Book Title: Jain Sahityana Akshar Aradhako
Author(s): Malti Shah
Publisher: Virtattva Prakashak Mandal

View full book text
Previous | Next

Page 621
________________ દિવસો સુધી એમની સાથે રહીને એમના પાંડિત્ય અને પાવનકારી વ્યક્તિત્વ બંનેનો અનુભવ કરતા. જૈન ધર્મ કે બૌદ્ધ ધર્મ વિશે કોઈ વિદ્વાનને અભ્યાસ કે સંશોધન કરવું હોય કે પછી સંસ્કૃત કે પાલી ભાષાના વિષયમાં વધુ અભ્યાસ કરવો હોય તો તેઓ મુનિરાજશ્રી જંબૂતિયજી પાસે દોડી જતા. મુનિરાજ શ્રી જંબૂવિજયજીએ સંશોધન યાત્રાને એક વધુ ઊંચા સોપાને પહોંચાડી. ‘અનુયોગદ્વાર’' સૂત્ર જેવા આગમોને `લવાની ચાવી સમો ગ્રંથ એમણે આપ્યો, તો હરિભદ્રસૂરિની કૃતિ ધર્મબિંદુ'નું સંપાદન કર્યું. કણાદના વૈશેષિક સૂત્રોના અર્વાચીન પાઠ સામે તેમણે પ્રાચીન પાઠો શોધી આપ્યા. સંશોધન માટેનો શ્રમ, ચીવટ, ખંત એ બધું તો હતું, પરંતુ એમની પાસે એક ત્રીજી આંખ હતી જે સંશોધન સમયે મૂળ ગ્રંથના મર્મને કે એની ખૂટતી કડીને ઉજાગર કરી આપતી. હેમચંદ્રાચાર્યના યશસ્વી શિષ્યો પૂ. રામચંદ્રસૂરિજી અને પૂ. ગુણચંદ્રસૂરિજીએ નાટકક્ષેત્રે અને દાર્શનિકક્ષેત્રે મહત્ત્વનું પ્રદાન કર્યું જે દ્રવ્યાલંકાર ટીકા સહિત મુનિશ્રી જંબૂવિજયજીએ આપ્યું. એ જ રીતે કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યના જીવનની છેલ્લી કૃતિ ગણાતી યોગશાસ્ત્ર'નું મુનિરાજશ્રી જંબૂતિજયજીએ કરેલું સંપાદન એક નવી ભાત ધરાવે છે. એમના ગ્રંથો મુંબઈનાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયે જૈન આગમ ગ્રંથમાળા સિરિઝ દ્વારા અને દિલ્હીની ‘શ્રી ભોગીલાલ લહેરચંદ ઇન્સ્ટિટ્યૂટે’ વિશેષપણે પ્રકાશિત કર્યાં. પ્રાચીન ગ્રંથોનું એમનું સંપાદન કાર્ય પચીસ હજારથી વધુ પૃષ્ઠોમાં પથરાયેલું છે. જ્યારે તેઓશ્રીને તા. ૧૫-૧૧-૦૫ના રોજ હેમચંદ્રાચાર્ય ઍવૉર્ડથી સન્માનિત કરાયેલા ત્યારે સમાપનના સમયે અંતમાં પૂ. મુનિશ્રી જંબૂવિજયજી મ.સા.એ જણાવ્યું કે, ‘હું ખરેખર નાનો માણસ છું, બધા મારી પ્રશંસા કરે તેને હું અટકાવી શકતો નથી. પણ ભગવાનને એટલું જ કહું છું કે તેઓએ મારા માટે જે કહ્યું છે તેને પાત્ર હું બનું. પૂ. માતા-પિતા, ગુરુ મહારાજ અને ભગવાનની કૃપાથી જ હું ધન્ય બન્યો છું. મારા ઉપર મારા ગુરુ મહારાજનો જે અત્યંત ઉપકાર છે તેની તો હું કલ્પના પણ કરી શકતો નથી. હું હજી બીજા પચાસ વર્ષ જીવું તોપણ કામ પૂર્ણ થાય તેમ નથી. વધુમાં વધુ કામ પૂર્ણ કરી શકું એવી શુભેચ્છા તમારી પાસે માંગુ છું.’ પ્રાચીન જૈન સાહિત્યનું વ્યવસ્થિત સંશોધન અને પ્રકાશન થાય તો જૈન સમાજને, બધા અભ્યાસીઓ અને વિદ્વાનોને જૈન ધર્મનો વિશેષ પરિચય થાય અને જૈન સાહિત્ય તરફ વિશેષ અભિરુચિ વધે, આ હેતુથી પ્રાચીન જૈન સાહિત્યનું સંશોધન અને પ્રકાશન અત્યંત જરૂરી બન્યું હતું. મુનિશ્રી જંબૂતિયજી મહારાજ સાહેબે આ દિશામાં ઘણું જ પ્રશંસનીય કાર્ય કર્યું છે. પુણ્યવિજ્યજીએ આરંભેલી યાત્રાને મુનિશ્રી જંબૂવિજયજીએ આગળ ધપાવી. જેસલમેર, પાટણ, ખંભાત, લીંબડી, પૂના, વડોદરા વગેરે સ્થળોએ સંગ્રહાયેલા ગ્રંથો જે અસ્તવ્યસ્ત થઈ ગયેલા તેનું ખંતથી અને અતિ પરિશ્રમપૂર્વક આધુનિક ઢબે સૂચિપત્રો પ્રગટ કરાવી ઊંડી ૫૭૨ ૧ ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો

Loading...

Page Navigation
1 ... 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642