________________
પણ શરમાવે તેવો તરવરાટ, કાર્યપદ્ધતિ – આ હતું શ્રી લક્ષ્મણભાઈ ભોજકનું અતિદુર્લભ વ્યક્તિત્વ. સર્વભાવસમર્પિત, વિનય, વિવેક, વિશ્વાસ, સમતા, શાંતિ અને ધીરજ જેવાં તેમના સદ્ગુણો હતા. સ્વપુરુષાર્થથી જ્ઞાન પ્રાપ્ત કરનાર લક્ષ્મણભાઈ જન્મજાત સંતોષી પ્રકૃતિના હતા, ધનસંપત્તિ કે ભોગવિલાસની ઇચ્છા નતા રાખતા. તેમણે કામ પર નજર રાખી હતી. કદી વેતનવધારો નથી માગ્યો. કર્તવ્યનિષ્ઠા અને પ્રામાણિક એટલા કે એમને સોંપેલું કામ એ કોઈ પણ ભોગે કરવાની કાળજી રાખે.
શ્રી લક્ષ્મણભાઈ ભોજકનું લખાણ જોઈએ તો તદ્દન સીધી લીટીમાં, સરખા કદના સુરેખ અક્ષરોમાં, કાળજીપૂર્વક, અક્ષરે અક્ષરની ચોકસાઈ. જાણે કે યંત્રનિર્મિત હોય તેવા મૂળાક્ષરો, અંતર્ગત ચિલો, સંયુક્તાક્ષરો, સંક્ષેપો, વિરામચિલો, અંકચિહ્નો ઈત્યાદિની સંપૂર્ણ જાણકારી જોવા મળતી. સમ્રાટ અશોકનાં સમયથી આજ સુધીની લિપિ ઉકેલી શકતા. સાતમા સૈકાનું ઈ. સ. ૬૩૮ ધ્રુવસેન બીજાનું વલ્લભીપુરના રાજાનું દાનપત્ર પણ વાંચેલ. છઠ્ઠા સૈકામાં લખાયેલ આગમો તેમ જ લગભગ ૧૦૦ વર્ષ પહેલાંના આગમોની લિપિ પણ વાંચી શકતા. લિપિના અનેક ચાર્ટ પણ તૈયાર કરેલ, ૭૦૦થી પણ વધારે સાધુ-સાધ્વીજી ભગવંતોને શિખવાડેલ. જિજ્ઞાસુ-જ્ઞાન પિપાસુને પણ પદ્ધતિસરનું જ્ઞાન પીરસેલ. અનેક કાર્યશિબિરો ગોઠવેલ. ન ભણેલાને પણ ભણાવે અને વધુ ભણેલાને પણ ભણાવે. દેશ-પરદેશના વિદ્વાનો એમના જ્ઞાનનો લાભ લેતા અને એમના મંતવ્ય અને અભિપ્રાય પર મદાર બાંધીને આગળ કામ કરતા, તેમની કાર્યશૈલી આગળ એમ.એ, પીએચ.ડી, ડી.લીટ, એમ.બી.એ. વગેરે પાણી ભરતા એમ કહેવાય.
એમની પાસે બેસીને ઐતિહાસિક વાર્તા, શાસ્ત્રની વાત સાંભળવા મળે તે એક લહાવો ગણાતો.
પુરાણી હસ્તપ્રતો - પીંખાઈ ગયેલ હસ્તપ્રતોની પોથીઓનાં પાનાં મેળવવાની કડાકૂટ, જરૂરી હસ્તપ્રત માટે દૂર-દૂરનાં ધક્કા ખાવાની તૈયારી, લિપિ વિશેષજ્ઞની આ બધી કામગીરી જટિલ જણાતી હોય છે, તે પણ કુશળતાપૂર્વક પાર પડેલ છે. હસ્તપ્રતોને બે પાકા પૂંઠા વચ્ચે ગોઠવી એની ઉપર લાલ કપડું આવરણ કરી તેના કદ પ્રમાણે તૈયાર કરેલ લાકડાનાં દાબડામાં સાચવે. હસ્તપ્રતો મુખ્યત્વે ચાર-પાંચ સદીઓ જેટલી અને થોડે અંશે પાંચ-દસ સદીઓ જેટલી પ્રાચીન હોય છે. જ્યારે અભિલેખો તો હજાર, દોઢ હજાર, બે હજાર વર્ષ જેટલાં પ્રાચીન હોય છે. તેમાં પણ લિપિવિદ્યાની જાણકારી જરૂરી હોય છે. આ માટે સર્વશ્રેષ્ઠ આપણા શ્રી લક્ષ્મણભાઈ ભોજક જ હતા. હસ્તપ્રતોના જર્જરિત કાગળ-પાનાની સાચવણી માટે ઘોડાવજનો ભૂકો લાઈબ્રેરી, ગરમ કપડાં, કપડાં વગેરેમાં વાપરતા, ચોંટી ગયેલી પ્રતોને ઉખાડવા ભેજવાળા કપડામાં વીંટી રાખવા તેમ જ સહેલાઈથી આંગળીના હલન-ચલનથી છૂટા પાડવામાં પાવરધા હતા. પુસ્તકોનું પડીલેહેણ સારી રીતે કરતાં. લક્ષ્મણભાઈનાં ત્રણે-ક-પ્રતીકો : પપર + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો