________________
નમસ્કાર મહામંત્ર વિશે ઓશો લખે છે, “અદ્ભુત છે આ મહામંત્ર જેમાં કોઈ વ્યક્તિનું નામ નથી. મહાવીરનું નહીં, પાર્શ્વનાથનું નહીં, કોઈનું નહીં. જૈનપરંપરાનું પણ કોઈ નામ નહીં. કારણ કે જૈનપરંપરા એ સ્વીકારે છે કે અરિહંત માત્ર જૈનપરંપરામાં જ નથી થયા, બધી પરંપરાઓમાં થયા છે. માટે અરિહંતોને નમસ્કાર, કોઈ એક અરિહંતને નહીં. આ નમસ્કાર બહુ વિરાટ છે. વિશ્વના કોઈ ધર્મે આટલો સર્વાંગીણ, આટલો સર્વસ્પર્શ મહામંત્ર વિકસીત નથી કર્યો. વ્યક્તિ ૫૨ ચિંતન નથી, શક્તિ પર જ છે. રૂપ પર ધ્યાન નથી જે અરૂપ સત્તા છે તેનો જ વિચાર છે. આ મંત્ર બહુ અનેરો છે. જે મહાવીરને પ્રેમ કરે તે મહાવીરને નમસ્કાર કરે, જે બુદ્ધને પ્રેમ કરે તે બુદ્ધને અને જે રામને પ્રેમ કરે તે રામને નમસ્કાર કરે.”
अरिहंता मंगलं । सिद्धा मंगलं । साहू मंगलं । केवललिपन्नतो धम्मो मंगलं ॥ अरिहंता लोगुत्तमा । सिद्धा लोगुत्तमा । साहु लोगुत्तमा । केवलिपन्नतो धम्मो તોત્તો
अरिहंते शरणं पवज्जामि । सिद्धे शरणं पवज्जामि । साहु शरणं पवज्जामि । केवलिपन्नतो धम्मो शरणं पवज्जामि ॥
માંગલિક સૂત્ર સમજાવતા ઓશો કહે છે “વૃત્તિપન્નતો થમ્યો. શાસ્ત્રમાં લખેલો ધર્મ લોકમાં ઉત્તમ છે એમ મહાવીર નથી કહેતા. શાસ્ત્ર પ્રરૂપિત ધર્મ પણ તેઓ ઉત્તમ નથી માનતા પણ મહાવીર કહે છે કેવલિપન્નતો ધમ્મો – કેવળજ્ઞાનની ક્ષણમાં જે વહે, જે ઝરે એ જ જીવંત ધર્મ. લખેલા ધર્મનું મૂલ્ય બહુ સંકુચિત છે. શબ્દમાં બંધાયેલ છે. આ ધર્મને પામવા સ્વયંની અંદર કાંઈક રૂપાંતરિત કરવું પડે કારણ કે કેવળીથી જોડાણ પામવા બહુ મોટી કિંમત ચૂકવવી પડે. અરિહંત ઉત્તમ, સિદ્ધ ઉત્તમ, સાધુ ઉત્તમ અને કેવળી પ્રરૂપિત ધર્મ ઉત્તમ એમ મહાવીર કહે છે. તો આ ઉત્તમને પામવા સર્વ ગુમાવવું પડશે અને એ છે તમારા અસ્તિત્વને તમારી જાતને.”
ઓશો આગળ કહે છે, “મહાવીરના જે સૂત્ર છે તે સાધક તરફથી છે, સિદ્ધ તરફથી નહીં. એટલે કે મહાવીરે ક્યારેય કહ્યું નહીં કે તમે મારી શરણમાં આવો, સાધક કહે છે હું અરિહંતનું શરણ સ્વીકારું છું, સિદ્ધનું શરણ સ્વીકારું છું, સાધુનું શરણ સ્વીકારું છું. કેવળી પ્રરૂપિત ધર્મનું શરણ સ્વીકારું છું. શરણાગતિનો અર્થ છે સમર્પણ અને શરણ સ્વીકારવું તે યાત્રાનો અંતિમ પડાવ છે. શરણાગતિનો પહેલો સંબંધ આપણી અંદરની ચેતનાની આકૃતિ બદલે છે. બીજો સંબધ છે કે એક ગહન અર્થમાં તમે દિવ્ય થઈ જાઓ છો, જેનાથી બંધાયેલા છો એ તકાકથિત નિયમોને અતિક્રમણ કરો છો. ત્રીજી વાત શરણાગતિ તમારા જીવન દ્વા૨ને પરમ ઊર્જા તરફ ખોલે છે.”
૩૯૪ * ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો