Book Title: Jain Sahityana Akshar Aradhako
Author(s): Malti Shah
Publisher: Virtattva Prakashak Mandal

View full book text
Previous | Next

Page 605
________________ નાની મોટી રકમનાં પુરસ્કાર સ્વીકાર કરવામાં આવે ત્યારનું દશ્ય એવું લાગતું કે જાણે લક્ષ્મી સરસ્વતી પાસે જઈને ધન્ય બનતી હોય.' ઈ. સ. ૧૯૯૩માં ગુજરાત રાજ્ય માહિતી ખાતા તરફથી ગુજરાતનાં પ્રસિદ્ધ હસ્તલિખિત ભંડારો' વિષય ઉપર ૩૫ મિનિટની ફિલ્મ બનાવવા માટે પણ ખૂબ જ અગત્યનો ફાળો ભજવેલ, સહયોગ મળેલ. એ ફિલ્મને એવૉર્ડ પુરસ્કાર મળેલ. આમ, અનેક ગુરુ, આચાર્ય ભગવંતોના આશીર્વાદ મળેલ; સંસારી સાધુ બનેલ શ્રી લક્ષ્મણભાઈ ઉપર આપણા શાસનદેવદેવી પણ આશીર્વાદ વરસાવતા હશે. લક્ષ્મણભાઈના સંસારી જીવન કવનમાં તેઓના વિવાહ ખૂબ જ નાની ઉંમરે થયેલ તથા સગાઈ થયા બાદ સનારીનું મગજ અસ્થિર થઈ ગયેલ. સન્નારીના પિતાએ વિવાહ ફોક કરવાની સલાહ પણ આપેલ પરંતુ લક્ષ્મણભાઈએ લગ્ન બાદ મગજ અસ્થિર થઈ ગયું હોત તો તેવું વિચારી બીજા લગ્ન કરવાનો અસ્વીકાર કરેલ અને સગાઈ ચાલુ રાખી શ્રી મોંઘીબહેન સાથે જ લગ્ન કર્યા હતાં. પત્નીને સારી રીતે સાચવી અને સહેજ પણ દુઃખ પડવા દીધું નહિ. સૌ. મોંઘીબહેને આગલા ભવમાં કોઈ સારા પુણ્ય કર્યા હશે તો આવા પતિ પામ્યાં અને આદરભાવ મળેલ. હેમલતા-હેમીબહેનને દેવની દીધેલ દીકરીને દીકરા બરાબર સમજી આનંદમય રહ્યા હતા. દીકરીને બાળપણમાં પંચતંત્રની વાર્તાઓ કહે, જેમાં તેમની એક પુત્રીવત્સલ પિતાની છબી ઊપસી આવ્યા વગર ન રહે. તેઓનાં ઉપર શ્રી ગીતાબહેન એન. શાહે એક કવિતા પણ લખેલ. તમે રહ્યા સંસારે ભોજક, કિત રહ્યા કર્મઠ સંશોધક લક્ષ્મણ અને રેખાનો સંબંધ લક્ષ્મણરેખા. લક્ષ્મણ અને લિપિનો સંબંધ ભૂષણરેખા. ભોજક ચર્મ પડદે પડે તાલ, તમે કર્મ પડદે કરો કમાલ. તમે શોધી રહ્યાં અનુપમ રાહ, અમે બોલી રહ્યા “વાહ ભાઈ વાહ! જીવનના અંત સમયે ૮૭ વર્ષની ઉંમરે દેહ કેન્સરગ્રસ્ત બન્યો હોઈ ગણતરીના દિવસો બાકી રહ્યા હોઈ પથારીમાં સૂતાં-સૂતાં જ સૂચન માટે દીકરી કે ભત્રીજા કે ભત્રીજાવહુને નોટબુક અને પેન ધરે, હંમેશની પેઠે લખવાનો પ્રયત્ન થાય પણ હવે અક્ષરો વણલ્યા, ગરબડ-ગોટાળાવાળા અને છેવટે તો અક્ષર પાડવાનો પ્રયત્ન નિષ્ફળ બનતો જતો હતો. આવી રુણ અવસ્થામાં પણ શ્રુતને લગતા સમાચારોથી રોમાંચ અનુભવતા. ૮૮મા વર્ષે તેમના અવસાન સાથે જાણે કે, હસ્તપ્રતવિદ્યાનો એક યુગ સમાપ્ત પામ્યો! આવું આગવું પ્રદાન કરનાર બીજા લક્ષ્મણભાઈ ભોજકની રાહ આપણે સહુએ અનેક વર્ષો તો જોવી જ પડવાની. પપ૬ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અસર-આરાધકો

Loading...

Page Navigation
1 ... 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642