________________
સીમાસ્તંભોને રોપવા માટે અને કર્મયોગના નવા નવા સીમાડાઓને પહોંચી વળવા માટે ગતિ એ જ જીવન, સ્થિતિ એ જ જડત્વ. ગતિ એ જ પ્રગતિ; સ્થિતિ એ જ અધોગતિ ! તેથી જ તો આર્ષદ્રષ્ય ઋષિમુનિઓએ આદેશ આપ્યો છે: “ચરેવેતિ ચરેવેતિ; ચરેવેતિ; ચરાતિ ચરતો ભગઃ - ૩ માનવી! તું આગળને આગળ ચાલતો જ રહે, બસ ચાલતો જ રહે! ચાલતા-ફરતા નરને ભાગ્ય યારી આપ્યા વગર રહેતું નથી.
શ્રી મોતીચંદભાઈ આવા જ એક સતત પ્રગતિશીલ બડભાગી પુરુષ હતા. ગતિશીલતાને આત્મસાત્ કરીને એમણે જીવનને ચેતનવવંતુ બનાવી જાણ્યું, અને આત્મશક્તિ પ્રત્યેની આસક્તિના બળે તેઓ અમરત્વના અદના ઉપાસક અને અધિકારી બની ગયાઃ જનસેવા, સંસ્કારિતા અને સાહિત્યપ્રીતિના ક્ષેત્રે એમનું નામ ચિરકાળપર્યત યાદગાર બની રહેશે. અધ્યાત્મશાસ્ત્ર સાહિત્યનાં તેઓ કલ્પવૃક્ષ હતા.
કિશોરાવસ્થામાં તેઓ સાગર સમા ગંભીર હતા, નિંદા કે પ્રશંસા તેમને સ્પર્શી ન શકે, નિર્મળ બુદ્ધિ, સ્વસ્થ ચિત્ત, અને યોજનાબદ્ધ કાર્ય કરવાની એકાગ્રતા તેમની સિદ્ધિના ગુણો બન્યા. ધ્યેયનિષ્ઠા, લો'લ્યાણ અને આત્મકલ્યાણના ઉદ્દેશો તેમનાં સમગ્ર વિચાર અને આચારનાં આભૂષણ હતાં. શ્રી મોતીચંદભાઈ નખશિખ કલ્યાણવાંછુ મહાનુભાવ હતા.
તેઓના પરિવારજનો લક્ષ્મી, સરસ્વતી અને સંસ્કારિતા આ ત્રણેય મહાશક્તિની અપારકૃપા પામ્યા હતા. પૂ. પિતાશ્રી ગિરધરભાઈએ કુટુંબનો વાણિજ્ય વ્યવહાર અને શ્રાવકધર્મ ખૂબ જ ખંતથી સાચવ્યો, જ્યારે પૂજ્ય કાકાશ્રી કુંવરજીભાઈ ધર્મશાસ્ત્રના ઊંડા અભ્યાસી. સંસ્કૃત, પ્રાકૃત, માગધી, અર્ધમાગધી વગેરે ભાષાઓ ઉપર પ્રભુત્વ ધરાવતા. જૈન ધર્મ પ્રસારક સભાના આદ્યસ્થાપક, સંચાલક, લેખક અને અનેક ગ્રંથોના ભાષાંતર કરીને મુદ્રણ કરાવી તેઓએ પ્રસિદ્ધ કરાવ્યા. નૂતન અને જિજ્ઞાસુ સાધુ-સાધ્વીજીઓ પણ શાસ્ત્રોના ભેદ જાણવા શ્રી કુંવરજી કાકા પાસે અધ્યયન કરવામાં એક આનંદનો અવસર અનુભવતા, પૂ. ગિરધરલાલ તથા પૂ. કુંવરજીભાઈની બંધુબેલડી કંઈક સુખ-દુઃખના સાથી બની લોકહૃદયમાં ચિરસ્મરણીય બની ગયા.
શ્રી મોતીચંદભાઈના કાકા કુંવરજીભાઈના પુત્ર શ્રી પરમાણંદભાઈ પણ ખૂબ જ વિદ્વાન અને ધર્મપ્રેમી હતા. તેઓ એક ક્રાંતિપ્રિય વિચારક હતા, એમનું ચિંતન હિંમેશાં સત્યશોધક, સ્વતંત્ર, મર્મસ્પર્શી અને સર્વસ્પર્શી રહેતું. ચાલુ ચીલે ચાલવું એને તેઓ માનસિક કમજોરી અને વ્યક્તિત્વની મર્યાદા સમજતાં. વહેમ અને અંધશ્રદ્ધામાં પડવું એ એમને આપઘાત જેવું વસમું લાગતું. ખૂબ જ સ્પષ્ટવક્તા હોવાથી ક્યારેક તેઓના ભાષણપ્રવચનથી રૂઢીચુસ્ત સામાન્યજનોમાં ખળભળાટ મચી જતો. પરંતુ મૌલિકતાથી ધબકતી તેમની કલમ ધીર, ગંભીર અને શાંત ચિંતનના પ્રતિબિંબ જેવી રહેતી. રાષ્ટ્ર, ધર્મ, સમાજ અને સાહિત્યની તેઓએ
સુત્રાવક શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયા “મૌક્તિક + ૪૨૯