________________
છે. તમે ચોક્કસ રીતે જાણી શકો કે તમે કેટલું અંતર કાપ્યું છે અને કેટલું બાકી છે. ચૌદમા ગુણસ્થાન પર યાત્રા પૂરી થઈ જાય છે.”
દર્શન જ્ઞાન – ચારિત્ર આ ત્રણને મહાવીરે મોક્ષનો માર્ગ કહ્યો છે. જીવન સંયુક્ત છે. બીજથી છોડ, છોડથી વૃક્ષ, વૃક્ષમાં ફ્ળોનું વિકસવું, ફૂલોનું ઊગવું. મહાવીર શરૂઆત દર્શનથી કરે છે. આજ સમ્યક્ ક્રમ છે. જીવન જો બરોબર ઓળખવું હોય, જાણવું હોય તો પળે પળે જાગૃત બનીને જોતા રહેવું. જો ક્રોધ થાય તો ક્રોધને જાગૃત બનીને જોવું. એ જ દર્શન. કરુણા વિશે શાસ્ત્રોમાં વાંચ્યા વગર ક્રોધને ધ્યાનથી જોવાથી, જાગૃતિથી જોવાથી કરુણા આપોઆપ પ્રગટશે.
ધ્યાનમાં રહે જે આજે ઘટી રહ્યું છે તેના પ્રત્યે જાગવું. જેમજેમ દર્શન જાગૃત થશે, કામમાં, ક્રોધમાં, લોભમાં, મોહમાં તેમતેમ તમે મોહ, કામ, ક્રોધ, લોભ ક્ષીણ થતા જશે અને એક નવી ઊર્જાનો અંદર આવિષ્કાર થશે. કારણ કે જે ઊર્જા ક્રોધમાં લાગેલી છે તે મુક્ત થઈને કરુણા બની જશે. દર્શનના માધ્યમથી જ આ બનશે.
સમ્યક દર્શન વિના જ્ઞાન નથી. નાયંસ નાળી જ્ઞાન વગર ચારિત્ર નથી. નાળન વિળા ન કુંતિ ઘરળનુળા ચરિત્રગુણ વિના મોક્ષ નથી. અશિસ્ત સ્થિ મોવવો
અને મોક્ષ વિના નિર્વાણ ક્યાં? નૈર્થિ અમાવસ નિવ્વાળા
નિર્વાણને ઓશો આનંદ કહે છે. વ્યક્તિ દુઃખી છે તો એ આકસ્મિક નથી. એ દુઃખી જ રહેશે કારણ કે આનંદ સુધી પહોંચવાની યાત્રા એણે નથી કરી. ઓશો કહે છે દરેક જણ ઉતાવળમાં છે. દર્શન-જ્ઞાન-ચારિત્ર્યને ક્રમમાં નથી જાણતા અને ચારિત્ર્ય શુદ્ધિ માટેના ખોટા રસ્તાઓ અપનાવે છે. ક્રિયાવિહીન જ્ઞાન વ્યર્થ છે. અને અજ્ઞાનીઓની ક્રિયા પણ વ્યર્થ છે. જે જ્ઞાનમાં આવ્યું છે તે આચરણમાં આવવું જ જોઈએ. જો તે દર્શનના માધ્યમથી જ્ઞાનમાં આવ્યું હશે તો આચરણમાં આવવાથી કોઈ રોકી નહીં શકે.
જો ૫૨માનંદને મેળવવા ઇચ્છો છો તો દર્શનના બીજ વાવો અને જ્ઞાનની સલ મેળવો. આ જ્ઞાનની ફસલ પચાવશો તો ચારિત્ર્ય ઉત્પન્ન થશે અને મોક્ષ ચારિત્ર્યની પ્રભા છે. ચારિત્ર્યવાન મુક્ત છે. મહાવીરનું એક એક પગલું વૈજ્ઞાનિક છે. જેવી રીતે સો ડિગ્રી તાપમાને પાણી ગરમ કરો તો વરાળ બને છે તેવી જ રીતે મહાવીરની વાણી છે દર્શનથી જ્ઞાન, જ્ઞાનથી ચારિત્ર્ય અને ચારિત્ર્યથી મોક્ષ. મહાવીર જેવો સાધક શોધવો બહુ મુશ્કેલ છે, કેમકે કોઈ સહારો નથી કે જેના ચરણોમાં બેસીને રહી શકે, જેને ફરિયાદ કરી શકે, જેને કહે કે તું અમને ઉપર ઉઠાવ, જેને કહે કે અમે અસહાય છીએ તું અમને સહાય કર, અમારાથી કાંઈ થઈ શકે એમ નથી, તું અમને સંભાળ. પણ સંપૂર્ણ એકાંતમાં મહાવીરે પોતાની દિશા શોધી. મહાવીર અનાથ (એકલા) થઈને સ્વયં નાથ થઈ ગયા, ભગવાન થઈ ગયા.
૩૯૮ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો