________________
“પઉમચરી” પીએચ.ડી.નું કાર્ય ૧૯૫૧માં નવ વર્ષે પૂરું થયું. આ સમયમાં તેમણે અપભ્રંશ ભાષા પર થયેલા કાર્યનો અભ્યાસ કર્યો. ત્યાર બાદ સંશોધન કાર્ય ચાલુ રહ્યું. મુંબઈથી પોતાના દાદીમાને રકમ મોકલતા. પગાર વધતા દદીમાને મુંબઈ લાવ્યા. મુંબઈમાં ૧૯૫૦માં ચંદ્રકળા સાથે લગ્ન થયાં. કમૂરતામાં લગ્ન કર્યા. ૧૯૫૧માં પીએચ.ડી. થયા પછી મુંબઈ યુનિ.માં અધ્યાપક તરીકે જોડાયા. ૧૯૫૩માં પુત્ર ઉત્પલનો જન્મ થયો. શ્રી ઉમાશંકર જોશીના આગ્રહથી ૧૯૬૫માં અમદાવાદ ભાષા સાહિત્યમાં જોડાયા. ૧૯૭૫ પછી લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં જોડાયા. ત્યાર પછી સંશોધન અને સંપાદનમાં વેગ આવ્યો. સાથે શરીર પણ વૃદ્ધ થતું ગયું. ઈ. સ. ૨૦૦૦માં તબિયત બગડી અને બે મહિનાની માંદગી બાદ ૧૧-૧૧-૨00ના રોજ તેઓનો દેહાંત મુંબઈમાં થયો. સાહિત્ય સાધના
सव्वो गाहाउ जणो वीसत्यो भणइ सव्वगोष्ठीसु।
परमत्थो जो ताणं सो जाओ मइछइल्लेहि। સર્વ લોકો જ્ઞાનગોષ્ઠીઓમાં વિશ્વસ્ત થઈને ગાથા (કવિતા) બોલે છે પરંતુ તે ગાથાનો ગૂઢ અર્થ = પરમાર્થ તો અત્યંત છેલ = વિદ્વાન પુરુષો જ જાણે છે.
| (Iીવના – વેજ્ઞાન) કાવ્યને બધા જ બોલી જાણે છે પરંતુ તેના પરમાર્થને જાણનારા વિરલ હોય છે તે જ પંડિત = વિદગ્ધ કહી શકાય. આ પરિસ્થિતિ સર્વકાલીન કહી શકાય. પ્રાચીન પ્રાકૃત ગાથા ઘણું કહી જાય છે. એવું જોવા પણ મળે છે. હરિવલ્લભ ભાયાણી ગાથા = કવિતાના પરમાર્થને જાણનારા છેલપુરુષ હતા. તેમની પ્રજ્ઞા દરેક વિષયમાં વ્યાપ્ત થતી હતી અને જે વિષયનો તેમણે અભ્યાસ કર્યો તે વિષયનું તલસ્પર્શી જ્ઞાન તેમણે પ્રાપ્ત કર્યું હતું, ઉપરછલ્લું નહીં.
ભારતીય સાહિત્ય, કલા, વિવેચન, તત્ત્વજ્ઞાન એમ દરેક વિષયમાં તેમણે નિપુણતા પ્રાપ્ત કરી. આ ઉપરાંત પાશ્ચાત્ય સાહિત્ય અને તત્ત્વજ્ઞાનનો પણ તેમણે અભ્યાસ કર્યો હતો.
જયંત કોઠરી લખે છે કે,
ભાયાણી સાહેબ પાસે બેઠા હોઈએ એટલે વિદ્યાનો અજબગજબનો ખજાનો ખુલ્લો થાય. કેટલી વિદ્યાશાખાઓમાં તેમની અનવરુદ્ધ ગતિ! પ્રાચીન સંસ્કારવારસાની ખેવના પ્રગટ કરે સાથે આજની સાંસ્કૃતિક કટોકટીનું ચિંતન કરે. મધ્યકાલીન ગુજરાતીની સાથે આજના ગુજરાતી સાહિત્યમાં પણ ખૂબ રસ લેતા હોવાથી સર્વભોગ્ય બન્યા. તેમની જ્ઞાનની ઝંખના સાહિત્યવિદ્યા અને ભાષા અભ્યાસ પૂરતી ન હતી, જીવનના દરેક ક્ષેત્રમાં હતી. તેમના સંપાદનોમાં આપેલા શબ્દકોશોમાં સૌથી આધારભૂત વિદ્વત્તાનાં ઊંચાં ધોરણોની સાથે વ્યવહારુતાનો
જૈન સાહિત્યના સંશોધક શ્રી હરિવલ્લભ ભાયાણી + પ૩૧