________________
નામો લઈ શકાય, પોતાની આગવી બુદ્ધિશક્તિ, કાર્યકુશળતા અને બધાને સાથે રાખીને કાર્યો કરવાની આગવી પદ્ધતિને કારણે એક અજોડ અને જૈન યુવાનોના ઉત્કર્ષની વિશ્વવિખ્યાત સંસ્થા ફૂલીફાલી.
શ્રી મોતીચંદભાઈએ અને અન્ય વિદ્વાન જૈન આગેવાનોએ ઘણા પ્રયત્નો કર્યા છતાં પણ, ૧૦૦૮ શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજીએ શુભભાવથી જે પ્રેરણા કરેલ તે ‘સરસ્વતી મંદિર”નું પૂર્ણ સ્વરૂપ એટલે કે જૈન યુનિવર્સિટીના નિર્માણનું કાર્ય અધુરું રહી ગયું. જ્યાં વ્યવહારિક ઉચ્ચ શિક્ષણ (ડિગ્રી કોર્સીસ) અને ધાર્મિક પુરાતન શાસ્ત્રોનો તલસ્પર્શી અભ્યાસ પૂર્ણ રૂપે થઈ શકે અને વિદ્વાનોને પદવી પણ આપી શકે, આ મહાન કાર્યનો ભાર, પોતાનું અધૂરું સ્વપ્ન તેઓ આપણાં ૫૨, વર્તમાન પેઢી ૫૨, અમીટ આશાથી છોડતાં ગયાં છે. આ દિશામાં પ્રયત્ન થાય અને પરિણામ મળે તો આપણાં પૂર્વ વિદ્વાનો અને ગુરુભગવંતોને એક ઉત્કૃષ્ટ શ્રદ્ધાંજલિ અર્પી શકાય.
શ્રી જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સના નેજા હેઠળ સમગ્ર ભારત દેશમાં જૈનોના સામાજિક અને ધાર્મિક કાર્યોમાં ઊભી થતી મુશ્કેલીઓમાં આ સંસ્થા દ્વારા ઘણાબધા ઉકેલ લાવવામાં શ્રી મોતીચંદભાઈએ પોતાની સૂઝબૂઝ અને કાયદાકીય જ્ઞાનની મદદથી આગેવાની પૂરી પાડેલ. પોલિટીકલ એન્ડ રિફોર્મસ ડિપાર્ટમેન્ટ, ગવર્નમેન્ટ ઑફ બોમ્બેમાં પીટીશન દાખલ કરી, કેસને માનવતા અને ધાર્મિક લાગણીના મુદ્દે લડીને શ્રી મોતીચંદભાઈએ ચૈત્ર સુદ ૧૩, મહાવીર જ્યંતીની જાહેર રજાની મંજૂરી કાયમ માટે મંજૂર કરાવી હતી. વ્યવસાયિક નોકરિયાત અને સરકારી કે અર્ધસરકારી કર્મચારીઓને ધર્મક્રિયા અને ઉજવણી માટે સુગમતા રહે તે માટે આ રજાનું ખૂબ જ મહત્ત્વ હતું. શ્રી મોતીચંદભાઈએ કાયદાકીય જ્ઞાન અને કુનેહપૂર્વક બ્રિટિશ કૉર્ટમાં લડત આપી, સંઘર્ષ કરીને આ કાર્ય પાર પાડ્યું, જે જૈન સમાજ માટે ખૂબ જ ઉપકારી સાબિત થયું. આજે પણ આ રજા આપણને મળે છે તે માટે શ્રી મોતીચંદભાઈનું મોટુ યોગદાન છે.
શ્રી મોતીચંદભાઈના સાહિત્યલેખન, મુદ્રણ અને પ્રકાશનના અભિયાનમાં શાસ્ત્રીય શુદ્ધિકરણ, ભાષા, સ્ખલના નિવારણ, અને લેખનના ઉદ્દેશમાં વૃદ્ધિ થાય તેમ પરોપકાર હેતુ એ મદદ કરનાર અને લેખનના દોષોમાંથી મુક્તિ અપાવનાર મુખ્યત્વે પન્યાસજી શ્રી આનંદસાગરજી, મુનિરાજશ્રી મણિવિજ્યજી, શ્રી રંગવિજ્યજી મ.સા. અને પન્યાસજી મ.સા. શ્રી ગંભીરવિજ્યજીના ખૂબ જ ઉપકાર છે. આ ઉપરાંત આ અધ્યાત્મશાસ્ત્રના સાહિત્યની લેખનયાત્રાના પ્રણેતા પૂજ્યશ્રી કુંવરજીભાઈ કાપડિયા, શ્રી અમચંદ ઘેલાભાઈ, શ્રી નરોત્તમદાસ ભાણજી કાપડિયા, શ્રી નેમચંદભાઈ કાપડિયા અને શ્રી પરમાનંદભાઈ કાપડિયા, આ સર્વેનો ખૂબ જ સહકાર અને પુરુષાર્થ પ્રાપ્ત થયો.
સતત અપ્રમાદ, આત્મશુદ્ધિનો પુરુષાર્થ, ધર્મક્રિયાઓ, શાસ્ત્રવાંચન, શ્રવણ,
સુશ્રાવક શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયા ‘મૌક્તિક' + ૪૪૧