________________
મેસર્સ મોતીચંદ એન્ડ દેવીદાસ નામની સોલિસિટરની પેઢી શરૂ કરી. હૃદય તત્ત્વપ્રેમી હતું, બુદ્ધિ સત્યશોધક હતી અને વૃત્તિ નાનું કે મોટું દરેક કામ નિષ્ઠા, એકાગ્રતા અને ચોકસાઈથી કરવાની હતી. એટલે કાયાના સલાહકાર તરીકે આ પેઢીને અને શ્રી મોતીચંદભાઈને ખૂબ નામના મળી.
જેવું એમનું હૃદય વિશાળ હતું, એટલી જ મીઠી એમની મહેમાનગતિ હતી. પરિચિત-અપરિચિત સૌ કોઈ એમને આંગણે સમાન આદર પામતાં. અને કોઈ પણ બાબતમાં સાચી અને નિખાલસ સલાહ અપાવી એ તો શ્રી મોતીચંદભાઈનું જ કામ. તેઓ જેટલા આશાવાદી હતા એટલા જ સમભાવી હતા, ન બહુ હરખાવું, ન વિલાવું, લીધેલ કામ સ્વસ્થપણે પૂરું કરવું એ જ એમનો સ્વભાવ હતો.
શ્રી મોતીચંદભાઈએ બે વાર લગ્ન કર્યા હતાં. એમનાં પહેલાં પત્નીનું નામ મણિબહેન અને બીજાનું નામ ચંદનબહેન. એમના પાંચ પુત્રોના નામ છે. વિનયભાઈ, હિંમતભાઈ, રસિકભાઈ, રવીન્દ્રભાઈ અને પ્રસનભાઈ. એમના ત્રણ ભાઈઓ નેમચંદભાઈ, ઉત્તમચંદભાઈ અને રતિલાલભાઈ. એમના બહેનનું નામ મોંઘીબહેન.
શ્રી મોતીચંદભાઈ ૫૧૫ર વર્ષની ઉંમરે વિધુર થયા હતા. પણ વિદ્યાપ્રીતિ અને સેવાપ્રીતિમાં પોતાના મનને પરોવી દઈને એમણે જીવનને સાત્ત્વિક પ્રવૃત્તિઓથી સભર બનાવી દીધું હતું. જિંદગીના અંત સુધી ક્યારેય એમને એકલતા કે શૂન્યતાનો અનુભવ કરવો પડ્યો ન હતો. સદાય શુભ પ્રવૃત્તિમાં આનંદમગ્ન બનીને એમણે જીવન વિતાવ્યું.
મુંબઈમાં સોલિસિટરનો વ્યવસાય શરૂ કર્યો ત્યારે મુંબઈ સ્ટેટમાં અંગ્રેજી રાજ્યપદ્ધતિ, કાયદા, નિયમોને લીધે ઊભરતા અને સાહસિક, વિકાસશીલ પરંતુ અણઘડ વ્યાપારી વર્ગને પડતી કાયદાકીય ગૂંચોમાં શ્રી મોતીચંદભાઈની સૂઝબૂઝ અને કુનેહ તથા કાયદાના ઊંડા જ્ઞાનનો ખૂબ જ લાભ મળી રહ્યો હતો. બ્રિટીશ રાજ્યમાં કુમાર (કાગળો) અને અમલદારોની જોહુકમીનો ખૂબ જ ત્રાસ હતો.
જટિલ ન્યાયપદ્ધતિ અને કરવેરા માળખું વ્યાપાર અને વ્યવહારમાં ખૂબ જ વિટંબણા નાખતાં. મિલકતો અંગેના અંગ્રેજી કાયદા પણ ખૂબ જ જટિલ અને અટપટા હતા. શ્રી મોતીચંદભાઈ દેશાવરથી આવીને વસેલા સાધર્મિક ભાઈઓ માટે સાચી સલાહ અને ઉકેલના સોત બની રહ્યા હતા. તે સમયમાં અન્ય ઘણા જૈન સોલિસિટર પણ મુંબઈમાં હતા. તે સર્વેને સંકલિત કરવાનું કાર્ય પણ શ્રી મોતીચંદભાઈ કાયમ કરતા, ઉપરાંત કોમને આગળ લઈ જવાની અને જૈન શાસનનાં કાર્યોમાં પણ સર્વેનો સાથ મળે તે રીતે કાર્યપદ્ધતિ વિકસાવી હતી. મુંબઈ એ સમયમાં પશ્ચિમ ભારતનું વિકસિત વ્યાપાર કેન્દ્ર હતું. દેશાવરથી અહીં માલ આવતાં અને વિદેશ સાથે પણ વ્યાપારનું એક અગત્યનું કેન્દ્ર હતું. ગુજરાત અને કચ્છ પણ મુંબઈ રાજ્યના વિભાગ હતા. બ્રિટીશ શાસકો પાસેથી તેમના કાયદા મુજબનું
સુશ્રાવક શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયા “મૌક્તિક' + ૪૩૧