________________
અર્વાચીન ગુજરાતી કાવ્ય વિવેચને પ્રારંભથી પાશ્ચાત્ય પ્રણાલીનું અનુસરણ કર્યું અને અહીંની પ્રાણવાન પ્રાચીન પરંપરાનો અનાદર કર્યો તે એક ખોટી - દીશાનું પગલું હતું. તે ભૂલ આપણે સુધારી લેવી ઘટે.
કલિકાલસર્વજ્ઞ વિશેના વિચાર
શ્રી હરિવલ્લભ ભાયાણીએ હેમચંદ્રાચાર્યના પ્રાકૃત અને અપભ્રંશ વ્યાકરણ ઉપરાંત છંાનુશાસન, કાવ્યાનુશાસન અંતર્ગત પ્રાકૃત અપભ્રંશનો વિસ્તૃત અભ્યાસ કર્યો હતો.
-
-
પ્રમાણભૂત વ્યુત્પત્તિ એ વાંછિત જ રહે છે.
જૈન બાલાવબોધો વિવિધ સદીની ગુજરાતી ભાષા પર પ્રકાશ ફેંકવા માટે અત્યંત ઉપયોગી છે. અને પ્રચુર સામગ્રી પૂરી પાડે છે. બીજું તેની કથાઓ કથાસાહિત્યના ઇતિહાસ અને કથાનકોની પરંપરાના અધ્યયન માટે મૂલ્યવાન છે.
—
જગતમાંથી અને જીવનવ્યવહારમાંથી પાઠ શીખવવા શીખવાની આપણી (ભારતીય) પરંપરાનો હેમચંદ્રાચાર્યએ જે સંદર્ભોચિત ઉપયોગ કર્યો છે તે તીક્ષ્ણ સ્મૃતિ અને સાહિત્યિક સૂઝબૂઝનો દ્યોતક છે.
સંસ્કૃત કાવ્ય પરંપરાની જેમ પ્રાકૃત અને અપભ્રંશ કાવ્યપરંપરાને હેમચંદ્રાચાર્યએ આત્મસાત કરી છે.
કાવ્યરચનામાં હેમચંદ્રાચાર્યએ લીધેલો બૌદ્ધિક પરિશ્રમ તેમાં વ્યક્ત થતી પરંપરાગત કાવ્યસાહિત્યની પરંપરા, શીઘ્ર૨ચનાશક્તિ, કલ્પનાશક્તિ વગેરે તેમના વ્યક્તિત્વને નિખારે છે.
હેમચંદ્રાચાર્યએ જે ભગીરથ જ્ઞાનયજ્ઞનું હિંસક અભિધેય અર્થને બાદ કરીને કહીએ તો અશ્વમેઘનું) અનુષ્ઠાન આદર્યું હતું, તેમાં તેમણે સમગ્રપણે ભાષાનો સમાવેશ કર્યો હતો. વવત્ એટલે વ્યવહાર અને શાસ્ત્રની ભાષાઓ અને વિત્ત એટલે કાવ્ય ભાષાઓ. કાવ્ય, દર્શન અને શાસ્ત્રના ક્ષેત્રોને આવરી લેતો એ શકવર્તી પુરુષાર્થ હતો.
હેમચંદ્રાચાર્યનું છંદાનુશાસન સમગ્રપણે પ્રાચીન ભારતીય છંદશાસ્ત્રના સાહિત્યમાં ઊંચું સ્થાન ધરાવે છે. આ ગ્રંથ સુવ્યવસ્થિત, સવિસ્તર અને પ્રમાણભૂત છે.
હેમચંદ્રાચાર્યનું અપભ્રંશ વ્યાકરણ અન્ય વ્યાકરણોથી આગળ અને ઉદાહરણોથી પ્રમાણિકતાની સ્પષ્ટ છાપવાળું છે. અન્ય પ્રાકૃત વ્યાકરણોમાં અપભ્રંશની માહિતી ઓછીવધતી છે. તેઓ કાં તો હેમચંદ્રાચાર્યના અર્વાચીન કે ઉપજીવી છે અથવા તેમની માહિતી ટૂંકી અને અવ્યવસ્થિત છે.
કલિ. હેમચંદ્રાચાર્યના અન્ય ગ્રંથોમાં કલ્પનાને પૂરતો અવકાશ હતો જ્યારે
જૈન સાહિત્યના સંશોધક શ્રી હરિવલ્લભ ભાયાણી + ૫૩૭