________________
વૃતિના દર્શન થાય છે. શ્રી નગીનદાસ શાહે શરૂ કરેલ ગુજરાતી અનુવાદ ગ્રંથમાળામાં જુદાજુદા પુસ્તકોમાં પંડિતજીના ઐતિહાસિક અને તુલનાત્મક દૃષ્ટિ, જેનાગમ અને બુદ્ધાગમનો સંબંધ, બુદ્ધ અને મહાવીર તથા પ્રાચીન આચારવિચાર વગેરે વિશે વિચારો જોવા મળે છે તેમ જ જ્ઞાનનું લક્ષણ, અવસ્થાઓ, કર્મનું સ્વરૂપ, મતિ અને શ્રુતજ્ઞાનની ભેદરેખા, બ્રહ્મજ્ઞાન અને કેવળજ્ઞાન વિશેનો પરિચય જોવા મળે છે.
સૌરાષ્ટ્રના નાનકડા એવા કોંઢ ગામમાં એક શ્વાસ ઊગ્યો અને અમદાવાદના સરિતકુંજમાં થંભ્યો.
ગતને નરી આંખે ન જોઈ શકનાર આ વ્યક્તિએ એવો જીવન સંઘર્ષ અને એવી વિદ્યા ઉપાસના કરી કે ઝૂત એઓશ્રીના જીવન અને જ્ઞાનયજ્ઞને જોતું રહી ગયું!
પરમાત્મા પુરુષાર્થીને સહાય કરે છે. મનુષ્યનું ગૌરવ, વ્યક્તિત્વ, તેની શ્રેષ્ઠતા તેમ જ તજજ્ઞતા પુરુષાર્થથી સિદ્ધ કરી શકાય છે. પરિશ્રમથી જીવન ઝળહળી ઊઠે, ઉત્કૃષ્ટ બને તેમ જ તેજસ્વી બને તેનું ઉત્તમ ઉદાહરણ શ્રી પંડિતજી છે.
છેલ્લે આ મહાન પ્રજ્ઞાચક્ષુ વિશ્વવિભૂતિ મહાન તત્ત્વચિંતક અને દાર્શનિક સાહિત્યકારને નમન કરીને કવિ નાનાલાલની પંક્તિ પાસે જઈએ.
શું શું સંભારું? ને શી શી પૂંજુ પુણ્યવિભૂતિને? પુણયાત્માના ઊંડાણો તો આભ જેવા અગાધ છે?
હિંમતભાઈ જી. કોઠારી મયુરનગર, શેરી નં. ૧ મેઘાણીબાગ સામે, મેઘાણી રોડ
સુરેન્દ્રનગર-363002 (ગુજરાત)
મો. 9428474045
દાર્શનિક વિધાપુરુષ પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી + ૪૫૩