________________
ખાણીપીણી અને અન્ય માધ્યમોની વચ્ચે પણ યુવા પેઢીને સાંસ્કૃતિક વારસાનો પરિચય થાય, ગૌરવ જળવાય અને ધર્મશિક્ષણ અને ધર્મક્રિયાઓમાં જૈનતત્ત્વ અને સત્ય જાળવવાની કળા શીખવા મળે તેવું આ પુસ્તક દરેક સમયકાળમાં યુવા પેઢી માટે માર્ગદર્શક છે. પ્રકાશક શ્રી મહાવીર જૈન વિદ્યાલય. પ્રકાશિતઃ વિ. સં. ૨૦૦૫
(૧૭) ‘ધર્મકૌશલ્ય' શ્રી મોતીચંદભાઈના સ્વર્ગવાસ પછી સં. ૨૦૦૫માં પ્રકાશિત થયેલ. આ પુસ્તક આધ્યાત્મિક માર્ગની પ્રાપ્તિની પૂર્વભૂમિકા રૂપ નીતિ, સદાચાર વગેરેની કેળવણી દ્વારા ધર્મમાર્ગમાં કૌશલ્ય કેવી રીતે પ્રાપ્ત થાય તે વાત પ્રાચીન, અર્વાચીન, સંસ્કૃત-અંગ્રેજી સુભાષિતો ને વિવેચનથી સભર છે. વિ. સં. ૨૦૧૫માં જૈન આત્માનંદ સભા’ ભાવનગર દ્વારા પણ પ્રકાશિત થયું.
(૧૮) ‘વ્યવહાર કૌશલ્ય' ભાગ ૧-૨ અંગ્રેજી સુભાષિતોના આધારથી જીવનમાં વ્યવહાર દક્ષતા કેવી રીતે પ્રાપ્ત થાય, રોજિંદા વ્યવહારમાં, કુટુંબમાં અને સમાજમાં ઉપયોગી થઈ શકે તેવી બાબતો સરળ અને રોચક ભાષામાં લખાયેલ છે. પોતાના પિતાજી પાસેથી વ્યવહારદક્ષતાના પાઠો તેઓ બાલ્યકાળથી જ સંસ્કાર રૂપે મેળવતા. ખૂબ નાની વયે પણ તીવ્ર અને પાકટ બુદ્ધિચાતુર્ય ધરાવતાં શ્રી મોતીચંદભાઈ અનેક પરિવારના મોભી તરીકેનું સ્થાન પણ ધરાવતા અને પરિવારોને વ્યાવહારિક માર્ગદર્શન આપતા.
(૧૯) ‘વ્યાપાર કૌશલ્ય' પિતા ગિરધરલાલ આણંદજી એક અગ્રગણ્ય વ્યાપારી હતા. વ્યાપાર તો શ્રી મોતીચંદભાઈને ગળથૂથીમાં પ્રાપ્ત થયેલ. જુદાજુદા ૧૦૦ વિષયની ચર્ચા કરીને અંગ્રેજી અનુભવ વાક્યોને આધારે આ પુસ્તક વિ. સં. ૨૦૦૬માં પ્રકાશિત થયેલ.
શ્રી મોતીચંદભાઈના અંગત સાહિત્ય સંગ્રહમાંથી પ્રાપ્ત થયેલ હસ્તલિખિત પત્રોના આધારે તેઓનાં અપ્રગટ ગ્રંથની રચનાઓની સૂચિ નીચે મુજબ મળી આવેલ છે.
(૧) ‘શ્રી આનંદઘનજી કૃત ચોવીશી' અર્થ અને વિવેચન, સહઅભ્યાસી શ્રી નરોત્તમદાસ ભાણજી કાપડિયા માર્ગદર્શક પન્યાસશ્રી ગંભીરવિજ્યજી મ.સા. આ પુસ્તક પછીથી શ્રી મહાવીર જૈન વિદ્યાલય દ્વારા પ્રકાશિત થયું છે. (૨) શ્રી ઉમાસ્વાતિ વાચકકૃત પ્રશમતિ ગ્રંથ’ અર્થ તથા વિવેચન. પ્રશમરતિ’ ગ્રંથ એ જૈનોના તમામ પંથોનો સર્વસ્વીકૃત ગ્રંથ છે. જે ત્રીજી-ચોથી સદીમાં (વિ.સં.) લખાયેલ છે. આ ગ્રંથ તમામ જૈનપરંપરાનો ગૌરવ ગ્રંથ છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલય દ્વારા આ ગ્રંથ પ્રકાશિત થઈ ગયેલ છે.
-
(૩) ‘કર્મગ્રંથ’ના બે ભાગનું વિવેચનઃ ૮૪ લાખ યોનિમાં જીવોની ગતિ અને જૈન ધર્મમાં કર્મનો સિદ્ધાંત શાસ્ત્રીય રૂપે સમજાય તે રીતે વિવેચન થયેલ છે. (૪) ‘મહાવીર ચિરત્ર-૨૬ પૂર્વભવ જીવનના અંતિમ સમયકાળમાં આ સાહિત્યની રચના થયેલ છે. નાદુરસ્ત તબિયત અને વૃદ્ધાવસ્થાને કારણે ખૂબ જ
સુશ્રાવક શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયા ‘મૌક્તિક' + ૪૩૯