________________
દીર્ઘદૃષ્ટિભર્યા વિચાર-વિનિમયને અંતે વિચારણીય ૧૧ મુદ્દાઓ ઉપર પટ્ટક રૂપે ઠરાવો થયા. જેના પર પૂજ્યશ્રી તથા સર્વગચ્છના નવ વડીલ મહાપુરુષોએ પોતાના હસ્તાક્ષર કર્યા. સંમેલનમાં કરેલા ઠરાવનો પટ્ટક બધાંને વાંચી સંભળાવવામાં આવ્યો. દરેક બાબત સર્વાનુમતે પસાર કરીને તે દરેકે અમલમાં મૂકવાનું નક્કી કરેલું. શાસનસમ્રાટની નિશ્રામાં આટલા બધા સાધુઓ એકત્રિત થયા અને આટલા બધા દિવસ સાથે મળીને વિચારણા કરી એ જ દર્શાવે છે કે પૂજ્યશ્રીનું સ્થાન ચતુર્વિધ સંઘમાં કેટલું મોટું અને આદરભર્યું હતું.
અદ્ભૂત જ્ઞાનના માલિકઃ શાસનસમ્રાટના જીવન દરમિયાન એવા અસંખ્ય પ્રસંગો બનેલા જેમાં તેમનામાં રહેલ વિશિષ્ટ શક્તિ અને અદ્ભુત જ્ઞાનના તેઓશ્રી માલિક હતા તેની અનુભૂતિ આપણને થાય. એવો એક પ્રસંગઃ
પૂજ્યશ્રી પાંજરાપોળ ઉપાશ્રય અમદાવાદમાં ચાલુ વ્યાખ્યાને અચાનક પાછળ બાંધેલા ચંદરવાને હાથની ચપટીથી ઘસવા માંડ્યા. શ્રાવકોએ પૂછતાં તેમણે કહ્યું, પાલિતાણા ગિરિરાજ ઉપર આદેશ્વર દાદાના દહેરાસરમાં આગ લાગી હતી અને હવે તે ઠરી ગઈ છે. પાછળથી તપાસ કરતા ખબર પડી કે દાદાનાં દહેરાસરમાં આગ લાગી હતી અને થોડી વારમાં કોઈ અગમ્ય કારણથી ઓલવાઈ ગઈ !!! સુવિહિત પરંપરા પ્રવર્તકઃ
૨૦મી સદીના જિનશાસનનું એક પણ ક્ષેત્ર એવું નથી, જેમાં પૂજ્યશ્રીનું પ્રદાન ન હોય. એમની સંઘપ્રીતિ, શાસનપ્રીતિ અને સુવિહિત શાસ્ત્રીય પરંપરાઓ તથા આત્મસાધક અનુષ્ઠાનો પૂજ્યશ્રીએ પુનઃ જીવિત કર્યા તથા સંઘમાં પ્રચલિત કર્યા. જે નીચે મુજબ છેઃ
(૧) અંજનશલાકા વિધાનઃ આ તાત્ત્વિક વિધાન દાયકાઓથી બંધ હતું. વર્ષો પૂર્વે પાલિતાણામાં થયેલી અંજનશલાકા સમયે કોઈ કારણસર મરકીનો ઉપદ્રવ થયો હતો. તેથી બધાં ભયભીત થયાં હતાં. એનો પુનઃ પ્રારંભ વિ. સં. ૧૯૮૨-૮૩માં ચાણસ્મા વિદ્યાવાડીના જિનાલયમાં પ્રાણપ્રતિષ્ઠા કરવા દ્વારા થયો.
(૨) શ્રી સિદ્ધચક્ર મહાપૂજન (૩) શ્રી અરિહંત મહાપૂજન
() શ્રી બહુનંદાર્વત મહાપૂજન સૈકાઓથી વિસરાયેલી આ શાસ્ત્રીય વિશિષ્ટ અનુષ્ઠાનોની વિધિનું ગ્રંથોના આધારે પુનઃ સંકલન તથા પ્રવર્તન પૂજ્યશ્રીએ કર્યું હતું.
(૫) યોગોદ્ધહન મુનિઓને આગમવાચના તેમ જ પદવી માટે યોગોહનની ક્રિયા અનિવાર્ય હતી, સૈકાઓથી તેનો મહાઅંશે લોપ થયેલો અથવા અવિધિ પ્રવેશેલી. ત્યાં પૂજ્યશ્રીએ શાસ્ત્રોના આધારે તેમનું પુનઃ વિધિપૂર્વક પ્રવર્તન કર્યું.
(૬) હજારો જિનબિંબ ભરાવીને પૂ. વિજયસેનસૂરિ મહારાજના વારસાને પુનઃ જીવીત કર્યો
(૭) વ્યાખ્યાન અધ્યયનની અદ્યતન પરિપાટીના પૂજ્યશ્રી પ્રણેતા હતા.
૩૮૪ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો