________________
શરણાગતિના આ સૂત્ર સાથે નમોક્કાર મંત્ર પૂર્ણ થાય છે. નમોક્કાર મંત્ર સંપૂર્ણ ધર્મની યાત્રા બને છે.
ઓશો એમના અનુયાયીઓને કહે છે, “મહાવીરવાણીને સાંભળતા પહેલા, સમજતા પહેલા શરણાગતિનું આ સૂત્ર વારંવાર મનમાં રટવું જરૂરી છે. જો શરણની આકૃતિ વ્યક્તિમાં બની જાય તો મહાવીરની વાણીમાં પ્રવેશ સરળ બની જાય છે.” અહિંસા અને અનેકાંતની બાબતમાં ઓશો કહે છે...
“બધી વસ્તુમાં આગ્રહ હિંસા છે. આ બહુ સૂક્ષ્મ બાબત છે. આગ્રહ હિંસા છે, અનાગ્રહ અહિંસા છે. આ કારણે મહાવીરે જે વિચારને જન્મ આપ્યો એ વિચારસરણીનું નામ ‘અનેકાન્ત’ છે. અનેકાન્તની દૃષ્ટિ જગતમાં કોઈ બીજાએ નથી આપી. કારણ કે અહિંસાને આટલી ગહનતાથી કોઈએ જોઈ નથી, સમજી નથી.”
મહાવીર કહે છે “વિચારની સંપાને પણ મારી માનવી એ હિંસા છે. કારણ કે જ્યારે આપણે જ્યારે કોઈ વિચારને આપણો કહીએ ત્યારે આપણે સત્યથી સ્મુત થઈ જઈએ છીએ. જેટલા વિવાદ છે જગતમાં એ સત્યના વિવાદ નથી. એ ‘હું’ના વિવાદ છે. ‘હું’ અને ‘તું’ વચ્ચે કોણ સાચું એ માટે વિવાદ જાગે છે.” મહાવીર એને બહુ સૂક્ષ્મ હિંસા કહે છે. એટલે મહાવીરે અનેકાન્તને જન્મ આપ્યો. મહાવીર પાસે કોઈ વિપરીત વાત લઈને આવે તો મહાવીર કહેતા આ પણ સાચું હોઈ શકે. મહાવીર કહે છે એવી કોઈપણ વાત નથી કે જેમાં સત્યનો અંશ ના હોય. મહાવીરે કોઈનો વિરોધ ન કર્યો. મહાવીર સત્ય જાણતા હતા પરંતુ એમનું ચિત્ત એટલું અનાગ્રહપૂર્ણ હતું કે મહાવીર પોતાના સત્યમાં વિપરીત સત્ય પણ સમાવિષ્ટ કરી લેતા.
‘અનશન’ નામે પ્રથમ તપને સમજાવતા શરૂઆતમાં જ ઓશોએ એક ખાસ ચોખવટ કરી છે. અનશન, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, રસપરિત્યાગ, કાયા-ક્લેશ અને સંલીનતા એ છ બાહ્ય તપ અને પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, સામાયિક અને કાયોત્સર્ગ એ છ અંતરતપ એક અનુક્રમમાં સમજાવાયા છે, વિભાજિત કરાયા છે, પરંતુ એવું વિભાજન કે ક્રમબદ્ધતા તપોના આવિષ્કારમાં હોતી નથી. બાહ્ય અને અંદર એવું વિભાજન મહાવીર જેવી ચેતનામાં હોઈ શકે નહીં, પરંતુ આપણે ઇન્દ્રિયોના બાહ્ય અનુભવોમાં જીવી રહ્યા છીએ એવી આપણી પરિસ્થિતિ છે. આપણે બહારની ઘટનાઓ અને દૃશ્યોને જ સમજીએ છીએ. મહાવીર માટે અંદર અને બહાર જેવું કોઈ વિભાજન નથી. એમની તો અખંડ ચેતના છે, પરંતુ સાધક જ્યાં ઊભો છે તેના તરફ મહાવીરની દૃષ્ટિ છે. સાધકના સ્તર પર ઊતરી આવીને એને સમજાવવાની કરુણા મહાવીર દાખવે છે.
મહાવીર વાણી ભાગ-૨
દ્વિતીય ને તૃતીય પર્યુષણ વ્યાખ્યાનમાલા અંતર્ગત ૧૩ સપ્ટેમ્બરથી ૨૧ સપ્ટેમ્બર ૧૯૭૨ તેમજ ૨૫ ઑગસ્ટથી ૧૧ સપ્ટેમ્બર ૧૯૭૩ સુધી આચાર્ય આચાર્ય રજનીશ ઓશો - ૩૯૫
-