________________
રજૂ કર્યો. તેમણે પૂનામાં શ્રી સતીષચંદ્ર વિદ્યાભૂષણ અને બીજા વિદ્વાનોની સાથે વિચાર વિમર્શ કરીને સાહિત્ય પ્રકાશન માટેની યોજના બનાવી, જૈન સાહિત્ય સંશોધક સમિતિની સ્થાપના કરી. સાથે સાથે એને સાહિત્ય સંશોધક' નામની ત્રિમાસિક પત્રિકા તથા ગ્રંથમાળાના પ્રકાશનની શુભ શરૂઆત કરી.
પૂનામાં તેમનો પરિચય પ્રસિદ્ધ સ્વાતંત્ર્યસેનાની લોકમાન્ય ટિળક સાથે થયો. તેઓ કોઈક કોઈક વાર શાસ્ત્રીય ચર્ચા માટે મુનિશ્રી પાસે આવતા રહેતા. તે જ દરમિયાન મુનિશ્રીનો ફરગ્યુસન કૉલેજના પ્રો. રાનડે, પ્રો. ડી. કે. કર્વે વગેરે પ્રસિદ્ધ વિદ્વાનો સાથે નિકટનો સંબંધ સ્થપાયો. વિ.સં. ૧૯૭૬ના ચાતુર્માસના અંતમાં તેઓ તાવના તીવ્ર સકંજામાં સપડાયા. કેટલાક મહિનાઓ સુધી તેઓ નિષ્ક્રિય થઈને પડ્યા રહ્યા. આ જ સમય દરમિયાન સર્વે ઓફ ઇન્ડિયા સોસાયટીના કાર્યાલયમાં તેમની મુલાકાત ગાંધીજી સાથે થઈ અને પોતાના જીવન અંગે તેમણે ગાંધીજી સાથે વિચારવિમર્શ કર્યો.
આમ મુનિશ્રીનો પૂનાનિવાસ તેમના જીવનમાં વળાંક લાવવામાં અત્યંત મહત્ત્વપૂર્ણ સાબિત થયો, કારણ કે આ નિવાસ દરમિયાન તેમનો પરિચય લોકમાન્ય ટિળક તથા પ્રસિદ્ધ ક્રાંતિકારી શ્રી અર્જુનલાલ શેઠી સાથે થયો. આ. પરિચયથી તેમનામાં દેશની સ્વાધીનતાના વિચારો પ્રવાહિત થયા. તેઓ ટિળકના રાજનૈતિક વિચારોથી અત્યંત પ્રભાવિત થયા. અહીં ફરીથી તેમના અંતઃકરણમાં નવીન વિચારધારા વહેવા લાગી. દેશની પરાધીનતા તેમને ખટકવા લાગી અને ત્યાગી અવસ્થામાં નિષ્ક્રિય રહેવા કરતાં તેનો ત્યાગ કરવાનું તેમણે ઉચિત માન્યું. જૈન સાધુજીવનનાં બંધનો છોડી દેવાનો પોતાનો નિશ્ચય તેમણે વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધ કર્યો.
સનું ૧૯૨૦માં મહાત્મા ગાંધીજીએ અસહયોગ આંદોલનની જાહેરાત કરી. મુનિશ્રીએ આ આંદોલનમાં ભાગ લેવા માટેનો સંકલ્પ કર્યો અને ગાંધીજી પાસે મુંબઈ પહોંચ્યા. ત્યાંથી તેમની સાથે જ અમદાવાદ ગયા અને ત્યાં ચાર-પાંચ દિવસ સત્યાગ્રહ આશ્રમમાં રહ્યા. ગાંધીજી સાથે વિચાર વિનિમય કરતા રહેતાં, અંતે એવું નક્કી થયું કે ગાંધીજી દ્વારા સ્થપાયેલ ગુજરાત વિદ્યાપીઠમાં એક રાષ્ટ્રીય સેવક તરીકે મુનિશ્રી સહયોગ આપતા રહેશે. તેમના જીવનક્રમ અને દિનચર્યામાં પરિવર્તન અનિવાર્ય બન્યું.
થોડા દિવસોમાં વિદ્યાપીઠમાં ગુજરાત પુરાતત્ત્વ મંદિરની સ્થાપના થઈ. ગાંધીજીએ મુનિશ્રીને તેના આચાર્ય બનાવ્યા અને તેઓ “પુરાતત્ત્વાચાર્ય પદથી વિભૂષિત બન્યા. અહીં મુનિશ્રીએ પુરાતત્ત્વ નામની સંશોધાત્મક ત્રિમાસિક પત્રિકા અને સંસ્કૃત-પ્રાકૃત-પ્રાચીન ગુજરાતી વગેરેનાં ગ્રંથોના પ્રકાશન માટે પુરાતત્ત્વ મંદિર ગ્રંથાવલી' માળાની યોજના બનાવી અને તે પ્રમાણે કામ શરૂ કરી દીધું.
સન્ ૧૯૨૧માં નાગપુરમાં કોંગ્રેસ અધિવેશનમાં ગાંધીજી સાથે ગયા ત્યાં તેમણે નાગપુરમાં આયોજીત જૈન પોલિટિકલ કોન્ફરન્સનું સંચાલન કર્યું. ૬૮ + ૨ અને રુસદીજૈન ઝાયિન અક્ષર-આરાધકો