________________
મહાવીર કહે છે, “તમારી બાગડોર હાથમાં લો. બીજા દ્વારો પર બહુ ભટક્યા, બહુ હાથ ફેલાવ્યા, હવે માલિક બનો. જવાબદારી લો. રજનીશજી મહાવીરની વાણી સંતા કહે છે, ન તો તમારો મિત્ર તમારી બહાર છે, ન તમારો શત્રુ.
જ્યારે તમે સપ્રવૃત્તિમાં છો એટલે કે તમે જાગૃત છો, તમે શાંત, આનંદમયી, નિર્દોષ ભાવથી ધ્યાનસ્થ, સમ્યક, સંતુલિત છો ત્યારે તમે તમારા મિત્ર છો. પણ
જ્યારે તમે આની વિરુદ્ધ છો એટલે કે દુષ્યવૃત્તિમાં છો ત્યારે તમે તમારા શત્રુ છો. માટે કોઈ બીજા સાથે લડો નહીં. લડવું હોય તો તમારા પોતાની સાથે લડો. તમે તમારા પર વિજય મેળવો. બદલવું હોય તો તમે પોતાને બદલો. બનવું છે તો સ્વયં બનો. સંપૂર્ણ ખેલ તમારા અંદર જ છે.”
મહાવીરનો સમય બૌદ્ધિક જાગૃતિનો સમય હતો. જેવી રીતે આજે વિજ્ઞાનને સમજવું હોય તો પશ્ચિમની શરણમાં જવું પડે છે તેવી રીતે ધર્મના કોઈ સ્વરૂપ જાણવા હોય તો ભારતના શરણમાં આવવું પડતું હતું. ભારત પાસે બધી ધર્મપરંપરાઓના પ્રબુદ્ધ પુરુષો હતા. બધાને ચોવીસમા તીર્થંકર તરીકે પ્રસ્થાપિત કરવાની ભાવના એમના શિષ્યોને હતી. કાત્યાયન, મખ્ખલી ગોશાલક, સંજય વિલેટ્ટીપુત, અજિત કેશકુંબલી વગેરે પ્રબુદ્ધ વ્યક્તિઓ હતી. આ બધા વચ્ચે સૌથી ક્રાંતિકારી મહાવીર શ્રમણોની પરંપરાના ચોવીસમા તીર્થંકર બન્યા.
એ સમયે બુદ્ધ પણ હતા, પણ બુદ્ધ ક્રાંતિકારી ન બની શક્યા. બુદ્ધ પાસે સ્ત્રીઓ દીક્ષા માટે આવી પણ બુદ્ધ ઈન્કાર કર્યો. એ વાતનો ડર હતો કે સ્ત્રીઓ અને પુરુષો સાથેસાથે રહે ને ધર્મભ્રષ્ટ થાય. એમને સ્ત્રીઓને સંન્યાસ આપવામાં જોખમ લાગ્યું. પણ મહાવીરની સામે આ વાત આવી તો એમને એક પણ વાર વિચાર્યા વિના સ્ત્રીઓને સંન્યાસ આપ્યો. ક્રાંતિકારી જોખમ વિચારવા રહેતા નથી, પણ સ્વીકારે છે. ત્યાર બાદ બુદ્ધ પર બહુ દબાણ કરવાથી બુદ્ધ સ્ત્રીઓને દીક્ષિત કરી. બુદ્ધે કહ્યું, “મારો ધર્મ પાંચસો વર્ષમાં નષ્ટ થશે. કારણ કે મેં મારી જાતે એનાં બીજ વાવ્યાં છે.' બુદ્ધની આશંકા સાચી પડી. પણ મહાવીરનો ધર્મ આજે પણ જીવિત છે. સ્ત્રીનો સમાવેશ કર્યો પણ ધર્મ નષ્ટ ન થયો. કેટલો ક્રાંતિકારી ભાવ રહ્યો હશે? જિનસૂત્ર-૨
આ પુસ્તકમાં સમ્યફ શ્રવણ, સમતા, પ્રેમ, ગુરુ, ધ્યાન, વેશ્યા, ગોશાલક, ચૌદ ગુણસ્થાનક, પંડિતમરણ વગેરે વિષયોને આવરી લીધા છે. જે સમણસુત્તના પ્રવચનો પર આધારિત છે.
સમિતિને સમજાવતા ઓશો મહાવીરને પણ રામની જેમ જ મર્યાદા પુરુષોત્તમ કહે છે, કારણ કે મહાવીર જેટલી મર્યાદામાં કોઈ પુરુષ, કોઈ વ્યક્તિ જીવી નહીં હોય. આ મર્યાદાનું મહાવીરનું નામ છે સમિતિ. સમિતિનો અર્થ છે સીમા બનાવીને જીવવું. એનું કારણ છે સમિતિનું પાલન કરવાવાળા સાધુથી જો હિંસા થાય તો એ
આચાર્ય રજનીશ – ઓશો + ૩૯૯