________________
વિધાભૂષણ શતાવધાની મુનિરાજ શ્રી રત્નચંદ્રજી
- ખીમજી મણસી છાડવા
IM.Scનો અભ્યાસ કરવાની સાથેસાથે ધર્મજિજ્ઞાસાપૂર્વક સ્વાધ્યાય, ચિંતન, મનન કરનાર, વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલ શ્રી ખીમજીભાઈએ પ્રસ્તુત લેખમાં પૂ. મુ. શ્રી રત્નચંદ્રજીના સાહિત્ય ઉપર સારો પ્રકાશ પાડ્યો છે. – સં.].
ભારતભૂષણ, ભારતરત્ન, પરમ મેધાવી ગુરુદેવ શ્રી રત્નચંદ્રજી મહારાજ સાહેબ ઓગણીસમી સદીના પરમ વિદ્વાન તથા સ્થાનકવાસી સંપ્રદાયના શ્રેષ્ઠ સાહિત્યકાર હતા, અને શતાવધાની રૂપે પણ પ્રથમ હતા. સંસારની વિશાળ ધરતી પર દિવ્ય જ્ઞાનના પ્રકાશ દ્વારા માર્ગ મેળવવા મથતા, જગતનાં અનેક રત્નોમાંના એક રત્ન હતા શ્રી રત્નચંદ્રજી મહારાજ. તેમણે જ્ઞાનદીપ પ્રગટાવીને ગાઢ અંધકાર ભેદવાનો પરિશ્રમ ઉઠાવ્યો હતો. જગતની અસંખ્ય કેડીઓને વિખવાદનું કારણ સમજીને તેમણે સમન્વયનો રાજમાર્ગ સ્વીકાર્યો હતો. સમસ્ત વિશ્વમાંથી વિષમતા, ભેદભાવ, સાંપ્રદાયિકતા, ધમધતા અને અજ્ઞાનતા દૂર કરીને જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્રથી સમાજને આબાદ અને સમૃદ્ધ બનાવવાનો પુરુષાર્થ કર્યો હતો. કોઈ કવિ લખે છે કે, કોઈનાં જીવનચરિત્રો લખાય છે. કોઈ જીવનચરિત્રો લખાવે છે ત્યારે કોઈ પવિત્ર આત્માઓ પોતાનું જીવનચરિત્ર જગતના વાયુમંડળ પર પોતાનાં પવિત્ર વિચાર, વાણી અને વર્તનથી જ લખી જાય છે.” આ ન્યાયે તેઓ પોતે જ પોતાનાં પવિત્ર આચરણથી પોતાનું જીવનચરિત્ર લખી ગયા છે. આપણે તો એમનું જીવન આંતરચક્ષુથી વાંચીને, અંત:કર્ણથી શ્રવણ કરીને આપણા આત્માને સુવાસિત બનાવવાનો છે. એમનું જીવનચરિત્ર તો એક ગૌરવગાથા છે. પૂ. ગુરુદેવનું જીવનવૃત્તાંત :
ભારતદેશમાં કચ્છનું અનોખું સ્થાન છે. કચ્છભૂમિ સાધુ-સંતો, દાનવીરો, ભક્તો અને શૂરવીરોની ભૂમિ છે. ભારતમાં પહેલા કચ્છ એક સ્વતંત્ર રાજ્ય ગણાતું હતું. કચ્છમાં આવેલા ભોરારા ગામના વીસા ઓસવાળ શેઠશ્રી વીરપાળભાઈનું નામ કચ્છ અને મુંબઈમાં ગૂંજતું હતું. સંવત ૧૯૩૬, વૈશાખ સુદ અગિયારસના દિવસે આ વીરપાળ શેઠને ત્યાં લક્ષ્મીદેવીની કુક્ષિથી એક પુત્રરત્નનો જન્મ થયો
૪૫૪ - ૧ભી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો