________________
જૈન સાહિત્યના સંશોધક શ્રી હરિવલ્લભ ભાયાણી
જ કુણાલ કપાસી
પાટણમાં કોટાવાલા આર્ટ્સ કૉલેજમાં પ્રાકૃત વિભાગના અધ્યાપક શ્રી કુણાલભાઈએ પ્રસ્તુત લેખમાં ડૉ. હરિવલ્લભ ભાયાણીના વિદ્યાપુરુષાર્થને રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. – સં.).
ડૉ. હરિવલ્લભ ભાયાણી (૧૯૧૨00)એ ભારતીય સાહિત્ય જગતના ધ્રુવતારક સમાન હતા.
સ્વાતંત્ર પ્રાપ્તિ પછી આપણે ત્યાં માત્ર આર્થિક અને રાજકીય ક્ષેત્રે જ નહીં પરંતુ ભારતીય સાહિત્ય, કલા, વિવેચન, તત્ત્વવિચાર એમ બધા ક્ષેત્રોમાં વૈશ્વિક સ્તરે બદલાયેલા વૈચારિક સમીકરણોને કારણે ભારે સાંસ્કૃતિક ક્ષોભ પેદા થયો. આ સમયે જ મુનિ પુણ્યવિજયજી, મુનિ જિનવિજયજી, સુખલાલજી અને દલસુખ માલવણિયાની પંડિતપરંપરામાં હરિવલ્લભ ભાયાણીએ શાસ્ત્રનાં મૂળ તત્ત્વો, સિદ્ધાંતો, પદ્ધતિ, લક્ષ્ય વગેરેની સૂક્ષ્મ પર્યેષક વિચારણા કરીને શાસ્ત્રના સાચા સ્વરૂપને સ્પષ્ટ કરવામાં મૂલ્યવાન પ્રદાન કર્યું.
પરિચય પુસ્તિકા લે. રમેશ ઓઝા આધુનિક ગતિવિધિ અને પરંપરાના સંતુલન દ્વારા શ્રી હરિવલ્લભ ભાયાણીએ અનેક ક્ષેત્રોમાં પોતાનું યોગદાન આપ્યું છે. જેમ કે ભાષાવિજ્ઞાન, વ્યુત્પત્તિશાસ્ત્ર, વ્યાકરણ, કાવ્ય, લોકસાહિત્ય વગેરે. દરેક ક્ષેત્રમાં તેમના વિચાર અધિકૃત ગણાતા હતા. સંશોધક હોવાની સાથેસાથે તેઓ માનવી તરીકે પણ ઉમદા હતા. તેઓ ગુણગ્રાહી હતા. તેમની સાથે પરિચય પામેલો દરેક વિદ્વાન તેમના વ્યક્તિત્વથી અભિભૂત થતો.
ગુજરાતી ભાષાના મૂર્ધન્ય સાહિત્યકારો શ્રી ભોળાભાઈ પટેલ, શ્રી ઉમાશંકર જોશી, શ્રી પ્રબોધ પંડિત, શ્રી સુરેશ દલાલ વગેરે તેમના અને તેમના કાર્યના ચાહક હતા. તેઓ એક હરતીફરતી યુનિવર્સિટી સમાન હતા. દેશવિદેશના ભારતીય વિદ્યાના અભ્યાસુઓ માટે તેઓ દીવાદાંડી સમાન હતા.
વૈષ્ણવ કુળમાં તેમનો જન્મ થયો પરંતુ તેમનું કાર્યક્ષેત્ર મોટા ભાગે જૈનસાહિત્ય રહ્યું છે. જૈનસાહિત્યમાં તેમનું યોગદાન એટલું અમૂલ્ય છે કે તેમને સવાયા જૈન પ૨૮ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો