________________
- આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી
જયશ્રી દોશી
અિભ્યાસુ જયશ્રીબહેને સાંસારિક જવાબદારીઓ નિભાવતા નિભાવતા પોતાનો સાહિત્યપ્રેમ જાળવી રાખ્યો છે તેનો નમૂનો વ્યવસ્થિત રીતે લખાયેલ આ લેખ પૂરો પાડે છે. – સં.)
ભારતની પુણ્યભૂમિમાંથી તીર્થકરોએ ધર્મતીર્થની સ્થાપના કરીને જૈન સંસ્કૃતિનો વિશ્વમૈત્રીનો પૈગામ ગાજતો કર્યો. એ સંસ્કૃતિની ભાવનાને લોકજીવનમાં વહેતી રાખનારા અનેક જીવનસાધક સંતો અને જ્યોતિર્ધરો સમયે સમયે આ ધરતીમાં નીપજતા રહ્યા અને ધાર્મિકતા અને સંસ્કારિતાની જ્યોતને ઝળહળતી. રાખતા રહ્યા. મુનિશ્રી પુણ્યવિજયજી ગુજરાતના આવા જ એક પ્રભાવક પુરુષ છે. તેઓશ્રીનું જ્ઞાનોદ્ધારનું અપૂર્વ કાર્ય ધર્મસંસ્કૃતિના શાસ્ત્રવારસાને સુરક્ષિત અને ચિરંજીવ બનાવવાના અભૂતપૂર્વ કાર્ય તરીકે સદા સ્મરણીય બની રહે તેવું છે.
મહારાજશ્રીનું મૂળ વતન કપડવંજ. ધર્મશ્રદ્ધાના રંગે રંગાયેલ કપડવંજનું શાસ્ત્રોના ઉદ્ધારમાં પણ વિશિષ્ટ અર્પણ હોય એમ લાગે છે. ભૂતકાળમાં આપણા પવિત્ર આગમસૂત્રોમાંના નવ અંગસૂત્રો ઉપર વિશદ ટીકા રચનાર શ્રી અભયદેવસૂરિજીની એ નિર્વાણભૂમિ છે. તથા આગમગ્રંથોનો ઉદ્ધાર કરનાર બે સમર્થ આગમધર મહાપુરુષો – પૂજ્ય આગમોદ્ધારક આચાર્ય શ્રી સાગરાનંદસૂરિજી મહારાજ અને પૂજ્ય આગમ પ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજની જન્મભૂમિ બનવાનું ગૌરવ પણ કપડવંજને પ્રાપ્ત થયું છે.
મુનિશ્રી પુણ્યવિજયજીનો જન્મ ઈ. ૧૮૯૫, સત્તાવીશમી ઓક્ટોબર, રવિવારે થયેલો. વિ. સં. પ્રમાણે કાર્તિક સુદ પાંચમ જ્ઞાનપંચમીને દિવસે જન્મેલા મુનિશ્રીએ આજીવન તીવ્ર જ્ઞાનોપાસના કરીને જન્મદિનને સાર્થક કર્યો.
મુનિશ્રીનું જન્મનામ મણિલાલ હતું. પિતા ડાહ્યાભાઈ ધંધાર્થી હોવા છતાં ધર્મબુદ્ધિવાળા તેમજ માતા માણેકબહેન તો પૂરેપૂરાં ધર્મનિષ્ઠ સનારી હતાં. એ સમયે આપણા દેશમાં કન્યાકેળવણીનું પ્રમાણ નહીં જેવું હતું. ત્યારે પણ માણેકબહેને ગુજરાતી છ ધોરણનો અને પાંચ પ્રતિક્રમણ, જીવવિચાર, નવતત્ત્વ વગેરેનો અભ્યાસ કર્યો હતો. માણેકબહેનને પાંચ સંતાન થયેલાં. એમાં આ એક સંતાન જ ઊછરેલ
૪૭૮ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો