________________
વિચારોની ઘનિષ્ઠ આપલે થઈ.
શ્રી રવીન્દ્રનાથ ટાગોરની પ્રબળ ઇચ્છા હતી કે તેમના વિશ્વવિખ્યાત શાંતિનિકેતનના વિશ્વભારતી કેન્દ્રમાં જૈન વિદ્યાપીઠની સ્થાપના થાય. મુનિશ્રીને જેલમાંથી છૂટ્યા બાદ કલકત્તાના પ્રમુખ જૈન સાહિત્ય અનુરાગી શ્રી બહાદુરસિંહજીએ ગુરુદેવ ટાગોરની ઈચ્છાની યાદ અપાવી. તેથી મુનિશ્રી શાંતિનિકેતન પહોંચ્યા અને બહાદુરસિંહજીના પિતા શ્રી ડાલચંદજી સિંઘીના નામથી જૈન છાત્રાલયની સ્થાપના કરી. વિદ્યાભવનમાં જૈન ચેયરની સ્થાપના કરી તેનું સંચાલન મુનિશ્રીએ કર્યું. જેન ચેયર' માટે એક સ્વતંત્ર મકાન બનાવ્યું અને ત્યાંથી વિશ્વવિખ્યાત સિંઘી ગ્રંથમાળાનો પ્રારંભ થયો. ગ્રંથમાળાનું મુદ્રણકાર્ય મુંબઈમાં થતું. તેના દ્વારા પ્રબંધ ચિંતામણિ' નામનો પહેલો ગ્રંથ પ્રકાશિત થયો.
‘સિંઘી ગ્રંથમાળા માટે સારા સારા ગ્રંથો પસંદ કરવા મુનિશ્રીને પાટણ પણ વારંવાર આવવું પડતું. પૂનામાં ભંડારકર ઈન્સ્ટિટ્યૂટ માટે પણ જવું પડતું. આમ મુનિશ્રીને ગ્રંથમાળાના કામ માટે મુંબઈ, પૂના, પાટણ ફરવું પડતું. ચાર વર્ષ શાંતિનિકેતનમાં રહેવા અને આટલી મુસાફરી કરવાથી તેમનું સ્વાથ્ય બગડ્યું. તેથી તેમણે પોતાનું કાર્યક્ષેત્ર શાંતિનિકેતનમાંથી મુંબઈ અથવા અમદાવાદ ખસેડવાનું નક્કી કર્યું. મુંબઈમાં ક. મા. મુનશીજીના તીવ્ર અનુરોધથી ભારતીય વિદ્યાભવનના કાર્યમાં સહયોગ આપવાનું નક્કી કર્યું. સિંધી જૈન ગ્રંથમાળાના કાર્યને પણ ભવનનાં કાર્ય સાથે સંયોજિત કર્યું અને બંને કાર્યોનું તેઓ સાથેસાથે કુશળતાપૂર્વક સંચાલન કરવા લાગ્યા.
સન ૧૯૪રમાં તેમને જેસલમેરના જ્ઞાનભંડારો વ્યવસ્થિત કરવાનું નિમંત્રણ મળ્યું એટલે તેઓ ત્યાં ગયા, અને લગભગ પાંચ મહિનાનો સ્થિર વાસ કરીને આશરે ૨૦૦ ગ્રંથોની પ્રતિલિપિઓ તૈયાર કરી. ત્યાર બાદ મુંબઈ પાછા ફર્યા અને ભારતીય વિદ્યાભવનના નિર્દેશકના રૂપમાં ગ્રંથોના સંપાદન-પ્રકાશન તથા વિદ્યાર્થીઓના ડૉક્ટરેટના અધ્યયનના કાર્યમાં પૂર્વવતુ માર્ગદર્શનમાં લાગી ગયા.
મુનિશ્રીના મનમાં હંમેશાં દેશ તથા સમાજની સમસ્યાઓ સંબંધી ચિંતન ચાલતું રહેતું. આઝાદી પછી અન્ન સમસ્યા જેમ જેમ ગંભીર રૂપ પકડતી ગઈ તેમ તેમ તેમનું ધ્યાન કૃષિ, શરીરશ્રમ અને સ્વાવલંબન તરફ અધિકાધિક વધતું ગયું. આ ચિંતનના પરિપાકરૂપે ચિતોડ પાસે આવેલા ચંદેરિયા ગામમાં ત્યાંના ઠાકુર પાસેથી થોડીક જમીન મેળવી સને ૧૯૫૦માં તેમણે ‘સર્વોદય સાધના આશ્રમની સ્થાપના કરી.
આમ પણ આવા મહામાનવ અને કર્મઠ તપસ્વીને રાષ્ટ્ર ખાલી બેસવા કેમ દે? પરિણામે વિ.સં. ૨૦૦૬માં એમણે રાજસ્થાન સરકારના આગ્રહથી રાજસ્થાન પુરાતત્ત્વ મંદિરની સ્થાપના કરીને એના માનદ ડાયરેક્ટર તરીકેની જવાબદારી લીધી અને એનો ન કલ્પી શકાય એટલો વિકાસ કર્યો. અહીં એમની દેખરેખ નીચે ૮૦ જેટલા ગ્રંથોનું પ્રકાશન થયું, અહીં ૧૭ વર્ષ ખૂબ દિલ દઈને કામ ૪૭૦ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો