________________
એમના સ્વાનુભવોમાંથી માનવીય સ્વભાવની લાક્ષણિકતા વિશે. (૨) એમને કામ કરતાં જોતા એમના વિદ્યાપ્રેમ, કાર્યકુશળતા, વિપરીત
સંજોગોમાં પણ સ્વસ્થતા, ધૈર્ય, ચિંતનશીલતા, સદા પ્રસન્ન મનોભાવ
વગેરે ગુણોનો પ્રત્યક્ષ અનુભવ થતો. (૩) હસ્તપ્રતનો ઇતિહાસ, લેખનશૈલી, સચિત્રપ્રતોની માહિતી, લેખનશૈલી અને
કાગળની પરિસ્થિતિને આધારે હસ્તપ્રતોનું સમયાનુમાન કેમ કરવું વગેરે હસ્તપ્રતવિદ્યાની માહિતી એમના મુખેથી વારંવાર સાંભળવા મળતી. હસ્તપ્રતોની કાળજીઃ શ્રી લક્ષ્મણભાઈ પાસેથી હસ્તપ્રતની કાળજી કેમ લેવી તે જાણવા મળતું. જેમ કે તેઓ પ્રત એક હાથથી ન ઉપાડતા.
પ્રત ઉપરની ધૂળ વગેરે સુંવાળા કપડાથી પોચા હાથે સાફ કરતા. (૫) તેઓએ જેસલમેર, પાટણ, ખંભાત, લીંબડી, છાણી વગેરે સ્થળોનાં ઘણા
ગ્રંથભંડારોને વ્યવસ્થિત કર્યા હતાં. પણ વ્યવસ્થિત કરવા એટલે શું? એ તો તેઓ અત્યારે કુટકર (હસ્તપ્રતોનાં છૂટા છૂટા) પત્રો તે જે રીતે વ્યવસ્થિત કરે, એ જોવાથી ખ્યાલ આવતો. એમાં સૌ પ્રથમ પત્રોને છૂટા પાડવા, ધૂળ વગેરે સાફ કરવી, પત્રોના છેડા જો વળી ગયા હોય તો સીધા કરવા, વિષયવાર વિભાજન કરવું, દરેક વિષયનાં પત્રોની થપ્પીઓ અલગ-અલગ કરવી, તેમાંથી આગમ, પ્રકરણ, જ્યોતિષ, કાવ્ય, વૈદ્યક વગેરે વિષયમાંથી દરેક પત્રના આદિ અંત વાંચીને કૃતિઓ / ગ્રંથો ઓળખવા અને જુદા તારવવા – આ વખતે બધા પત્રો ટેબલ ઉપર પાથરવા અને પત્રો ઊડી જાય નહિ માટે પંખો પણ બંધ કરવો અને એકાગ્રચિત્તે દરેક ગ્રંથો | કૃતિઓને જુદી તારવ્યા પછી કેટલોગ કરાવવું. આ પ્રતોને વ્યવસ્થિત કરવાનું કાર્ય કેટલું કપરું છે. આવું કાર્ય જેફ વયે પણ પૂજ્ય શ્રી લક્ષ્મણભાઈ ઘેર્ય-કુશળતા, ખંતથી કરતા, જે આપણા જેવા માટે ખૂબ પ્રેરણાદાયક બનતું.
તેઓ લિપિના જ્ઞાનના અગાધ સાગર સમા લાગે, લખવાની જુદાજુદા પ્રકારની શાહી કઈ રીતે બનાવવામાં આવતી તેનું સંપૂર્ણ જ્ઞાન ધરાવે અને બતાવે પણ ખરા. લિખંતર માટે એકાગ્રતા, મનોયોગની સાધના તથા પૂર્વાપર સંબંધની તાલબદ્ધતા કેળવવી પડે છે. શ્રી લક્ષ્મણભાઈ ભોજકનું કાર્ય મરજીવો સાગરનાં તળિયેથી મોતી શોધી લાવે, સુવર્ણકારની દુકાનમાંથી બહાર ફેંકાયેલ ધૂળમાંથી સોનાના કણને શોધતા. ધૂળધોયાના કાર્ય જેટલું કઠિન લાગે. હમણાં નહિ પછી મળજોને એવું ક્યારેય ન કહે, અપાર સુજનતાનાં દર્શન કરાવે. લિપિ વિશે આ હાલતી ચાલતી યુનિવર્સિટી કહી શકાય. લક્ષ્મણભાઈ ભોજક એલ. ડી. પ્રાચ્ય વિદ્યામંદિરનું જ નહિ, જૈન સંસ્કૃતિ જ નહિ પણ સમગ્ર ગુજરાતનું આભરણ હતું. ચીંથરે વીંટું રતન હતું જેના થકી, ગુજરાતનું વિદ્યાજગત વધારે રૂડું થઈ ગયું હતું.
સુજ્ઞશ્રી લક્ષ્મણભાઈ ભોજક કે પપપ