________________
“સમય રેત પર અંકિત રહેશે, ભુવનભાનુનાં પગલાં, નીતર્યું જે અમૃત ક્લમથી, અમર થઈ ગયા ગ્રંથ સદા. કલમથી ટપકેલી શાહીએ, પાલ્યા જીવનના પંથ, જિન શાસનને મળશે ફરીથી ક્યારે આવો વિરલ સંત. ચાંદની રાતે કલમ ચલાવી, વિવિધ ગ્રંથો કર્યા તૈયાર, પાક્યો નથી કોઈ વિદ્યાસાગર, આ અવિન પર એકવાર. મધુર કંઠે શબ્દો રણકતા, અનુપમ શાતા આપતા, જ્યાં જ્યાં પાવન ચરણો પડ્યા ત્યાં ભવનાં વિઘ્નો ભાગતા.’
કથા-કથન કૌશલ્ય
કથાના અંશ-અંશમાંથી જીવન રહસ્યો ખેંચી કાઢવાની અદ્વિતિય હથોટી હતી. તે હથોટીએ હૈયાના ઊંડાણમાંથી નીકળતી વાણી તે ફક્ત વાણી જ ન હતી, પરંતુ તેમના જીવનનું, પ્રતિભાનું, તેમના ઉપર ઊતરેલી ગુરુકૃપાનું, પાંડિત્યનું પ્રતિબિંબ હતી, જે શ્રોતાઓના હૈયા સુધી પહોંચી જતી હતી. તેનું ઉત્તમ ઉદાહરણ કથા ‘અમીચંદની અમીષ્ટ' જે વાંચતાં વાચક રડી પડે છે. વાણી જેટલી ઊંડેથી નીકળે તેટલા ઊંડાણ સુધી પહોંચે છે. અસીમ ગુરુકૃપા હોય, અજોડ બુદ્ધિપ્રતિભા હોય, પ્રકાંડ પાંડિત્ય હોય, વિપુલ શાસ્ત્રબોધ હોય, જીવો પ્રત્યે કરુણાભાવ અને પ્રકર્ષપ્રાપ્ત પરાર્થવૃત્તિ હોય, ઔપપાતિકી, વૈનયિકી, કાર્મિકી અને પારિણામિકી એ ચાર પ્રકારની બુદ્ધિનો સુભગ સમન્વય થયેલો હોય અને અપાતો ઉપદેશ જીવનમાં સંપૂર્ણ વણાયેલો હોય અને પછી જે પ્રવચનધારા વહે તે મોહચંડાલના કેવા બૂરા હાલ કરે તે તો પૂજ્યશ્રીના પ્રવચનો સાંભળનારા હજારો શ્રોતાઓએ અનુભવેલો આસ્વાદ છે. દ્રવ્યાનુયોગ કે ગણિતાનુયોગના તો પૂજ્યશ્રી ખૂબ સારા નિષ્ણાત હતા જ, ગ્રંથસ્થ ચરણકરણાનુયોગને પોતે જીવનસ્થ બનાવ્યો હતો.
ગણધરવાદ – એટલે તર્કથી તત્ત્વ તરફ્ની યાત્રા. ભવ્ય જીવો તરફ કરુણા લાવીને સાવ સાદી અને સરળ ભાષામાં તેમની કલમની કરુણા કાગળ ઉપર વહીને જે ગ્રંથ તૈયાર થયો તે બુદ્ધિજીવીઓને મનભાવન ભોજનસ્વરૂપ ગ્રંથ એટલે ગણધરવાદ. ૧૪ વિદ્યાના પારગામી ઇન્દ્રભૂમિ ગૌતમ વગેરે ૧૧ બ્રાહ્મણોની જીવ અને તત્ત્વોની તર્કપુરસ્કર કરેલી સિદ્ધિ અને જીવ, કર્મ વગેરેના સ્વતંત્ર અસ્તિત્વ અંગેની શંકાનું નિવારણ તેમના સમર્પણ અને શ્રદ્ધાનો પાયો બની.
ગઘે પ્રાર્થના : સાધનાનો કોઈ પણ યોગ યંત્રવત્ ન બની જાય અને ચેતનાથી ધબકતો રહે તે પૂજ્યશ્રી હંમેશાં ઇચ્છતા હતા. ક્રિયા માટે અહોભાવ રહે અને તે ચેતનવંતી બને તે માટે અનેક તરકીબો પોતાની કુશળતાથી શોધી કાઢતા અને સાધનામાં પ્રાણ પૂરતાં. પ્રભુને હૈયામાં પધરાવવા અને પ્રભુના હૈયાની સ્પર્શના કરવાનો શ્રેષ્ઠ માર્ગ એ ભક્તિ માર્ગ અને તે માટે પ્રભુ સાથે વાર્તાલાપ કરવો જરૂરી છે. પૂર્વાચાર્યોએ રચેલા સ્તવનોમાં ભાવ, સ્ફુરણાઓ, સંવેદનાઓ,
૫૦૮ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો