________________
સુખલાલજીનો વિદ્યાપુરુષાર્થ :
અંતરમાં અભ્યાસ – અધ્યયનની ઉત્કંઠા જાગતી રહી અને એ તીવ્ર સંવેદના કાળને સ્પર્શી ગઈ. સં. ૧૯૬૦માં જૈન ધર્મપ્રકાશ' માસિકમાં સમાચાર મળ્યા કે એક ધર્મવિજયજી નામના સંવેગી સાધુ કેટલાક સાધુઓ અને ગૃહસ્થ વિદ્યાર્થીઓને સાથે લઈને કાશીમાં સંસ્કૃત અધ્યયન કરાવવા જાય છે અને ત્યાં પંડિતો રાખી શિષ્યોને સંસ્કૃત અને પ્રાકૃત ગ્રંથોનો અભ્યાસ કરાવડાવશે.
પંડિતજીને પણ ત્યાં જવાની ઇચ્છા થઈ. શારીરિક અને સામાજિક કારણોને લઈ કુટુંબીજનોને સુખલાલ કાશી જાય એ માન્ય ન હતું, પણ વિદ્યાનું અજવાળું મેળવવા દષ્ટિવિહીન સુખલાલજી મક્કમ હતા. ઘણો પત્રવ્યવહાર થયો અને સંમતિ લઈને એક નોકર સાથે સુખલાલજી કાશીએ પહોંચ્યા. મહારાજશ્રીએ સુખલાલનું સ્વાગત કર્યું અને પાંચમને દિવસે વિદ્યા આરંભ થયો.
સૌ પ્રથમ, હેમચંદ્રાચાર્યકત સિદ્ધહેમનો અભ્યાસ કર્યો. ત્યાર બાદ અભિધાન ચિંતામણિ', “શબ્દાનુશાસન અને ન્યાયશાસ્ત્ર' વગેરે અનેક ગ્રંથોનો અભ્યાસ કર્યો. ૧૮00 શ્લોક કંઠસ્થ કર્યો. કયો શ્લોક કયા સર્ગમાં આવે છે તે બરાબર યાદ રાખતા. કાશીમાં પૂર્વાચાર્યો સિદ્ધસેન દિવાકર, હરિભદ્રસૂરિ, યશોવિજયજી અને હેમચંદ્રાચાર્ય વગેરેની કૃતિઓનો અભ્યાસ કરી સંશોધન કર્યું. (સુખલાલજીએ લખેલા ગ્રંથોની યાદી લેખના અંતમાં રજૂ કરેલી છે.) હરનારાયણ તિવારી પાસેથી અનેક અગવડો વેઠી વૈયાકરણ શીખી લીધું. સંસ્કૃત અને પ્રાકૃતમાં બોલી શકવાની ક્ષમતા તેઓએ કેળવી લીધી.
અંબાદત શાસ્ત્રી પાસેથી સુખલાલજીએ તર્કસંગ્રહ મુક્તાવલી અને પંચવાદનું સટીક શિક્ષણ ગ્રહણ કર્યું. કાશીમાં વસવાટ દરમિયાન તેઓએ “સમેતશિખરની પણ યાત્રા કરી. સુખલાલજીનો જન્મ સ્થાનકવાસી સંપ્રદાયમાં થયો હતો, છતાં મૂર્તિપૂજામાં એમને બાધ નહોતો. યશોવિજયજી કૃત પ્રતિમાશત”નો તો એમના ઉપર મોટો પ્રભાવ. શત્રુંજય તીર્થની પણ તેઓએ યાત્રા કરેલી. કાશીમાં અધ્યયન દરમિયાન અનેક વિદ્વાન મિત્રોના પરિચયમાં તેઓ આવ્યા. ભલે પછી તેઓ જૈન ધર્મી હોય કે વેદાંતી પંડિત હોય. આપણા ભાષાશાસ્ત્રી પંડિત બેચરદાસજી એમના સહપાઠી હતા.
મુનિ જીનવિજયજી અને મુનિ પુણ્યવિજયજી સાથે પણ મૈત્રી બંધાઈ. એક વખત વાર્તાલાપ દરમિયાન કાશીમાં કપૂરવિજયજી મહારાજે એવું વિધાન કર્યું કે સુખલાલજી સાધુ-સાધ્વી અને પંડિતોને ભણાવી શકે, પણ તેઓ દષ્ટિવિહીન હોવાથી લેખન તો ન જ કરી શકે. પંડિતજીના મનમાં આ વાત બેસી ગઈ અને લેખનનો સંકલ્પ કર્યો. અનેક અવરોધો વચ્ચે નિયમિત લેખન કરાવે અને આપણું મસ્તક નમી જાય એવા લગભગ ચાલીસ (0) અમૂલ્ય – અદ્વિતિય ગ્રંથો આપણને પ્રાપ્ત થયા. મિલ્ટન, સુરદાસ અને હેલન-કેલર જેવા દષ્ટિવિહીન મહાસર્જક અને મહામાનવની પંક્તિમાં
દાર્શનિક વિધાપુરુષ પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી + ૪૫