________________
ક્યારે પણ કંટાળતા નહિ કે થાકતા પણ નહિ. ધીમે ધીમે ધીરજભાઈ પ્રયોગોમાં આગળ વધવા લાગ્યા અને સફળતા પ્રાપ્ત થવા લાગી. તેમાં એકસાથે અનેક કાર્યો કરવાના હોય છે.
શતાવધાનનાં પ્રયોગોનો ક્રમ ૧૮ અવધાન પ્રયોગ સાઠંબા ગામમાં મુનિ શ્રી વિદ્યાચંદજીની નિશ્રામાં. ૨૭ અવધાન પ્રયોગો પપૂ. આ. શ્રી વિજયેન્દ્રસૂરિજી મહારાજની નિશ્રામાં પાયધુનીમાં.
ર૬, ૩૨, ૩૬, ૪૦ અવધાન પ્રયોગો વડોદરામાં સાક્ષરોની હાજરીમાં. ૬૪ અવધાન પ્રયોગો ધરમપુરના મહારાજા શ્રી વિજયદેવસિંહજીની વર્ષગાંઠ નિમિત્તે દરબારગઢમાં તા. ૨૨-૧૨-૧૯૩૪ના રોજ.
૭૦ અવધાન પ્રયોગો મુંબઈ મહાવીર જૈન વિદ્યાલયના હૉલમાં.
૧૦ અવધાન પ્રયોગ તા. ૧૩-૩-૧૯૩૯ના રોજ મુંબઈના પ્રતિષ્ઠિત મેટ્રો સીનેમામાં અનેક મહાનુભવોની હાજરીમાં કર્યો.
૧૦૮ અવધાન પ્રયોગ તા. ૧૦-૧-૧૯૪૨ મુંબઈમાં સર કાવસજી જહાંગીર હોલમાં કર્યો.
આમ સન ૧૯૫૭ સુધી ભારતનાં અનેક શહેરોમાં પ્રયોગો કર્યા.
શ્રી ધીરજભાઈનાં જીવનના કેટલાક મહત્ત્વના પ્રસંગો
ચિત્રમાં પોતે જે. જે. સ્કૂલ ઓફ આર્ટ્સની વિવિધ પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થયેલા હતા. જ્યારે તેમની હથોટી બરાબર બેસી ગઈ ત્યારે તેમણે પોતાનો સ્વતંત્ર ધંધો શરૂ કર્યો. તેમના દોરેલા લેન્ડસ્કેપો વખણાવા લાગ્યા. છબી બનાવવાના પણ ઓર્ડરો સારા પ્રમાણમાં મળવા લાગ્યા.
આ અરસામાં પાલિતાણાના ઠાકોરે શત્રુંજયની યાત્રા માટે વાર્ષિક ભારે રકમની માંગણી કરતા શત્રુંજયની યાત્રા બંધ કરવામાં આવી. જેનોમાં મોટું આંદોલન શરૂ થયું. શ્રી ધીરજભાઈને લાગ્યું કે તીર્થરક્ષા એ મારું પણ કર્તવ્ય છે, અન્યાય કોઈ પણ રીતે સાંખી ન શકાય. તેમને કાનપુરથી પટના સુધી પ્રચારની જવાબદારી સોંપવામાં આવી હતી. પોતાની આર્થિક સંકડામણ હોવા છતા એ જવાબદારી સુપેરે નિભાવી.
જ્યારે બાળદીક્ષા વિરોધી ખરડો સરકારે બનાવવાનો ઠરાવ પસાર કરવાનો નિર્ણય લીધો, ત્યારે પણ પોતે અયોગ્ય દીક્ષાના વિરોધમાં હોવા છતાં તે ખરડાના વિરોધમાં આગળ પડતો ભાગ લઈ તે ખરડો અટકાવરાવ્યો.
જ્યારે સરકાર દ્વારા ભિક્ષુક વિરોધી ખરડો મૂકવાનું નક્કી થયું એમાં જૈન સંતોને ગોચરી સંબંધી મુશ્કેલી ઊભી થાય તેમ હતું ત્યારે તેમણે દિલ્હી સુધી જઈ લડત ચલાવી ખરડો પાછો ખેંચાવ્યો.
શ્રી ધીરજભાઈ પોતે જ્યાં ભણ્યા હતા તે શાળાની મુલાકાતે ગયા ત્યારે ૪૯૬ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો