________________
૬૨ પ્રવચનો આપ્યા જે જિનસૂત્ર' નામના પુસ્તકમાં સંકલિત થયા. આ જિનસૂત્ર બે ભાગમાં પ્રકાશિત થયું.
ભગવાન મહાવીરના સંબંધમાં ઓશો કહે છે,
“ભગવાન મહાવીરથી વધુ સુંદર, મહિમામંડિત પરમાત્માની બીજી કોઈ છબી જોઈ છે? મહાવીરથી વધુ આલોકિત, વિભામય કોઈ વ્યક્તિ જોઈ છે? મહાવીરનો જે ઐશ્વર્ય પ્રગટ થયો એ બીજે ક્યાંય જોયો છે ? જેવી મસ્તી, જેવો આનંદ, જેવું સંગીત આ માનવ પાસે પ્રગટ થયું તેવું ક્યાંય સાંભળ્યું છે? કૃષ્ણને તો વાંસળી લેવી પડતી હતી, મીરાને નાચવું પડતું હતું પણ મહાવીર પાસે આ કાંઈ ન હોવા છતાં મહાવીર પાસે સંગીત પ્રગટ થતું હતું. કૃષ્ણ મોરમુગુટમાં મનોહર લાગતા હતા પણ મહાવીર પાસે સૌંદર્ય માટે કોઈ સહારો ન હોવા છતાં પરમાત્માનો આવો આવિષ્કાર ક્યાંય જોવા મળ્યો છે? જીવનની આવી પ્રગાઢતા. આવો ગહેરો આનંદ ?”
આગળ ઓશો કહે છે, “મહાવીર દૂર અનંતના સાગરની લહેરોનું નિમંત્રણ છે. માત્ર નિમંત્રણ જ નહીં પણ દૂરના આ સાગર સુધી પહોંચવાનું એકએક પગલું સ્પષ્ટ કરી ગયા છે. મહાવીરે અધ્યાત્મના વિજ્ઞાનમાં કાંઈ અધૂરું નથી છોડવું. કોઈ ખાલી જગ્યા નહિ. સમગ્ર નકશો બતાવ્યો છે. એક એક ઈંચ ભૂમિ માપી બતાવી છે અને જગ્યા જગ્યાએ માઈલનો પથ્થર મૂકીને ગયા છે. મહાવીરના આ નિમંત્રણનો અનુભવ કરો. એમનો પોકાર સાંભળો. ખાલી નામમાત્રથી જેને બનીને ન રહો. આવી નપુંસકતાથી કોઈ લાભ નથી. જાગૃત કરો પોતાને. બહુ મોટી સંભાવનાઓ તમારી પ્રતીક્ષા કરી રહી છે. પણ માર્ગ જોખમી છે એટલે મહાવીરે સૂત્ર આપ્યું – “અભય.’
હિંમત કરીને આ નિમંત્રણને સાંભળો. મહાવીર સાથે થોડા પગલાં ડગલાં) ચાલો. તમે જીવનની રસધાર પામશો. શાંતિ અને મુક્તિની શીતળ હવા આવશે. તમે સંપદા પ્રાપ્ત કરશો.”
મહાવીર ક્યાં લઈ જવા માંગે છે? એ જણાવતા ઓશો કહે છે,
મહાવીર તમને ત્યાં લઈ જવા માંગે છે જ્યાં ન કોઈ વિચાર રહી જાય, ન કોઈ ભાવ રહી જાય, ન કોઈ ઈચ્છા ન કોઈ પરમાત્મા. બસ તમે એકલા, એકાંતમાં પરિપૂર્ણ શુદ્ધતામાં બચીને રહી જશો.”
ચૌદ ગુણસ્થાન અને મોક્ષને સમજાવતા ઓશો કહે છે.
“મહાવીરના વચનોમાં તમને એક ક્રમબદ્ધતા મળશે, એક વૈજ્ઞાનિક શૃંખલા મળશે. એક કદમ બીજા કદમથી જોડાયેલું હશે. મહાવીરે આખો નકશો આપ્યો છે. ગ્યા જગ્યાએ માઈલ સ્ટોન મૂકેલા છે. તમે કેટલા આગળ વધ્યા, હવે કેટલું આગળ વધવાનું છે, બધુ કમબંધ છે. મહાવીરે ચૌદ ગુણસ્થાન આપ્યા અને સમગ્ર યાત્રાને ચૌદ ખંડોમાં વિભાજિત કર્યા. એક એક ખંડ સ્પષ્ટ માઈલ સ્ટોન
આચાર્ય રજનીશ – ઓશો + ૩૯૭