________________
પડ્યો નહિ. સંવત ૧૯૪૯ની સાલમાં લગ્ન થયા પણ તેથી તેમને આનંદ થયો. નહિ. લગ્ન પછી ફરી વ્યાપાર અર્થે મુંબઈ, બેલાપુર, વગેરે સ્થળે ત્રણ વર્ષ તો ગાળ્યા, પણ તેમના હૃદયમાં રહેલો વૈરાગ્ય ભાવ તો ઉછાળા મારી રહ્યો હતો. આથી ચોમાસામાં ભોરારા આવ્યા ત્યારે અંજાર ચાતુર્માસ બિરાજતા ગુરુદેવ પાસે પહોંચી ગયા. અને દીક્ષા માટેની લાગણી દર્શાવી. ત્યારે ગુરુદેવે તેમને સમજાવીને ભોરારા પાછા મોકલાવ્યા. સાધુ જીવનની તાલાવેલી ઃ
ગુરુદેવના વચનોને મનમાં ધારણ કરી રાયસિંહ ગૃહસ્થાશ્રમ નિભાવવા લાગ્યા. પરંતુ તેમનું મન તો સદા એ જ ઝંખતું કે, “અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જો.’ એમના મનમાં તો બસ એક જ ભાવના કે ક્યારે હું દીક્ષા અંગીકાર કરું ? ત્યાં તો સં. ૧૯૫રના પોષ કે મહા માસમાં તેમની પત્ની હાંસબાઈએ પુત્રીને જન્મ તો આપ્યો, પણ તેઓ આ ફાની દુનિયા છોડી ચાલી નીકળ્યાં. આ સમાચારથી તેમને શોકની લાગણી જરૂર થઈ પણ જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાન આત્મા હોવાથી તરત જ સ્વસ્થ થઈ ગયા. અને ફરીથી ગૃહસ્થાશ્રમના બંધનમાં ન પડવાનું તેમના પિતાજીને તેમ જ મોટાભાઈને મક્કમતાથી કહી દીધું. રાયસિંહ હવે સોળ વર્ષના થવાથી ઉંમરલાયક પણ થયા હતા. તેમ જ દીક્ષાના માર્ગમાં જે મુશ્કેલી હતી તે પણ દૂર થઈ હતી. એટલે વૈરાગ્યવાસિત તેમનું મન હવે દીક્ષા લેવા નાચી ઊઠ્યું. | મારો સોળ વર્ષનો પુત્ર પરણે નહિ ને દીક્ષા લે ? એ કલ્પના વાત્સલ્યથી ભરપૂર માતાથી સહન થતી ન હતી, પરંતુ રાયસિંહે માતાને પણ મનાવી લીધા. પિતા વીરપાળભાઈ તો એટલા સમભાવશીલ હતા કે તેમણે પુત્રની દીક્ષાના વિષયમાં કોઈ મનાઈ કરી ન હતી. સં. ૧૯૫રના ચાતુર્માસમાં તેમણે ગુરુદેવ પાસે ધાર્મિક અભ્યાસ શરૂ કરી દીધો. બે જ મહિનામાં કેટલાંક થોકડા, સ્તવનો, સઝાયો તેમ જ આખું દશવૈકાલિક સૂત્ર કંઠસ્થ કરી લીધું. ચાતુર્માસ પૂરું થતાં ગુરુદેવની સાથે જ વિહરવા લાગ્યા. જ્યારે તેઓ ભક્તિભાવથી ભક્તામર અને કલ્યાણ મંદિરના સ્પષ્ટ ઉચ્ચાર સાથે શુદ્ધ શ્લોકો બોલતા ત્યારે શ્રોતાજનો મંત્રમુગ્ધ બની જતા. તેમનો વધતો જતો અભ્યાસ, વાતચીતમાં મીઠાશ, વર્તનમાં વિનય, જીવનમાં સરળતા, વૈરાગ્યથી તરબોળ હૃદય, જ્ઞાન મેળવવાની તીવ્ર જિજ્ઞાસા વગેરે ગુણો તેમના ઉજ્વળ ભાવિના એંધાણ હતા. ગુરુદેવ સાથે વિહારમાં સાડા પાંચ વર્ષ રહીને તેમણે ૨૦૦ ગાથાનું આખું ઉત્તરાધ્યયન સૂત્ર કંઠસ્થ કર્યું. તે ઉપરાંત કિકપુર સ્તોત્ર અને બીજા અનેક શ્લોકો કંઠસ્થ કર્યા અને તેની અર્થની ધારણા કરી. ગુજરાતી સાહિત્યનાં કેટલાક ગ્રંથોનું વાંચન કર્યું. આટલી નાની ઉંમરમાં આટલો બધો અભ્યાસ કરી લેવાથી તેમની તીક્ષ્ણ બુદ્ધિનો લોકો પર ઊંડો પ્રભાવ પડવા લાગ્યો. ગુરુગમ જ્ઞાન મેળવવું અને વહેલી સવારે ઊઠી.
૪૫૬ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો