________________
અગત્યે ઓડિટોરિયમમાં ઓશોની પથારી હતી. ઓશોની સૂચના પ્રમાણે પથારી નીચે ફ્લો રાખવામાં આવ્યા છે. તેના પર એક તખ્તી જોડવામાં આવી. ઓશોએ લખાવેલા નીચે પ્રમાણેના શબ્દો તખ્તી પર કોતરવામાં આવેલા છે.
ઓશો જેમનો કદી જન્મ થયો નહોતો.
જેમનું કદી મૃત્યુ થયું નહોતું. ફક્ત આ ગ્રહ પૃથ્વી ઉપર તેઓ વિચર્યા હતા.
૧૯૩૧-૧૯૯૦. રજનીશે પોતાના પ્રવચનોમાં માનવ-ચેતનાના વિકાસના દરેક પાસાને ઉદ્દબોધિત કર્યું છે, જેમાં બુદ્ધ, મહાવીર, કૃષ્ણ, શિવ, શાંડિલ્ય, નારદ, જીસસની સાથેસાથે ભારતીય અધ્યાત્મ વિશ્વનાં અનેક રત્નો જેવા કે આદિ શંકરાચાર્ય, ગોરખ, કબીર, નાનક, મલૂકદાસ, રાસ, દરિયાદાસ, મીરા વગેરે પર અનેક પ્રવચનો ઉપલબ્ધ છે. યોગ, તંત્ર, તાઓ, ઝેન, સૂફી જેવી ભિન્ન ભિન્ન સાધના પરંપરાઓના ગૂઢ રહસ્યો પર તેમણે સવિસ્તાર પ્રકાશ પાડ્યો છે. સાથે જ રાજનીતિ, કલા, વિજ્ઞાન, મનોવિજ્ઞાન, દર્શન, શિક્ષા, પરિવાર, સમાજ, ગરીબી, જનસંખ્યા – વિસ્ફોટ, પર્યાવરણ તથા સંભવિત પરમાણુયુદ્ધ વગેરે અનેક વિષયો પર તેમની ક્રાંતિકારી જીવન-દષ્ટિ ઉપલબ્ધ છે.
ઓશોએ જૈનધર્મ અને ભગવાન મહાવીર પર જે પ્રવચનો આપ્યા એ મુખ્ય પાંચ પુસ્તકોમાં સંકલિત થયા.
૧. મહાવીર વાણી (ભાગ-૧ અને ભાગ-૨) ૨. જિન સૂત્ર (ભાગ-૧ અને ભાગ-૨) ૩. મહાવીર યા મહાવિનાશ ૪. મહાવીર મેરી દષ્ટિ મેં ૫. જ્યોં કી ત્યોં ધરિ દીન્હીં ચદરિયા પાંચ મહાવ્રત વિષયક)
મહાવીર-વાણીમાંથી તપ, નમુક્કાર મંત્ર, ધર્મ વગેરે નાના પુસ્તકો ગુજરાતી ભાષામાં પણ પ્રકાશિત થયા.
મહાવીર વાણી ભાગ-૧ એ પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન અપાયેલા ૨૭ પ્રવચનોનું સંકલન છે. નમસ્કાર મંત્ર, માંગલિક સૂત્ર, સંયમ, તપ વગેરે અનેક વિષયોને એમની આગવી શૈલીમાં સમજાવ્યા છે. જેમાં પ્રવચનો ૮થી ૧૮ બાર તપ ઉપર છે.
આ પ્રવચનની શરૂઆતમાં જ ઓશો મહાવીર વિશે કહે છે, “જેવી રીતે પર્વતોમાં હિમાલય છે અથવા શિખરોમાં ગૌરીશંકર, તેવી રીતે વ્યક્તિઓમાં મહાવીર છે. ચઢાણ બહુ છે. જમીન પર ઊભા રહીને પણ ગૌરીશંકરના હિમાચ્છાદિત શિખરો જોઈ શકાય છે, પરંતુ જેમણે ચઢાણ કરવું છે અને શિખર પર જઈને શિખર જોવું છે તેમણે બહુ તૈયારીઓ કરવી પડે.”
આચાર્ય રજનીશ - ઓશો + ૩૯૩