Book Title: Jain Sahityana Akshar Aradhako
Author(s): Malti Shah
Publisher: Virtattva Prakashak Mandal

View full book text
Previous | Next

Page 594
________________ ૧૯૫૯માં ભુવનેશ્વર (ઓરિસા) ખાતે મળેલ અખિલ ભારત પ્રાચ્ય વિદ્યા પરિષદના વીસમા અધિવેશનના પ્રાકૃત ભાષાઓ અને જૈન ધર્મ વિભાગના પ્રમુખ તરીકે તેમની વરણી થઈ હતી અને Progress of Prakrit and Jain Studies' એ શીર્ષક નીચેનું એમનું અધ્યક્ષીય વ્યાખ્યાન બનારસ યુનિ.ના જૈન સંસ્કૃતિ સંશોધન મંડળ તરફથી પ્રસિદ્ધ થયું છે. ૧૯૬૧માં સણોસરા ખાતે ગુજરાતીના અધ્યાપકસંઘના પ્રમુખપદેથી તેમણે ગુજરાતી કોશ' વિશે વ્યાખ્યાન આપ્યું હતું. એમાં ગુજરાતીમાં કોશરચના-પ્રવૃત્તિનું અવલોકન કરીને, ઐતિહાસિક સિદ્ધાંત અનુસાર રચાવા જોઈતા કોશની રૂપરેખા આપી હતી. ઈ. સ. ૧૯૬૨માં મહામાત્ય વસ્તુપાળના સાહિત્યમંડળ વિશેના ગ્રંથ માટે સુરતની નર્મદ સાહિત્યસભાએ તેમને નર્મદ સુવર્ણચંદ્રક અર્પણ કર્યો. ૧૯૬૨થી ૧૯૬૪ સુધી બે વર્ષ તેઓ ગુજરાત ઇતિહાસ પરિષદના પ્રમુખ હતા. ૧૯૬૬માં વલ્લભવિદ્યાનગર ખાતે ગુજરાત સંશોધક પરિષદના પાંચમા અધિવેશનમાં ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગના પ્રમુખ તરીકે તેમની વરણી થઈ હતી. ૧૯૭૭માં તેમણે ભો. જે. વિદ્યાભવન, અમદાવાદના નિમંત્રણથી ભારતીય સંસ્કૃતિ વ્યાખ્યાનમાળામાં “પ્રબંધાદિમાં ઐતિહાસિક અને સામાજિક વસ્તુ એ વિશે વ્યાખ્યાનો આપ્યાં. પુસ્તકો અને સંપાદનો ઉપરાંત તેમના પાંચસો કરતાં વધુ લેખો ગુજરાતી અને અંગ્રેજીમાં પ્રગટ થયા. શ્રી ભોગીલાલભાઈના નેહીમંડળનો આલેખ એમના ગ્રંથોની અર્પણપત્રિકામાંથી મળે છે. એમણે પોતાનું “ઇતિહાસની કેડી' એ પુસ્તક એમના ફેઈબાને અર્પણ કર્યું છે, જેમણે એમને બાળપણમાં સંસ્કારદીક્ષા આપી. વળી પંચતંત્ર' વિશેની સંશોધન કૃતિ પૂજ્ય મુનિશ્રી પુણ્યવિજયજીને, સંશોધનની કેડી શ્રી રસિકલાલ છો. પરીખને, “ઇતિહાસ અને સાહિત્ય' શ્રી અનંતરાય રાવળને, અન્વેષણા' શ્રી યશવંત શુક્લ અને શ્રી ચંપકલાલ શુક્લ એ મિત્રદ્ધયીને, “Laxicographical Studies in Jain Sanskrit મુનિશ્રી જિનવિજયજીને તથા અનુસ્મૃતિમાં પોતાના પરમગુરુ પ્રજ્ઞાચક્ષુ ૫. સુખલાલજીને અર્પણ કરેલ છે. “મુનિ જિનવિજયજી : જીવન અને કાર્ય એ પુસ્તકનું સમર્પણ વિશ્વાત્મકતા' પામેલા એ પ્રકાંડ સંશોધકને સંસ્કૃત શ્લોકોમાં થયું છે. ઈ. સ. ૧૯૫૧થી ૧૯૭૫ સુધી શ્રી ભોગીલાલભાઈએ મ. સ. વિશ્વવિદ્યાલયના ગુજરાતી વિભાગના પ્રોફેસર અને અધ્યક્ષ તરીકે એકધારી ૨૫ વર્ષ સુધી કામગીરી બજાવી. ઈ. સ. ૧૯૫૮થી ૧૯૭૫ સુધી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલી વડોદરાની વિખ્યાત સંશોધન સંસ્થા પ્રાપ્ય વિદ્યામંદિરના નિયામક તરીકે ૧૭ વર્ષ સુધી કામગીરી બજાવી. એ સમય દરમિયાન ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે પણ તેઓ ચાલુ રહ્યા. સને ૧૯૫૧થી ૧૯૭૫ સતત પચીસ વર્ષ તેમણે વડોદરા યુનિ.ની સેનેટના સભ્ય તરીકે તથા છ વર્ષ સુધી સિન્ડિકેટના સભ્ય તરીકે કામ કર્યું હતું. ૧૯૭૫ની પાંચમી એપ્રિલના રોજ તેઓ નિવૃત્ત થયા. બહુશ્રુત વિદ્વાન અને સંશોધક : શ્રી ભોગીલાલ સાંડેસરા કે પ૪પ

Loading...

Page Navigation
1 ... 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642