________________
અને શિખીકુમાર' અને યશોધર મુનિ ચરિત્ર' આ ચાર પુસ્તકોમાં જે વિવેચન સમાયેલું છે એ વાચકોના જીવનને અજવાળે તેવું છે. જીવનના સુંદર રહસ્યો તેમાં છુપાયેલા છે. ઉચ્ચ પ્રકાશના પંથે
આ ગ્રંથમાં સાનુબંધ ક્ષયોપશમ નામના પાંચ ઉપાય બતાવેલ છે. (૧) અનાયતન, (૨) પરિણત આલોચન, (૩) ગુણ આકર્ષણ, (૪) દોષઘૂણા, (૫) ગુણપોષક સ્થાન અને નિમિત્તનું સેવન જણાવેલ છે. ધ્યાન શતક
અનભિજ્ઞ જીવોને સમજાવવા માટે પૂ.આ. શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજે એક સરળ વિવેચનગ્રંથમાં મૂળ ગ્રંથના તમામ પદાર્થોને સમજાવ્યા છે. તેનું વિવેચન ગુજરાતી ભાષામાં હોવાથી અને ધ્યાન અંગે સંપૂર્ણ માર્ગદર્શન હોવાના કારણે પઠનીય બન્યો છે. પ્રસ્તુત ગ્રંથમાં મૂળ શ્લોક, તેનો ભાવાર્થ અને ત્યાર બાદ વિસ્તૃત વિવેચન સરળ ભાષામાં કરવામાં આવ્યું છે. ધ્યાન શતકમાં બે અશુભ
ધ્યાન – આર્ત અને રૌદ્ર તથા બે શુભ ધ્યાન – ધર્મ અને શુક્લ ધ્યાનનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. આ ગ્રંથ ધ્યાનમાર્ગના સાધક માટે દિવાદાંડી સમાન છે. તેમની વિવેચનશૈલી રોચક છે. આમ મૂળ ગ્રંથના રહસ્યને સ્પષ્ટ કરનાર આ વિવેચન પણ જૈન ધ્યાન પદ્ધતિનો સુંદર ખ્યાલ આપનાર ગ્રંથ છે. પાળે પળાવે પંચાચાર
જ્ઞાનાચાર જેના રક્તમાં, હૈયામાં અને રોમેરોમમાં વણાયેલો છે. તેમનો જ્ઞાનાચાર (૧) અધ્યયન, (૨) અધ્યાપન, (૩) પ્રવચન, (૪) વાચના, (૫) શિબિર, લેખન દ્વારા વિસ્તૃતતાના આભને આવ્યો છે. જ્ઞાન સાધનામાં ગળાડૂબ રહેતાં. આચારો પાળવામાં, પળાવવામાં પણ ખૂબ ચુસ્ત હતા. પૂજ્યશ્રીની પ્રતિભા એવી હતી કે તેમનો સંસર્ગ જેટલો સમય ગાળો તેટલો સમય ખરેખર જીવનનો ઉત્તમ સમય બની રહેતો. પ્રવચનના માધ્યમે તેમના હૈયામાંથી નીકળતી વૈરાગ્યની વાતો, શિબિરના વેધક પ્રવચનો, અદ્વિતિય અધ્યાપનની કૌશલ્ય શક્તિએ સવા બસો જેટલા શિષ્યો, પ્રશિષ્યોનો વિશાળ સમુદાય ઊભો કર્યો.
- પૂજ્યશ્રી સાંપ્રદાયિક પક્કડ, વૈચારિક વ્યામોહ અને સંકુચિત દૃષ્ટિથી દૂર રહેતા. રાગદ્વેષનો ક્ષય થાય એવું શિક્ષણ એ જ ખરું શિક્ષણ. તેમના પ્રવચનથી પ્રભાવિત થઈને વાઈસ ચાન્સલરે પણ પ્રતિજ્ઞા (નિયમ) લીધી હતી. તેમના શબ્દો પાછળ તેમની જીવનસાધનાનું બળ હતું. અનુભૂતિનો રણકાર હતો. ભગવાન પ્રત્યે અવિહડ પ્રેમ ધગધગતો હતો. તેમની અપ્રમતતા મુનિ સા ના આચારાંગ સૂત્રનાં જીવંત સંસ્કરણ સમ લાગતી.
પૂ. આ. શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજનું જીવન-કવન + ૫૦૭