________________
તેવી વાંચકોને વિજ્ઞપ્તિ કરતાં. કથાલેખન સાહિત્યમાં મૂળ વાતને કાયમ જરૂર રાખવી જોઈએ એ તેઓનો ખાસ અભિગમ રહેતો. મૂળ સ્વરૂપને વિકૃત સ્વરૂપ ન અપાય, કે અસલ વાત મારી ન જાય તે વાત ધ્યાનમાં રાખી અંદર વધારો ઘટાડો મૂળ વાત અને આશયને ધ્યાનમાં રાખીને કરી શકાય. કથાલેખનમાં વસ્તુનિરૂપણ જેમ બને તેમ અલ્પ થવું જોઈએ, બનાવો કે ઘટનાઓ તો લેખકનાં મગજમાંથી નીકળે છે, તેમાં લાંબો સમય વ્યતીત ન કરવો જોઈએ. આવું તેઓનું વલણ રહેતું
શ્રી મોતીચંદભાઈને દરરોજ સવારે સામાયિક કરવાના નિયમને કારણે અભ્યાસ, વાંચન, વિચાર અને વિવેચન-લેખન માટે સમય પ્રાપ્ત થયો, અન્યથા અતિ વ્યસ્ત વ્યવસાયને કારણે શાસ્ત્ર અભ્યાસ અને સાહિત્ય લેખનનો અલ્પ અવકાશ રહેતો.
પ.પૂ. વૃદ્ધિચંદ્રજી મ.સા.ના પટ્ટશિષ્ય પ.પૂ. પચાસ ગંભીરવિજયજી મ.સા.એ આનંદઘનજીના પદો ખૂબ જ માર્મિક અને અર્થસભર સમજાવ્યા. આનંદઘનજી મ.સા.ના પદોની જે ભાષા હતી તે ગંભીરવિજયજી મ.સા.ના મૂળ વતન, પ્રાંતની બોલી હતી. તેથી તેઓથી વિશેષ આ પદો કોઈ સમજી શક્યું ન હતું. શ્રી મોતીચંદભાઈ અને મિત્ર શ્રી નરોત્તમદાસ ભાણજી કાપડિયાએ એ પદોના અર્થ અને અધ્યાત્મ સ્વરૂપ, સમજી લખીને નોટબુકો તૈયાર કરી હતી. અને એના આધારે આનંદઘનજીના પદોના બે વિભાગમાં ગ્રંથો તૈયાર કરીને પ્રસિદ્ધ કર્યા હતા.
શ્રી મોતીચંદભાઈનાં નિર્મળ અને સરળ વ્યક્તિત્વના ગુણ જોઈએ તો તેઓ પોતાની ખૂબીઓ કરતાં ખામીઓનો વિશેષ ખ્યાલ રાખતા. મિથ્યાભિમાન, કીર્તિનો મોહ અને દંભ જેવા દોષોને જાગૃત રહીને પોતાનાથી દૂર રાખતા, પોતાની જાતને તટસ્થ અને કડક રીતે તપાસવાની અને જ્ઞાન અંગે પોતાની મર્યાદા સમજવાની જાગૃતિ રાખતા.
શ્રી મોતીચંદભાઈએ કિશોર અવસ્થા પૂર્ણ કરીને યુવાવસ્થામાં પ્રવેશ કરતાં જ સાહિત્યસર્જન અને ધર્મશાસ્ત્રનાં અવતરણ અને પુનઃ નિર્માણનું કાર્ય એક ઉચ્ચત્તમ ક્ષયોપશમના પુણ્યબળ સાથે કર્યું. સર્વ પ્રથમ તેઓએ રચેલ સાહિત્યપ્રાગટ્ય તેઓની ફક્ત ૧૯ વર્ષની યુવાન વયે થયું, ત્યાર બાદ અવિરતપણે તેમની આયુના ૭૨ વર્ષ, જીવનનાં અંતિમ ચરણ પર્યન્ત સાહિત્યસર્જન તેઓના હૃદયના ધબકારા સમાન બની રહ્યું.
શ્રી મોતીચંદભાઈ દ્વારા નિર્માણ પામેલ તેઓની પ્રકાશિત અને અપ્રકાશિત કૃતિઓની સૂચિ નીચે પ્રમાણે છે.
જેને પ્રાચીન શાસ્ત્રો મુખ્યત્વે સંસ્કૃત, પ્રાકૃત, માગધી, અર્ધમાગધી, દેવનાગરી ભાષા અથવા જે તે પ્રાંતની તળપદી ભાષાના શબ્દોના ઉપયોગથી રચાયેલ છે. આ પ્રાચીન ગ્રંથો અને શાસ્ત્રોના ભાષાંતર, શબ્દાનુવાદ, ભાષાનુવાદ, વિવેચન, ટીકા વગેરે અનુસર્જન કરવું એ લલીતકળા છે. જે ભાષામાંથી અનુવાદ કરવાનો
૪૩૬ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો