________________
શતાવધાની શ્રી ધીરજલાલ ટોકરશી શાહ
જ વસંત વીરા
B.Sc. તથા D. Pharm.નો અભ્યાસ કરીને, મોકો મળ્યો ત્યારે Jainologyનો અભ્યાસ કરીને પોતાનો સ્વાધ્યાય-રસ જીવંત રાખનાર શ્રી વસંતભાઈએ શ્રી ધીરજલાલ ટોકરશી શાહની બહુમુખી પ્રતિભાનો, તેમના જીવનની ચડતી-પડતી અને સંઘર્ષોનો તથા તેમના સાહિત્યસર્જન પાછળની અથાગ મહેનતનો આ લેખમાં સુપેરે ખ્યાલ આપ્યો છે. – સં.).
અરવલ્લીનાં ઉતુંગ શિખરો પર જેનાં બેસણાં છે તે દેવી મા અબ્દા જેમની અધિષ્ઠાત્રી કુળદેવી છે, એવા રાજસ્થાનનાં રજપૂત પરમારોએ પાર્શ્વગચ્છના સંતો પાસે બોધ પામી ક્ષાત્રવટ ત્યાગી જૈન ધર્મ અંગીકાર કર્યો. ભીનમાળ અથવા શ્રીમાળમાં જૈનત્વ સ્વીકાર્યું, તેથી શ્રીમાલી કહેવાયા. કન્યા આદિ સંબંધી ઉચ્ચ ધોરણ જાળવ્યું. તેથી વીસા કહેવાયા. ક્ષત્રિયોનો વ્યવસાય છોડી નિર્દોષ વેપાર વગેરે કરવા લાગ્યા તેથી વૈશ્ય કહેવાયા.
આમાંથી કેટલાક વૈશ્યો રાજસ્થાનથી ખસતા ખસતા સૌરાષ્ટ્રમાં અલાવાડમાં આવીને વસ્યા. ધીરજભાઈના વડીલો સુરેન્દ્રનગરથી લગભગ પંદર માઈલ દૂર આવેલા દાણાવાડા નામના ગામમાં વસ્યા. ત્યાં પરચૂરણ ધંધો તથા ભાયાતોનું કારભારુ કરતા હતા. એમના પિતાનું નામ શ્રી ટોકરશીભાઈ અને માતાનું નામ મણિબહેન હતું. બંને ધર્મપરાયણ અને સાધુ સંતોની ઘણી જ સેવા કરતા. તેમને ત્યાં વિક્રમ સંવત ૧૯૬૨ ફાગણ વદ ૮ના તા. ૧૮-૨-૧૮૯૬ના રવિવારે વહેલી સવારે મૂળ નક્ષત્ર અને ધન રાશીમાં પુત્રજન્મ થયો. પિતાએ ધીરજ નામ પાડ્યું, પણ દાદી ભાઈચંદ નામે બોલાવતા.
ધીરજભાઈ લગભગ દોઢેક વરસના હતા ત્યારે ઘરમાં કાળી નાગણ ક્યાંકથી આવી ગઈ. બાળક ધીરજ તેને પકડવા જાય, નાગણ છટકી જાય પણ ડંસ દેતી નથી. મા બાપ દશ્ય જોઈ ગભરાઈ ગયા. જ્યારે નાગણ હાથમાંથી છટકી ગઈ ત્યારે ધીરજભાઈને ઉપાડી લીધા. નાગણને પકડાવી સીમમાં છોડી દીધી. ગામમાં લોકો કહેવા લાગ્યા ઘોઘબાપા ખેતરપાળ દાદાની ધીરજ ઉપર કૃપા વરસી છે. ધીરજ મોટો થઈ પરાક્રમી થશે.
શતાવધાની શ્રી ધીરજલાલ ટોકરશી શાહ + ૪૯૧