________________
હવામાં અધ્ધર રહી શક્યા. આવી અદ્ભુત કોટિની યોગસાધના પૂજ્યશ્રી પાસે હતી. જાદુનું પણ જાદુ એ મનની સંયમશક્તિ છે. તેઓ આવા સંયમના સ્વામી હતા. પૂજ્યશ્રીની એક મહત્ત્વની મહેચ્છા છ'રી પાળનો તીર્થયાત્રાનો સંઘ કાઢવામાં દેખાય છે. સંઘ નીકળે તો સૌને લાભ મળે. લોકો સરળતાથી જોડાઈ શકે અને ગામેગામ ધર્મજાગૃતિ અને ધર્મપ્રભાવનાના કાર્યો થાય. પૂજ્યશ્રીના ઉપદેશથી તેમની નિશ્રામાં નીકળેલા અનેક સંઘોમાં માકુભાઈ શેઠનો છરી પાલિત સંઘ મહારાજ કુમારપાળના છરી પાલિત સંઘની યાદ અપાવે એવો અવિસ્મરણીય હતો. આ સંઘ અમદાવાદથી ગિરનાર અને ત્યાંથી સિદ્ધાચલનો હતો.
‘શાસનસમ્રાટ’ બિરુદ મળ્યું તે પ્રસંગઃ
વિ.સં. ૧૯૮૧-૮૨માં શત્રુંજ્ય તીર્થ ઉપરના જૂના કરારની સમયમર્યાદા પૂરી થતી હતી અને મુંડકાવેરો દાખલ કરવાની પેરવી ચાલતી હતી. તે વખતે પૂજ્યશ્રીએ શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીના વહીવટદારોની સાથે ચર્ચાવિચારણા કરીને અંતે એક વિચાર આપ્યો કે મુંડકાવેરાના વિરોધમાં આપણા સકળ શ્રી સંઘને એવું એક એલાન આપીએ કે સિદ્ધાચલની યાત્રા કરવા માટે ત્યારે જ આવવું કે જ્યારે મુંડકાવેરો ૨દ થઈ ગયો હોય. ભલે ગમે તેટલો સમય વીતે અને ૧લી એપ્રિલ ૧૯૨૬થી આ અસહકાર આંદોલન શરૂ થયું તે બે વર્ષ જેટલા લાંબા ગાળા સુધી ચાલ્યું અને એલાન સફ્ળ પણ રહ્યું. એ દિવસો દરમિયાન એક પણ યાત્રિક યાત્રા કરવા માટે ન આવ્યો. આ રીતે છેવટે જ્યારે બે વર્ષ જેવા લાંબા ગાળાના અંતે દરબાર સાથે સમાધાન થયું, તે પછી જ યાત્રાની શરૂઆત થઈ. આ પ્રસંગ વખતે બધા સંઘે જે રીતે આ આજ્ઞાને શિરોધાર્ય ગણીને સંપૂર્ણ અમલ કર્યો ત્યારે લોકો પૂજ્યશ્રી માટે શાસન સમ્રાટ’ આ વિશેષણ વાપરવા લાગ્યા. સમગ્ર શ્રી સંઘ ઉપર આવી પકડ અને આવું વર્ચસ્વ અન્યનું જોવાસાંભળવા મળતું નથી.
ઐતિહાસિક સાધુ સંમેલનઃ વિ. સં. ૧૯૯૦
પૂ. વલ્લભસૂરિ મ.સા. અને કેટલાક અગ્રણી શ્રાવકોએ શાસનસમ્રાટને વિનંતી કરી કે જૈન સાધુમાં શિથિલાચા૨ અને મતભેદો વધતા જાય છે. દેવદ્રવ્ય, દીક્ષા, પદવી, તિથિચર્ચા, તીર્થરક્ષા એ સર્વ વિશે સર્વાનુમતે વિચારણા કરવાની જરૂ૨ છે. આનો ઉકેલ આવે તો બધું સારું થઈ શકે અને આનો એક જ ઉપાય છે મુનિસંમેલન. જો શાસનસમ્રાટ આપ આ કાર્ય હાથમાં લો તો અવશ્ય સફ્ળતા મળે તેથી આપ આ મુનિ સંમેલન બોલાવો અને આનું નેતૃત્વ તમે સંભાળો. પૂ. શાસનસમ્રાટે વિનંતીનો સ્વીકાર કર્યો. અમદાવાદમાં આ મુનિસંમેલન નક્કી થયું. પૂજ્યશ્રીએ આપેલ ફાગણ સુદ ૩ના શુભદિવસે હજારથી વધુ સાધુ-સાધ્વીજી ભગવંતો તેમ જ હજારો શ્રાવક-શ્રાવિકાઓની ઉપસ્થિતિમાં પૂ. શાસન સમ્રાટના સાન્નિધ્યમાં એ ઐતિહાસિક મુનિ સંમેલનનો પ્રારંભ થયો. ૩૪ દિવસ ચાલ્યું. શાસનસમ્રાટ પૂ. આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વર મ.સા. + ૩૮૩