________________
વિસ્તારવી , ધાતિલકવિકૃત પરમસિરિ૩િ અને તઉપરાંત દેવેન્દ્રસૂરિકૃત उत्तराध्ययनसूत्रवृति, कुमारपालप्रतिबोध, उपदेशमालादोघट्टीवृत्ति, मूलशुद्धिप्रकरणवृत्ति, आख्यानकमणिकोशवृत्ति, भवभावनांप्रकरणस्वोपज्ञवृत्ति समां मावती मने કથાઓ, એ અપભ્રંશ કોશનાં સાધનો છે. આ ઉપરાંત દિગંબર આચાર્ય કૃત અપભ્રંશકૃતિઓ સંખ્યામાં અને પ્રમાણમાં ઘણી મોટી છે, જેનો આ કોશ માટે ઉપયોગ કરવો એ અતિમહત્ત્વની વાત છે. ગુજરાતી કે લિપિમાં મુદ્રિત વિદ્ધાન યો યો જેવી બૌદ્ધ અને અન્ય ભારતીય વિદ્વાનોની કૃતિઓ ઉપલબ્ધ છે જે વીસરી શકાય નહિ.
જેન આગમો, કર્મ સાહિત્ય, ઔપદેશિક અને કથાગ્રંથો, સિદ્ધહેમ સારસ્વત આદિ જેવાં વ્યાકરણો, રઘુવંશ આદિ મહાકાવ્યો, રત્નપરીક્ષાશાસ્ત્ર, વૈદક, જ્યોતિષ, ગણિત આદિ અનેક વિષયોના ગ્રંથો ઉપર વિક્રમની પંદરમી, સોળમી, સત્તરમી સદીમાં રચાયેલ બાલાવબોધો અને સ્તબકોની પ્રાચીન હસ્તપ્રતિઓ સેંકડોની સંખ્યામાં વિદ્યમાન છે જે ગુજરાતી, રાજસ્થાની આદિ ભાષાના પ્રામાણિક કોશો તૈયાર કરવા માટે ઘણી ઉપયોગી છે.
આપણા જ્ઞાનભંડારોમાં કવિતારૂપ જે સાહિત્ય વિદ્યમાન છે. જૈન કવિઓ આદિએ જે વિવિધતા આણી છે અને વિશેષતા જાણવા માટેના જે સંકેતો છે, તે જાણવા જેવા છે. તેનાં નામોનો નિર્દેશ માત્ર અહીં છે – ૧. સંધિ, રાસ, ચતુષ્પદી – ચઉપઈ – ચુપઈ – ચુપદી – ચોપઈ, પ્રબંધ, પવાડુ, આખ્યાનકથા ૨. પરિપાટી, ધવલ-ધોળ, વિવાહલો, સલોકો, હમચી-હમચડી, નીસાણી, ગબ્બરનીસાણી, ચંદ્રાઉલા, સુખડી, ફૂલડાં, ચરી, ગીતા, રાજગીતા, ભ્રમરગીતા, બહ્મગીતા, લુઅરી, વેલી, ગુહલી, હાલરડુ, નિશાલગરણું, જમણિયા-ભોજનિયાં, હરિઆલી-હીઆલી, ગરબા. ૩. ફાગ, વસંત, હોરી, ધમાલ-ધમાર, ચર્ચરી, નવરસો, રાગમાળા, બારમાસા, ૪. ચૈત્યવંદન, સ્તવન, સ્તોત્ર, સ્તુતિથઈ, થોય, ચોવીસી, વીસી, વિજ્ઞપ્તિકા-વિનતિ, ગીત, ભજન, લાવણી, છંદ પૂજા, દેવવંદન, આરતી મંગળદીવો. ૫. સઝાય, ઢાળ, ઢાળિયાં, ચોઢાળિયાં, છઢાળિયાં, બારઢાળિયાં, ચારમાલ, ચોક, બારભાવના. ૬. પદ, કવિત, સવૈયા, છપ્પય-છપ્પા, કુંડળિયા, એકવીસા, દોહા-દુહા-દોધક-દુગ્ધઘટ તેમજ સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથો ઉપર અનુવાદ રૂપે જે સાહિત્ય રચાયું તે સ્તબક-સ્તિબુક, ટબો, બાલાવબોધ, બોધ, વાર્તિક, વચનિકા, અવચૂરી આદિ નામોથી ઓળખવામાં આવે છે.
આપણાં જ્ઞાનભંડારોમાં સંસ્કૃત, પ્રાકૃત આદિ ભાષામાં તે ગ્રંથરાશિ ઉપરની વ્યાખ્યાઓનાં ભિન્ન ભિન્ન નામો અને સંકેતો, તેમજ લેખન પદ્ધતિને લઈ આપણી હાથપોથીઓ અંગેના સાધનો તેમ જ તે સંબંધિત લેખન આદિ સાધનોનાં ઘણાં નામો, શબ્દો અને સંકેતો તેમ જ અન્ય વિશિષ્ટ પરિભાષા અને સંકેતોનું ઊંડું જ્ઞાન આપણા વિશાળ જ્ઞાનભંડારોનું અવલોકન કરનારને મેળવવું જરૂરી છે. જે જ્ઞાનભંડારોની યાદીઓ, સૂચિઓ કે ટીપો, એનું અવગાહન અને પૃથક્કરણ વ્યવસ્થિત કરવામાં ઉપયોગી બનશે.
આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી + ૪૮૭