________________
કરીને આ નાની પુસ્તિકામાં ખૂબ જ સુંદર રીતે માર્ગદર્શન કરાવ્યું છે. જેન-અજૈન દરેક માટે આ પુસ્તિકા વાંચવા જેવી છે. ૯. પ્રસ્તાવ રત્નાવલિઃ
આ ગ્રંથમાં ગણિતનો મુખ્ય વિષય છે. તેમાં પણ ખાસ કરીને ગાંગિયા અણગારના ભાંગા', અનુપૂર્વીના ભાંગા, તે ઉપરાંત અનેક ભાંગાઓનું વર્ણન છે, જે અભ્યાસીઓને માટે અતિ ઉપયોગી છે. આ ગ્રંથમાં ચાર વિભાગ છે અને તેવીસ પ્રકરણ છે. ભાંગાના પ્રસ્તાર સંબંધી જૈન સાહિત્યમાં જેટલો વિસ્તાર છે તેટલો બીજે જોવામાં નથી આવતો. આ ઉપરાંત વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના ભાંગા, ચરમ-અચમના ભાંગા, ક્રોધ, માન, માયા, લોભના ભાંગા, અપ્રદેશી-સપ્રદેશના ભાંગા એમ અનેક ભાંગાઓની રચના જેનસૂત્રોમાં છે. ઉક્ત ગ્રંથના અભ્યાસથી આ સઘળા ભાંગાઓની રચના જાણવી બહુ સરળ થઈ પડે છે, પરંતુ અત્યારે આ ગ્રંથ પણ અપ્રાપ્ય છે. ૧૦. રેવતી દાન સમાલોચના:
કેટલાક દિગમ્બર જૈન તેમ જ જૈનેતર વિદ્વાનોએ પ્રભુ મહાવીર ઉપર માંસાહાર કરવાનો આક્ષેપ કર્યો હતો ત્યારે આ આક્ષેપોના જવાબ આપવા તેમણે આ વિષય ઉપર મહાનિબંધ સંસ્કૃતમાં લખ્યો. તેમાં તેમણે આયુર્વેદના અનેક ગ્રંથોનાં પ્રમાણો આપીને સિદ્ધ કર્યું કે ભગવાન મહાવીર માટે જે ઔષધ સિંહ અણગાર લાવ્યા હતા તે એક વનસ્પતિ હતી. છ માસમાં તેમણે આ નિબંધ લખ્યો હતો. ત્યાર પછી તેનો હિંદી અનુવાદ કરી પુસ્તક રૂપે છપાયું. તેનું નામ રેવતીદાન સમાચોલના રાખવામાં આવ્યું છે. ૧૧. આત્મસ્વરૂપ :
આ નિબંધ ગુરુદેવે સં. ૧૯૯૧માં લખેલ છે. (અપ્રગટ છે.) આ નિબંધમાં આત્માનું સ્વરૂપ ખૂબ જ સારી રીતે આલેખાયેલું છે. ૧૨. ચોમાસી સંવત્સરી સમાલોચના :
જૈન સમાજમાં ચોમાસી પાખી (પાકી) અને સંવત્સરી પર્વની આરાધના ક્યારે કરવી જોઈએ, એ સંબંધમાં ઘણા મતભેદો ઊભા થયા હતા અને અત્યારે પણ છે. આ પુસ્તિકામાં તેમણે ભગવતી સૂત્રના આધારે દર્શાવ્યું છે કે જો ચંદ્રસંવત્સરને બદલે સૂર્યસંવત્સર પ્રમાણે ચોમાસી પાખી અને સંવત્સરીની આરાધના કરવામાં આવે તો આખો જૈન સમાજ એકસાથે પર્વ દિવસોની આરાધના કરી શકે. તેમણે આ પુસ્તિકામાં સૌર પક્ષ સંબંધી ઘણી વિચારણીય સામગ્રી પીરસી છે. ૧૩. સૃષ્ટિવાદ અને ઈશ્વરઃ
આ ગ્રંથ લગભગ ચારસો અઠ્ઠાવીસ પૃષ્ઠનો છે, જેમાં સૃષ્ટિ સંબંધમાં જુદાંજુદાં
૪૬૨ + ૧ભી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો