________________
કર્યા પછી તેઓ ત્યાંથી નિવૃત્ત થયા.
આમાં કોઈ મનમેખ નથી કે સિંઘી જૈન ગ્રંથમાળા અને રાજસ્થાન પુરાતત્ત્વ મંદિર દ્વારા તેમણે જે રાષ્ટ્રને સેવાઓ આપી તે આજે પણ અને હજારો વર્ષો પછી પણ હંમેશાં માટે વંદનીય રહેશે.
સન ૧૯પરમાં જર્મનીની વિશ્વવિખ્યાત ઓરીએન્ટલ સોસાયટીના માનદ સભ્ય તરીકે તેમની વરણી થઈ. મુનિશ્રી ભારત તરફથી ફક્ત બીજી વ્યક્તિ હતા જેમને આ દુર્લભ સન્માન મળ્યું હોય. મુનિશ્રીની આવી જીવનવ્યાપી વિદ્યાસેવાની રાષ્ટ્રીય કદરદાની રૂપે ભારત સરકારે તેઓને પદ્મશ્રી'ની પદવી એનાયત કરી હતી.
મકાનો બનાવવાની મુનિશ્રીની સૂઝ અને રુચિ પણ જાણીતી હતી. રૂપાયેલી ગામમાં પોતાનાં માતુશ્રીની સ્મૃતિમાં એમણે બનાવેલ “રાજકુમારી – બાલમંદિર એમની આ રુચિની યાદ આપતી રહે છે. ઉપરાંત મુનિશ્રીને ચિતૌડ પ્રત્યે અનન્ય આકર્ષણ હતું, તેનું મુખ્ય કારણ ચિતૌડની ઐતિહાસિક ગૌરવપૂર્ણ ગાથા અને મહાન જૈન વિદ્વાન આચાર્ય હરિભદ્રસૂરિની તે સાધના ભૂમિ રહી છે. તેમના પ્રત્યેના અનન્ય આદરભાવ અને આસ્થાના ફળરૂપે મુનિશ્રીએ ચિતૌડના પ્રસિદ્ધ કિલ્લાની બરોબર સામે “શ્રી હરિભદ્રસૂરિ સ્મારક મંદિરની સ્થાપના કરી. તે આજે પણ ચિતૌડનું એક દર્શનીય સ્થળ ગણાય છે. ત્યાં તેમણે પ્રસિદ્ધ જૈન દાનવીર ભામાશાની સ્મૃતિમાં “ભામાશા ભારતીય ભવનનું નિમાણ પણ કર્યું છે.
૮૦ વર્ષની ઉંમર વટાવ્યા પછી તેમનું શરીર ઘણું કમજોર થઈ ગયું હતું. આંખોની દૃષ્ટિ પણ ઘણી મંદ પડી ગઈ હતી. વૃદ્ધાવસ્થાની સાથેસાથે શારીરિક નબળાઈ વધતી ગઈ તેમ છતાં જીવનના અંત સુધી ભારતીય પુરાતત્ત્વ, જૈનદર્શન, ચિતૌડના પ્રાચીન ગૌરવ પ્રત્યેની તેમની આસ્થા અને અધ્યયનરુચિ સહેજ પણ ઓછાં થયાં નહોતાં.
પૂજ્યશ્રીએ પોતાની પાછલી જિંદગીના દિવસો તેમની પ્રારંભિક કર્મભૂમિ અમદાવાદમાં વિતાવ્યા પછી ૮૯ વર્ષનું સુદીર્ઘ અને યશસ્વી જીવન જીવીને અને ૭૭ વર્ષની સત્યની ખોજમાં પોતાના મન-વચન-કાયાના યોગને કૃતાર્થ કરીને તથા નિવૃત્તિના સાચા અધિકારી બનીને મુનિશ્રી જિનવિજયજીએ અમદાવાદમાં વિ.સં. ૨૦૩૩ના જેઠ સુદ ૫ ને ગુરુવાર તા. ૩-૬-૧૯૭૬ના રોજ તેમની જિંદગીના છેલ્લા શ્વાસ લીધા. આમ, એક આજન્મ વિદ્યાઉપાસક તથા અદ્વિતીય પુરાતત્ત્વ - આચાર્યની જિંદગીનો અંત આવ્યો. ઉપસંહાર
પૂજ્ય મુનિશ્રી જિનવિજયજીના જીવનનું વિહંગાવલોકન કરતાં એમ કહી શકાય કે સત્યની શોધને પોતાના જીવનકાર્ય તરીકે, ઊછરતી ઉંમરે જ સ્વીકારીને આ આજીવન મહાન પરિવ્રાજકે કેટકેટલા અગોચર પ્રદેશોનું ખેડાણ કરીને જ્ઞાન પોતે જ મેળવ્યું હતું એમ ન હતું પરંતુ અન્ય સંખ્યાબંધ જિજ્ઞાસુઓ સુધી
પુરાતત્ત્વાચાર્ય શ્રી જિનવિજયજી + ૪૭૧