવી અતિ વિરલ અને અમૂલ્ય હસ્તપ્રત અમદાવાદના દેવસાના પાડાના ઉપાશ્રયમાંથી મળી આવી હતી. ઉપાધ્યાય યશોવિજયજી સ્વયં આ ગ્રંથની નકલ કરવા બેસે તે ઘટના જ આ ગ્રંથની મહત્તા. વિશિષ્ટતા દર્શાવે છે. ઈ. સ. ૧૯૫રમાં મુનિરાજશ્રી ચતુરવિજયજી અને પંડિત લાલચંદજીએ પ્રથમના ચાર અર સંપાદિત કર્યા. આ ચાર અરનો પ્રથમ ભાગ ગાયકવાડ ઓરિએન્ટલ સિરિઝ તરફથી પ્રકાશિત થયેલો છે, તે પૂર્વે આચાર્ય વિજય. લબ્ધિસૂરિજીએ આ ગ્રંથનું સંપાદન કાર્ય હાથ ધર્યું હતું તે ચાર ભાગમાં ઈ. સ. ૧૯૪૮થી ૧૯૬૦ દરમિયાન પ્રકાશિત થયો હતો. મુનિશ્રી જંબૂવિજયજી સંસ્કૃત-પ્રાકૃત-અંગ્રેજી આદિ ભાષાઓ તો જાણતા જ હતા અને જૈન દર્શનનો અને ભારતીય દર્શનનો સારો એવો અભ્યાસ હતો. પરંતુ નયચક્ર ગ્રંથનું સંશોધન-સંપાદન કરવું એ એક મોટો પડકાર હતો, કારણ કે બૌદ્ધ, સાંખ્ય, વૈશેષિક આદિ દર્શનના જે અનેક ગ્રંથના ઉધ્ધરણો નયચક્ર ગ્રંથમાં ઉધ્ધત કર્યા છે તે ગ્રંથો પ્રાપ્ત થતા ન હતા. મોટા ભાગના ગ્રંથો અલભ્ય હતા અથવા અપ્રકાશિત હતા. | મુનિશ્રીએ જાણ્યું કે તિબેટમાં લિખંતર થયેલા કેટલાક સંસ્કૃત ગ્રંથો ઉપલબ્ધ છે અને બૌદ્ધ દર્શનના કેટલાક ગ્રંથો તિબેટીયન-ભોટ ભાષામાં સદીઓ પૂર્વે અનુવાદિત થયેલા તે હાલ ઉપલબ્ધ છે એટલે તેમણે તિબેટીયન ભોટ ભાષાનું પણ જ્ઞાન મેળવી લીધું. ભોટ ભાષામાં તેંજુર-ફેન્જરમાં અનેક ગ્રંથો, મૂળ સંસ્કૃતમાં કે પાલી ભાષામાં લખાયેલા ગ્રંથો, લિયંતર થયેલા ગ્રંથો અથવા ભાષાંતર થયેલા ગ્રંથો ઉપલબ્ધ થાય છે. દ્વાદસારનયચક્રમાં ઉપયોગમાં લેવાયેલા ગ્રંથો ભારતમાં શ્રતવારિધિ મુનિ શ્રી જખ્ખવિજયજી મહારાજ + ૫૬૯

Loading...

Page Navigation
1 ... 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642