________________
કહી શકાય. મુનિ જિનવિજયજીના હાથ નીચે કારકિર્દીના આરંભમાં કામ કરવા મળ્યું એટલે કે તેમણે કારકિર્દીની શરૂઆત જૈનસાહિત્યના સંપાદનથી કરી અને ત્યાર બાદ પોતાની કુશળતાથી તેમણે વિદ્યાના અનેક ક્ષેત્રોમાં વિદ્વત્તા પ્રાપ્ત કરી. અનેક પ્રાકૃત ગ્રંથોનું સંપાદન તેમણે કર્યું. પ્રાકૃતની સાથેસાથે તેની સાથે સંલગ્ન મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને અપભ્રંશ સાહિત્યમાં પણ તેમણે પોતાની પ્રજ્ઞાને પ્રસરાવી. જેનસાહિત્યના અગાધ મહાસાગરમાં ડૂબકી લગાવીને તેમણે અમૂલ્ય ગ્રંથરૂપી રત્નોની પ્રાપ્તિ જ્ઞતને કરાવી. કનૈયાલાલ મુન્શી અને મુનિ જિનવિજયજીના માર્ગદર્શન હેઠળ કાર્ય કરતા અનેક જૈન મુનિઓના સંપર્કમાં પણ રહેતા હતા. જેમ કે મુનિ પુણ્યવિજયજી, પૂ. કસ્તૂરસૂરિજી, વર્તમાનમાં પણ પૂ. પ્રદ્યુમ્નસૂરિજી, પૂ. શીલચંદ્રસૂરિજી વગેરેના સંપર્કમાં તેઓ રહેતા હતા અને તેમને માર્ગદર્શન ઉપરાંત પ્રોત્સાહન પણ પૂરું પાડતા હતા. પ્રસિદ્ધ વિદ્વાન જયંત કોઠરીના મતે તેઓ સંઘર્ષ ભીરુ હતા પરંતુ વાદપ્રતિવાદના ભીરુ ન હતા. તેઓ ઊહાપોહમાં રસ લેનારા હતા પરંતુ મતપ્રવર્તક ન હતા.” આ તેમની ઉત્તમતાનું દર્શન છે. તેમના સ્વભાવના કારણે અને જ્ઞાનપિપાસાના કારણે તેમના મિત્રવર્તુળમાં મનોવિજ્ઞાનીઓ, સમાજશાસ્ત્રીઓ, રાજનીતિના જાણકાર, કલાકારો, કવિઓ, નાટ્યકારો એમ દરેક ક્ષેત્રના જ્ઞાનીઓ હતા.
| ડૉ. હરિવલ્લભ ભાયાણીનું જીવન
૨૬ મે, ૧૯૧૭ના રોજ ભાવનગર તાલુકાના મહુવા ગામમાં વૈષ્ણવ કુટુંબમાં તેમનો જન્મ થયો હતો. પિતા ચુનીલાલ અને માતા ગંગાબહેનનું અવસાન જન્મના બીજા જ વર્ષે થયું. જન્મ પછી તેમના માતા અને પિતા એકમાત્ર તેમના વિધવા ઘદીમા પોતીબાઈ હતા. હરિવલ્લભ અને તેમની મોટી બહેન પૂજા બંનેના પાલનની જવાબદારી દાદીમા પર આવી. એક તો જુવાનજોધ પુત્ર અને પુત્રવધૂનું અવસાન અને બીજી બાજુ બે બાળકોનો ઉછેર કરવાની જવાબદારી. ધાર્મિક સંસ્કાર પામેલાં ઘદમાએ મજૂરી કરીને બંને બાળકોનો ઉછેર કર્યો. ગરીબ છતાં તે સ્વમાની હતાં. કોઈની પાસે હાથ લાંબો કરવાની ભાવના ન હતી. નાનપણમાં હરિવલ્લભ અને બહેન બંનેને ઉટાંટિયાનો રોગ થયો. તેમાં પૂજાનું અવસાન થયું. આમ અનેક દુઃખોના ડુંગર પડવા છતાં દાદીમા પોતીબાઈએ હરિવલ્લભનો ઉછેર કર્યો. બાળપણથી જ હરિવલ્લભે જીવનના તડકાનો જ અનુભવ કર્યો હતો તેમાં છાયા સમાન તેમનાં દાદીમા હતાં. હરિવલ્લભ ભાયાણીએ પોતાના જીવનની પાઠશાળા તરીકે આ પરિસ્થિતિને ગાયું છે.
“આ શાળા જેવીતેવી હતી? નહીં માસ્તર, નહીં વર્ગ, નહીં પાઠ, નહીં ચોપડી અને તોપણ એ બધુંય ખરું, એનો કોઈ નક્કી વખત નહીં. ચોવીસ કલાકમાં લવે ત્યારે ને ફાવે તેમ ચાલે. ઊઠતા સૂતા, ખાતા પિતા, રમતાભમતાં ભણવાનું એની
જૈન સાહિત્યના સંશોધક શ્રી હરિવલ્લભ ભાયાણી કે પર૯