________________
જ્ઞાનની ઉપાસના કરતાં કરતાં શુષ્ક જ્ઞાની કે પોથી પંડિત ન બની જવાય એની તેઓશ્રી સતત જાગૃતિ રાખતા હતા. કર્મબંધ ઓછા થાય, ભવના ફેરા ઓછા થાય અને કલેશો-કષાયો પણ ઓછા થાય એવો પ્રયત્ન તેઓ સતત કરતા રહેતા. એમની સમગ્ર જીવનસાધનાનું આ જ કેન્દ્ર હતું, અમૃત હતું. શિષ્યો વધારવા, નામના મેળવવાના કે પદવી લેવાના મોહથી તેઓ તદ્દન
અલિપ્ત અને અળગા હતા. આચાર્ય પદવી માટેની પાટણ શ્રીસંઘની આગ્રહભરી વિનંતીનો તેઓએ દૃઢતાપૂર્વક ઈન્કાર કર્યો હતો. વિ.સં. ૨૦૧૦માં વડોદરાના શ્રીસંઘે તેઓને “આગમ પ્રભાકર'નું બિરુદ આપ્યું તે પણ તેઓને પૂછ્યા વગર જ. વિ.સં. ૨૦૧૭માં મુંબઈના શ્રીસંઘે મહારાજશ્રીને આચાર્ય પદવી માટે ખૂબ આગ્રહ કરેલો જેનો વિવેકપૂર્વક ઇન્કાર કરેલો. છેવટે એ જ વર્ષમાં આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજે, પોતાના સંતોષ અને સંઘના આનંદ ખાતર, તેમની જાણ બહાર, શ્રીસંઘ સમક્ષ તેઓને “શ્રુતશીલવારિધિની પદવી આપીને તેઓનું બહુમાન કર્યું હતું.
મહારાજશ્રીએ ઉદાર જ્ઞાનસાધનાને કારણે દેશ-વિદેશના વિદ્વાનોમાં જે ચાહના અને આદર મેળવ્યા હતા, તે ખરેખર વિરલ હતા. મહારાજશ્રીની જ્ઞાનોપાસના તરફના બહુમાનના પ્રતીકરૂપ આ રહી નીચેની વિગતોઃ ૧. કોઈ જાતની ડિગ્રી નહીં હોવા છતાં પીએચ.ડી. માટેના મહાનિબંધના
પરીક્ષક નીમવામાં આવ્યા હતા. ૨. સને ૧૯૫૯માં, અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદના ૨૦મા
અધિવેશન દરમિયાન ઇતિહાસ પુરાતત્ત્વ વિભાગના પ્રમુખ તરીકે તેઓની
વરણી કરવામાં આવી હતી. ૩. વિ. સં. ૨૦૦૯ની સાલનો “શ્રી વિજયધર્મસૂરિ જૈન સાહિત્ય સુવર્ણચંદ્ર
ભાવનગરની શ્રી યશોવિજયજી જૈન ગ્રંથમાળા તરફથી મહારાજશ્રીને અર્પણ
કરવામાં આવ્યો હતો. ૪. વિ.સં. ૨૦૧૦માં વડોદરાના શ્રીસંઘે તેઓને આગમપ્રભાકરની પદવી
અર્પણ કરી. ૫. ઓલ ઇન્ડિયા ઓરિએન્ટલ કોન્ફરન્સના, સને ૧૯૬૧માં કાશમીરમાં મળેલ
એકવીસમા અધિવેશનના પ્રાકૃત અને જૈન વિભાગના અધ્યક્ષ તરીકે
મહારાજશ્રીની વરણી કરવામાં આવી હતી. ૬. સને ૧૯૭૦માં અમેરિકાની ધી અમેરિકન ઓરિએન્ટલ સોસાયટીના માનદ
સભ્ય બનવાનું વિરલ બહુમાન મહારાજશ્રીને મળ્યું હતું. ૭. વિ.સં. ૨૦૧૭માં, મુંબઈમાં વરલીમાં થયેલી પ્રતિષ્ઠા વખતે, ચતુર્વિધ
શ્રીસંઘની હાજરીમાં આચાર્યશ્રી વિજ્યસમુદ્રસૂરિજી મ.સાહેબે તેઓશ્રીને શ્રુત શીલવારિધિની યથાર્થ પદવી આપી હતી.
આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી + ૪૮૫