________________
સ્વાધ્યાયમાં લીન થવું તેમ જ વિદ્યા ઉપાસના, વૈરાગ્ય અને વિવેક વગેરેથી તેમનો આત્મા દિવ્ય તેજથી ઝળાંહળાં કરી રહ્યો હતો. દીક્ષા પ્રદાન :
અઢાર વર્ષની ઉંમરે સંજોગો બનતા માતાપિતા અને મોટા ભાઈ વગેરેની તેમ જ ગુજરાત, કાઠિયાવાડ, કચ્છ, મુંબઈ સંઘોની અને ભોરારાસંઘની આજ્ઞા મળતાં સં. ૧૯૫૩ની સાલે જેઠ સુદ-૩ને ગુરુવારે તેમને દીક્ષા પ્રદાન કરવામાં આવી. ગુરુદેવ ગુલાબચંદ્રજી મહારાજે રેમિભંતેનો દીક્ષાનો પાઠ ભણાવ્યો. તેમ જ વીરપાળ શેઠના સુપુત્રને અરિહંત અને સિદ્ધપદ પ્રાપ્ત કરતા મુનિશ્રી રત્નચંદ્રજી મહારાજ એ નામથી જાહેર કર્યા. ત્યારે “શ્રી રત્નચંદ્રજી મહારાજની જય' એવા જયનાદથી ભોરારા ગામની ઉપસ્થિત જનતાએ તેમને પૂર્ણ પ્રેમથી જૈનમુનિ તરીકે વધાવી લીધા.
લોકો નવદીક્ષિત મુનિનું તેજસ્વી મુખચંદ્ર જોઈને આભા જ બની જતા હતા. એક ગામથી બીજે ગામ વિચરતા-વિચરતા મુનિવરો સાથે પ્રથમ ચાતુર્માસ અર્થે માંડવીમાં પધાર્યા. “શુભસ્ય શીઘમ’ એ ન્યાયે અષાઢ સુદ બીજના શુભ દિવસે જ શ્રી રત્નચંદ્રજી મહારાજે સિદ્ધાંતચંદ્રિકા' સંસ્કૃત વ્યાકરણનો અભ્યાસ શરૂ કરી દીધો. ત્યાર બાદ શ્રત રત્નાકર નામના છંદ ગ્રંથોનો સંપૂર્ણ અભ્યાસ કર્યો. તેઓ અભ્યાસ સાથે સાથે યોગસાધના પણ કરતા હતા. તેમણે કચ્છમાં જૈન પાઠશાળાઓ શરૂ કરાવી, તો કાઠિયાવાડમાં સંસ્કૃત પાઠશાળાઓ ખોલાવી. પૂ. રત્નચંદ્રજી મહારાજ સાહેબને સ્થાનકવાસી સમાજના લોકો શતાવધાનીજીના નામથી સંબોધતા હતા. ભારતના અનેક ઉપનગરોમાં તેઓએ અવધાનોના પ્રયોગો કર્યો કે જેના દ્વારા તેમણે મનુષ્યમાં રહેલી અદ્ભુત શક્તિનો પરિચય કરાવીને પુનર્જન્મ અને આત્માની નિત્યતા સિદ્ધ કરીને લોકોને આસ્તિક બનાવ્યા. જેના કારણે તેમને ભારતભૂષણની પદવી અર્પણ કરવામાં આવી હતી. સાથે સાથે તેમનો અભ્યાસ, લેખનકાર્ય વગેરે ચાલુ જ હતા. ભારતની રાજધાની દિલ્હી શહેરમાં તેમને “ભારતરત્નની માનદ પદવી આપવામાં આવી હતી. દીક્ષા પર્યાયના તેમના ચુંમાલીસ ચાતુર્માસ ભારતના જુદાજુદા શહેરોમાં થયા. અંતિમ ચાતુર્માસ ઘાટકોપરમુંબઈમાં હતું. તેમની તબિયત નરમગરમ રહેતી હતી. અને તા. ૧૪-૫-૪૧થી તબિયત વધારે ખરાબ થવા લાગી. અને ૧૬-૫-૪૧ શુક્રવાર વહેલી સવારે ૪.૫૦ મિનિટે ગુરુદેવે સદાના સાથીદાર એવા વર્તમાન દેહનો સદાને માટે ત્યાગ કરી દીધો. પૂજ્ય પ્રવરશ્રીનો એ સ્થૂલદેહ ભસ્મીભૂત થઈ ગયો, પરંતુ તેમનો અક્ષરદેહ આજે પણ મોજૂદ છે. શ્રેષ્ઠ સાહિત્યકાર અને તેમની સાહિત્યકળા:
ગુરુદેવ રત્નચંદ્રજી મહારાજસાહેબ આ યુગના પરમ વિદ્વાન તથા શ્રેષ્ઠ સાહિત્યકાર હતા. તેમણે વિવિધ વિષયો પર અનેક ગ્રંથોની સુંદર રચના કરી
વિદ્યાભૂષણ શતાવધાની મુનિરાજ શ્રી રત્નચંદ્રજી + ૪૫૭